jump to navigation

અમારું નવું ઘર… ઊર્મિસાગર.કોમ (urmisaagar.com)!! જૂન 9, 2007

Posted by ઊર્મિ in અન્ય, ઊર્મિનો કલરવ.
23 comments

Dear friends,

Today, 10th June is the First Birthday of my blog Urmi no Saagar, and I am very happy to announce that, I have now shifted my blog to my own domain….

www.urmisaagar.com

(Please note that urmisaagar with two ‘a‘ not one…  )

મિત્રો, તમને ખ્યાલ હશે જ કે ‘ઊર્મિનો સાગર’ બ્લોગ પર હું મારી સ્વરચિત રચનાઓ અને મને ગમતાં અન્ય કવિઓનાં કાવ્યો પ્રસ્તુત કરતી હતી.  મારી નવી વેબસાઇટ ઊર્મિસાગર.કોમ પર મેં આ બંને વિભાગોને અલગ અલગ બ્લોગ બનાવીને રજુ કર્યા છે… આશા છે કે તમને ગમશે!  (જો કે, મુખ્ય વેબસાઇટ પર હજુ પણ ઘણુ કામ બાકી છે… અને ઘણી સગવડતા પણ આપવાની છે, જે અનૂકુળતા મુજબ હું જરૂર પૂરી પાડીશ… અને એ માટે આપ સૌના અભિપ્રાય પણ આવકાર્ય છે!)

આજથી ‘ઊર્મિનો સાગર’ એ માત્ર મારા અંતરની ઊર્મિનો સાગર જ બની રહેશે… અર્થાત્ ‘ઊર્મિનો સાગર’ એટલે મારા સ્વરચિત કાવ્યોનો -મારા ઊર્મિકાવ્યોનો બ્લોગ!   

…અને ‘ગાગરમાં સાગર’ એટલે મને ગમતી બીજા કવિઓની રચનાઓનો બ્લોગ.

આ એક વર્ષની સફરમાં ઘણા સ્નેહી-મિત્રો અને વડીલોનો ખૂબ જ સહકાર, આશિર્વાદ અને માર્ગદર્શન મળ્યા છે… વાંચકમિત્રોનું ઘણું પ્રોત્સાહન પણ મળ્યું છે… અને એ માટે હું સૌની ખૂબ જ આભારી છું…  સાથે સાથે એ હંમેશા મને મળતા રહેશે એવી આશા પણ રાખું છે !! 

સસ્નેહ, ઊર્મિસાગર…

* * *

કારોબાર રાખ્યો તેં – મનોજ ખંડેરિયા જૂન 4, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, ગઝલ.
15 comments

over_water.jpg 
(મને અદ્ધર રાખ્યો તેં….. Lake George, NY- 8/23/’05)

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

* * *

કવિ પરિચય

*