jump to navigation

ચમત્કારી છપ્પો અને ગાંધીજી! જાન્યુઆરી 30, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
6 comments

આજે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પર એમના જ સિધ્ધાંતોને યાદ કરવા કરતાં પણ અધિક અંજલિ બીજી કઇ હોઇ શકે?  ગાંધીજીના જીવનમાં નીતિ અને સત્યને ઘોળવામાં એક છપ્પાએ અગત્યનો ભાગ ભજવેલો, જે હું એમનાં જ શબ્દોમાં અહીં ટાંકુ છું.

gandhi.jpg

ગાંધીજીની ‘સત્યના પ્રયોગો’ આત્મકથામાંથી… ગાંધીજીના જ શબ્દોમાં… (પૃષ્ઠ 32) (વધુ…)

છેલ્લી પ્રાર્થના -ઝવેરચંદ મેઘાણી જાન્યુઆરી 28, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
8 comments

bharatdevi.jpg

હજારો વર્ષની જૂની અમારી વેદના;
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા;
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં;
સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ! (વધુ…)

જ્યારે પુછ્યું તમે, કેમ છો? જાન્યુઆરી 27, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
2 comments

indian_girl.jpg 

મુજ ઊર્મિએ શમણાંનો માળો બાંધ્યો,
નયનથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પાનખરમાં વસંતનું આગમન થયું,
સ્મિતથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

સંગીતના સૂર બધા છેડાયા એકસાથ,
સ્પર્શથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

વિરહમાંયે લાગ્યું કંઇક મિલન જેવું,
ઊર્મિથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પણ, એજ ઊર્મિએ આજે દમ તોડ્યો,
મુખથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?

* * *

સહિયારું સર્જન પર ‘કેમ છો?’ વિષય પર લખેલી રચના !

* * * 

ઊર્મિસાગર

*

રાષ્ટ્રગીત -રવીન્દ્રનાથ ટાગોર જાન્યુઆરી 26, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
4 comments

ગણતંત્ર દિવસની સૌ મિત્રોને શુભેચ્છાઓ! 

india-flag-200×200.jpg 

જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્યવિધાતા…
પંજાબ સિન્ધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્કલ બંગ…
વિંધ્ય હિમાચલ યમુના ગંગા
ઉચ્છલ જલધિ તરંગ…
તવ શુભ નામે જાગે…
તવ શુભ આશીષ માંગે…

ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે,

ભારત ભાગ્યવિધાતા…
જય હે… જય હે… જય હે…
જય જય જય જય હે…!

* * *

નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્બર ૨૮, ૧૯૧૧ ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને ૨ જાન્યુઆરી, ૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્માનિત કરાયું હતું.

અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક પહેલી તથા છેલ્લી કડી ને ૨૦ સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.

(સાભાર વિકિપિડિયામાંથી)

*

સહિયારું સર્જન પર દેશભક્તિ અને શહીદી પર કાવ્યકૃતિ લખવાનું સૌને આમત્રંણ!

*

એક ઘા -કલાપી જાન્યુઆરી 26, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
80 comments

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં. (વધુ…)

તો શું ફર્ક પડ્યો? જાન્યુઆરી 24, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
10 comments

22 જાન્યુ. ના રોજ એક મિત્રનાં માતૃશ્રીનાં ફ્યુનરલમાં જવાનું થયું…
એમની મરણોત્તર વિધિ થતાં જોઇને સહજ રીતે સ્ફૂરી ગયેલી રચના!
 

dead-tree.jpg

એક જિંદગીને આજે મેં ઢળતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
એક પળમાં- હતી ન હતી થતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

હતું કાષ્ઠ સુકુ, જર્જરિત, ને સળગ્યું, તો શું ફર્ક પડ્યો?
એક કુંપળને ડૂસકાં મેં ભરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

બાંધ્યે જ રાખ્યા આયખુંભર અનેક પિંડો સંબંધોનાં,
એક પિંડની માળને મેં ગળતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

જોઇ ઝાંઝવાની ઝાકમઝોળ સૂકી રેતીનાં દરિયામાં,
એક મુઠ્ઠી રેતીને મેં સરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

ઝગમગતા અગણિત તારલાઓ આભની અટારીમાં,
એક ઉલ્કાને આજે મેં ખરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

