jump to navigation

મરવા પણ નથી દેતા -બેફામ ઓક્ટોબર 15, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં.

                           * * *

બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી 
 

Advertisements

ટિપ્પણીઓ»

1. સુરેશ જાની - ઓક્ટોબર 16, 2006

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

બધા શેર સરસ છે , પણ આ સૌથી વધારે ગમ્યો. ઇશ્વર પર બહુ સરસ વ્યંગ છે. જો ઇશ્વર સર્વ શક્તિમાન હોય તો સેતાન કે દુઃખ કે બુરાઇનો સંપૂર્ણ નાશ કેમ નથી કરતો?

2. વિવેક - ઓક્ટોબર 16, 2006

સુંદર ગઝલ…

3. amit pisavadiya - ઓક્ટોબર 16, 2006

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં.

વાહ !

4. Bhavin - ઓક્ટોબર 17, 2006

Very Nice Gazal !!

5. dipankar naik - ઓક્ટોબર 20, 2006

REALLY BEAUTIFUL, ESPECIALLY THE MAKTA,

BARKAT VIRANI HITS U IN THE GUTS.

6. Hitesh Gohel (Jamkhambhalia) - માર્ચ 1, 2007

Toy Ketlu Thki Javu Padyu Befam,
Nahi to Rashto Hato Ghar Thi Kabar Sudhi No.

7. Hitesh Gohel (Jamkhambhalia) - માર્ચ 3, 2007

Etlu Nahi K Ame Keval Tamara Thai Gya,
Tamara Thai Gaya To Ekdhara Thai Gaya
Thai Gayo Chand A Jo Aapno Chehro Hato,
To, Hata Nayno Amara K Sitara Thai Gaya,
Jya Sarya Smit Tamara Tya Phool Kyara Thai Gaya,
Jya Aansu Srya Amara Tya Fuvara Thai Gaya,
Kaink Vadhare Pamvani Me Aash Rakhi’Ti,
Kintu, Aa To Vednaoma Vadhara Thai Gaya,


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: