jump to navigation

તું છે સૂરમય ઓક્ટોબર 30, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
13 comments

રહેતી’તી હું,
ખુદમાં તન્મય.

દ્રષ્ટિ મળતાં,
થૈ તારામય.

નિજને ભૂલી,
થૈ ગૈ જગમય. (વધુ…)

કાગળ ને કલમ નીકળે -બેફામ ઓક્ટોબર 26, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
6 comments

ચાહું તો છું કે આ પરદો ઉઠે ને એ સનમ નીકળે,
મગર ડર છે – ન નીકળે કોઇ ને મારો ભરમ નીકળે.

તો નક્કી માનજો – મેં રાતે એનું ખ્વાબ જોયું છે,
સવારે આંખ હું ખોલું અને એ આંખ નમ નીકળે. (વધુ…)

હું તો ન માંગુ! ઓક્ટોબર 23, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
12 comments

girl_prayers.jpg 

હું તો ન માંગુ કંઇ તારી કને!
તું આપ, જો હો, તારે અંત:કરણ! (વધુ…)

હાલને, જઇએ દેશમાં દોડી… ઓક્ટોબર 20, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
11 comments

diwali_greeting.gif

(દિપાવલીની શુભેચ્છાઓ સાથે સર્વ મિત્રોને અર્પણ!!)

* * *

લ્યો આવી ગઇ દેશ દિવાળી,
પણ હૈયામાં સળગી હોળી,
ક્યાં ખોવાણી હું પરદેશે?!
હાલને, જઇએ દેશમાં દોડી… (વધુ…)

એ અવસ્થા હતી! – રાજેન્દ્ર શુકલ ઓક્ટોબર 19, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
3 comments

કંઠ રૂંધાયલા સાદની એ અવસ્થા હતી,
હા હતી, ઘોર ઉન્માદની એ અવસ્થા હતી!

સાવ ઝાંખી સતત યાદની એ અવસ્થા હતી,
શ્વાસના મૌન સંવાદની એ અવસ્થા હતી! (વધુ…)

અપેક્ષિત પ્રેમ ઓક્ટોબર 17, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કથાકાવ્યો.
9 comments

પ્રિયતમ મારા…!!
હું નથી રાધા કે નથી મીરાં!
હા, એમનો અંશ જરૂર છું હું,
પણ સાચું કહું, રાધા કે મીરાં નથી હું!
તમે જ મારા શ્યામ છો, કબૂલ!
મને પણ અનહદ પ્રેમ છે, એય કબૂલ!
હું ચાહું છું તમને અંતરનાં ઉંડાણથી, બધુંયે કબૂલ!
પરંતુ મારો પ્રેમ નિરપેક્ષ નથી… (વધુ…)

મરવા પણ નથી દેતા -બેફામ ઓક્ટોબર 15, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
8 comments

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં. (વધુ…)

મુક્તપંચિકા : પ્રથમ પ્રયાસ ઓક્ટોબર 12, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.
8 comments

મિત્રો, મુક્તપંચિકા બનાવવાનો મારો આ પ્રથમ પ્રયાસ છે, આશા છે આપ સૌ એને માણી શકો!  મુક્તપંચિકા બનાવવાની પ્રેરણા આપવા બદલ આપણા વડીલમિત્ર શ્રી હરીશભાઇ દવેનો ખૂબ ખૂબ આભાર… આપના અભિપ્રાય જરૂરથી આપશો.  હરીશકાકાની મુક્તપંચિકાઓ માણવા માટે આપ અહીં  ક્લિક કરો.

* * *

અર્પણ કરું,
તુજ ઊર્મિને,
ઊર્મિનો આ સાગર!
સ્થાપશો તવ
ઊરે પ્રિતમ?! (વધુ…)

તમે વાતો કરો તો થોડું સારું લાગે -સુરેશ દલાલ ઓક્ટોબર 11, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
8 comments

તમે વાતો કરો તો થોડું સારું લાગે,
દૂરનું આકાશ મને મારું લાગે. (વધુ…)

મારા શબ્દોમાં રણકે છે તું ઓક્ટોબર 10, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
5 comments

મારા શબ્દોમાં રણકે છે તું ઊર્મિ બની,
પણ મારા કાવ્યોમાં તારું નામ નથી.

મારા રક્તમાં ભળે છે તું વાયરસ બની,
પણ તબીબ કને એ રોગનું કો’ નામ નથી.

મારા ગર્વમાં રહે છે તું ખુમાર બની,
પણ તોયે કહું છું મને અભિમાન નથી.

મારી ધડકનોમાં ધડકે છે તું વિશ્વાસ બની,
પણ તારી શ્રધ્ધામાં કાં મારું સ્થાન નથી?

મારી આંખોમાં વસે છે તું આલમ બની,
પણ જીવન-કિતાબમાં તારો પાઠ નથી.

* * *

ઊર્મિસાગર

*

ઊર્મિ મુક્તકો – ૨ ઓક્ટોબર 5, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
7 comments

કેટલે સુધી ગયો હશે તું ગયો જ્યારે મારી અંદર?
એ શોધવા ગઇ હું પણ તારી પાછળ મારી અંદર,
કેમ કશુંયે ભાળ્યું નહીં મેં મારું તો કાંઇ મારી અંદર?
ભરમાઇ ગઇ, શું હતી હું મારી કે પછી તારી અંદર?!

* * *

તું ન આવે તો કંઇ નહિં, તારો એક શ્વાસ મોકલાવ તું,
તારા પત્રની આશ નથી પણ થોડા શબ્દો મોકલાવ તું,
તારા સ્મરણોનું તેલ ભર્યુ છે મારા અંતરના કોડિયામાં,
પ્રિયતમ, તારા પ્રેમની બસ એક જ્યોત મોકલાવ તું.

* * *

માણી રહી’તી મારા જ સ્પંદનોમાંથી ઝરતો તારો ઊર્મિ-રસ,
આવી રહી’તી મંદ મંદ તુજ યાદની લહેરખીઓ પણ કેવી સરસ!
અરે! અચાનક ક્યાંથી આવી પડ્યું તુજ સ્મરણોનું આ વાવાઝોડું?
ઓ નિર્દયી! શીદ કીધું તેં મુજ અસ્તિત્વને તહસ-મહસ?!

* * *

ઊર્મિસાગર

*

ઊર્મિ મુક્તકો – ૧

*

‘હવે બધું જ આવી ગયું!’ ઓક્ટોબર 2, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કથાકાવ્યો.
10 comments

જૂનું ઘર –
છૂટી જવાનું હતું હવે એ થોડી જ પળોમાં
સામાન બાંધવાની જ્યાં શરૂઆત કરી,
ત્યાં જ બાલમુકુંદ દવેની કવિતા યાદ આવી,
જુનું ઘર ખાલી કરતાં
અને એની સર્વ સંવેદનાઓ જાણે મારામાં આવી ભરાણી
અમારું પ્રથમ ઘર, જેમાં આવ્યાતા અમે ખાલી હાથે
પણ હવે એમાં કંઇ પણ સમાતું નહોતું,
ન સામાન, ન સંભારણા! (વધુ…)