સતત કરે છે ઊર્મિપાત મુજ અંતરે તવ યાદ, વ્હાલા!
એક ઊર્મિને આજે મેં મરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

* * * 

ઊર્મિસાગર

*

પગલાં વસંતના -મનોજ ખંડેરિયા જાન્યુઆરી 23, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
12 comments

વસંતપંચમીની સૌ મિત્રોને શુભેચ્છાઓ!!
આવો, આપણે ઋતુઓનાં રાજા વસંતને આવકારીએ… 

* * *

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

* * *

કવિ પરિચય

*

આજનો દિવસ, એકદમ ખાસ દિવસ… એક તો આજે વસંતનાં પધરામણાં… અને બીજું, મારા ‘એ’નાં પધરામણાં પણ ધરતી પર આજના દિવસે જ થયા હતા…  એટલે ‘મારા વસંત’ને પણ ખુબ ખુબ શુભેચ્છાઓ!

*

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે -કલાપી જાન્યુઆરી 21, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
9 comments

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની! (વધુ…)

મુક્તપંચિકા: કન્હૈયો જાન્યુઆરી 17, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.
10 comments

ba83.jpg

*

કરે તું મને
પગપ્રહાર,
બનાવે જો સુંદર
ફરી, તો બનું
હું પણ કુબ્જા! 

*

રાધા રિસાઇ
કુંજગલીમાં,
ને કાનો મથુરામાં,
મનાવે હવે
કોણ? કોને? ક્યાં?

*

હે રણછોડ!
બતાવ મને-
આ જીવનરણેથી
ભાગી હું, કઇ
દ્વારીકે જાઉં?

* * *

ઊર્મિસાગર

*

તું તો પતંગ ને હું દોર -રમેશ પટેલ(પ્રેમોર્મિ) જાન્યુઆરી 15, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
3 comments

 kite1.jpg

(ઉત્તરાયણની શુભેચ્છાઓ સહ)

સખી રે મારી તું તો પતંગ ને હું દોર,
કાપી ના કાપે એવી જોડ…

તારે તો જાવું પેલા, અંબરને આંજવાને
મારી રે સાથે જોડાજોડ…

તું તો પતંગ રંગ ઘેરો ગુલાબીને
મારો રે રંગ છે અજોડ…

તારો રે ઘાટ મને મનગમતો મળીયો ને
તુંથી બંધાયો હું અજોડ…

તેં તો તારે માથે ફૂમતાં લટકાવીયાંને
મારો એ માંજો અજોડ…

તું તો અનંત આભ ઊડતી ને ઊડતી
છોડે ના સંગ તું અજોડ…

* * *

કહેવાય નહીં -ઊર્મિસાગર જાન્યુઆરી 12, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
3 comments

 hpim0111.JPG

ઊર્મિનાં ઝરણાંઓ કયારે ઝાંઝવા બને કહેવાય નહીં,
ઝાંઝવાનાં રણમાં કયારે ફૂટે ઊર્મિ-ઝરણ કહેવાય નહીં.

પ્રણયમાં હજીયે મળે છે મને એક એની ઉપેક્ષાનું દર્દ,
એના બારણા પણ ક્યારે એ વાસી દે કંઇ કહેવાય નહીં.

જીવનની આ અશોકવાટિકા ત્રિજટાવિહોણી થઇ છે હવે,
અશોક પણ ક્યારે સીતાને દઇ દે અંગાર, કહેવાય નહીં.

મનસૂબો કર્યો છે સૂર્ય અને ચંદ્રએ, ગ્રહણને ન ગ્રહવાનો,
ટમટમતાં તારલાઓને હવે લાગે ગ્રહણ તો કહેવાય નહીં.

છે આખરે તો બુધ્ધિજીવી વર્ગનું એક પ્રાણી- આ માણસ,
પાનખરમાં પણ કદીક મહેંકાવે વસંતને, કહેવાય નહીં

માનવીનો છે ક્યાં ભરોસો? બનાવે છે એ ખુદનેય અહીં,
ભગવાનને પણ ક્યારે એ બનાવી દે, કંઇ કહેવાય નહીં.

અચરજ છે, ફૂટતાં ક્યાંથી આ ઝરણાં શબ્દોનાં આપમેળે?
ઊર-પાતાળે જ કોક’દી એ સૂકાઇ જાય તો કહેવાય નહીં.

