jump to navigation

શું વળે? -શિવજી રૂખડા મે 23, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, ગઝલ.
trackback

sheep_meadow_sky_2.jpg

વાત બીજે વાળવાથી શું વળે?
ને હકીકત ખાળવાથી શું વળે?

આપણે તો આપણે, બસ આપણે,
જાત બીંબે ઢાળવાથી શું વળે?

ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા,
સૂર્ય આખો ચાળવાથી શું વળે?

દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે,
ડાળખી ફંગોળવાથી શું વળે?

આપણો વિસ્તાર છે ફળિયા લગી,
ગામને ઢંઢોળવાથી શું વળે?

આંખ છે ખુલ્લી અને ઝોલે ચડ્યા,
દીપ ઝળહળ બાળવાથી શું વળે?

* * *

ટિપ્પણીઓ»

1. pravinash1 - મે 23, 2007

જિવન છે અણમોલ સખી કિરતારની ક્રુપા ઘણી
હસતાંકે રડતા જીવવું ફરિયાદ કરવાથી શું વળે

2. વિવેક - મે 24, 2007

આખી ગઝલ જ અદભૂત છે…. બધા જ શેર સ્પર્શી જાય એવા છે.

આપણે તો આપણે, બસ આપણે,
જાત બીંબે ઢાળવાથી શું વળે?

દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે,
ડાળખી ફંગોળવાથી શું વળે?

3. પ્રતીક નાયક - મે 24, 2007

ખરેખર સરસ છે…

4. કુણાલ - મે 24, 2007

દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે,
ડાળખી ફંગોળવાથી શું વળે?

આ શેર વાંચીને એક ઉર્દુ શેર યાદ આવ્યો..

सोच कर आओ, कू-ए-तमन्ना है ये,
जान-ए-मन जो यहां रहे गया रहे गया…

ખુબ સુંદર ગઝલ…

5. haru-ketu - ઓગસ્ટ 8, 2009

ati sundar…………

6. haru-ketu - ઓગસ્ટ 8, 2009

its realy wonderful RACHANA

7. bharat vinzuda - જુલાઇ 11, 2010

Saras gazal chhe aa.

8. Anil Shah.Pune - ડિસેમ્બર 13, 2020

ટાળવાથી વાત ટળી જશે,સમય નહીં,
તું, તારું આવવું ટળી જશે, પ્રણય નહીં,
તોય તને હું ટાળી નહીં શકું,કસમથી,,
તું જ છે નજરો સામે, બીજું દશ્ય નહીં,,,,,


Leave a comment