ઇચ્છા તો છે કે સદા ભરતી જ રહે મુજ ઊર્મિના સાગરમાં,
પણ તારી ઊર્મિમાં ય હવે ક્યારે આવે ઓટ, કહેવાય નહીં.

* * *

‘સહિયારું સર્જન’ પર ‘કહેવાય નહીં’ વિષય પર લખેલી રચના…

* * *

ઊર્મિસાગર

*

કહેવાય નહીં -અમૃત ‘ઘાયલ’ જાન્યુઆરી 12, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
5 comments

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહીં,
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં.

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં,
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં. (વધુ…)

આવી ગયો હઇશ! -જવાહર બક્ષી જાન્યુઆરી 12, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
1 comment so far

જ્યારે હું તારા ખ્યાલમાં આવી ગયો હઇશ,
દુનિયાથી દૂર, આપમાં આવી ગયો હઇશ.

આપું નહીં હું આમ કદી કોઇને વચન,
નક્કી હું તારી વાતમાં આવી ગયો હઇશ. (વધુ…)

મારામાં કાંકરી ખૂંચે છે! -હર્ષદ ત્રિવેદી જાન્યુઆરી 10, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
5 comments

lakeview.JPG 
(Lake George…     view from the mountain…     8/22/2005)

કોઇ સપનામાં ઊગે છે સૂરજની જેમ, અને મારામાં કાંકરી ખૂંચે છે!
પાંપણ ઢળે તો કહે અંધારું કેમ? અને મારામાં કાંકરી ખૂંચે છે!

એકાંતે હોય તોય એકલાં નહીં, ને છતાં મેળો કહેવાય એવું કાંઇ નહીં,
આવનારાં આવે ને જાનારાં જાય, તોય પડવા દેવાની કોઇ ખાઇ નહીં; (વધુ…)

નિખાલસ સાગર જાન્યુઆરી 8, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
6 comments

 foamy-waves.jpg

હું સાગર- ખારો !
હા, તારા મિલનમાં

થઇ ગ્યો’તો,
થોડો મીઠો
ને મધુરો…
પણ હવે?!
હવે ફરી-
હું મારી
જાત
પર
આવી ગયો છું!!

* * *

ઊર્મિસાગર

*

છાનું રે છપનું કંઇ થાય નઇ -અવિનાશ વ્યાસ જાન્યુઆરી 4, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
8 comments

છાનું રે છપનું કંઇ થાય નઇ, થાય નઇ,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ… છાનું રે છપનું…
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ…  છાનું રે છપનું… (વધુ…)

એ શું હતું? જાન્યુઆરી 3, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
6 comments

 facial_expression.jpg

સોંસરવું ગયું જે હૈયાની આરપાર, એ શું હતું?
મારા મનને વાગ્યું કૈંક ધારદાર, એ શું હતું?

આવી’તી જે, એ તો હતી તારી રખડેલ યાદ,
સંગ લાવી’તી કૈંક વજનદાર, એ શું હતું?

આવ્યું હતું જેવું, એવું જ ગયું એ સપનું- કોરુ,
કોરી આંખોમાં રહ્યો જે નિખાર, એ શું હતું?

ગરજ્યો ખૂબ પણ વરસ્યો નહીં જરાયે એ,
અંગઅંગમાંથી વહ્યો જે નિતાર, એ શું હતું?

ખબર હતી કે નહિં આવશે એ મહેફિલમાં,
ડોકાયું મુજમાં કો’ક વારંવાર, એ શું હતું?

હતી શબ્દોમાં રુક્ષતા ને અવાજે ઉપેક્ષા,
સંભળાયા’તા જે અંતરના તાર, એ શું હતું?

હતું આંખોમાં બંધ, એક શમણું- રિસાયેલ,
તોયે દીસ્યું’તું કૈંક અપરંપાર, એ શું હતું?

આમ તો ખાલી જ હતો મુજ ઊર્મિનો સાગર,
હતો ભરતી ને ઓટનો અણસાર, એ શું હતું?

* * *

ઊર્મિસાગર

*

વ્હાલમની વાતો -ભાસ્કર વોરા જાન્યુઆરી 2, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
8 comments

વ્હાલમની વાતો કાંઇ વ્હેતી કરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા, (વધુ…)