jump to navigation

ડાળખી એપ્રિલ 23, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કથાકાવ્યો.
9 comments

daadakhee2.jpg 

(બરફવર્ષાથી કેમ બચું? મારી છત્રી કાણી છે…  માર્ચ 16, 2007 )

નવા ઘરની બારીમાંથી
રોજ જોયાં કરું છું હું,
એને-
કેવી વળગી રહી છે એના ઝાડને એ ?!
ક્યારની હશે એ આમ ?!

સરસરાહટ છે હજી,
પણ પાંદડું એકેય નથી;
કેટલી નાજુક છે હજી,
પણ કુંપળ એકેય નથી !
જાણે, જીવંત જ નથી !

હા, મમતા હજી જીવંત છે.
જુઓને,
વિખુટા પડવાની વાતને
એણે,
ક્યાં સ્વીકારી છે ?!

એટલે જ તો,
ભલે ને કેટલાયે…
તોફાનોની જીક એણે ઝીલી છે,
વરસાદમાં એ પોતેય વરસી છે,
હિમવર્ષામાં એય થથરી છે,
તોયે હજી
એ વળગી રહી છે…
લટકી રહી છે…

હું રોજ અટકળ કરું છું કે-
પવનદેવ સાથેના જંગમા
આજે એ હારી જશે,
આજે જરૂર પડી જશે…
પરંતુ મને ખોટી પાડતી એ-
રોજ જ જીતે છે !

આજે,
અચાનક, જોઉં છું તો-
મારાં જ દર્શન મને કરાવતી એ,
દર્પણ બની ગઈ છે !

હવે મને ખાત્રી છે, કે
જ્યારે પણ હું બારી ખોલીશ-
ત્યારે,
મંદ મંદ હસતી,
ઝૂલતી ને ડોલતી,
મને ખોટી પાડતી,
એ ત્યાં જ હશે…
સદાય!!

* * *

ઊર્મિસાગર

*

અસ્તિત્વનાં ટુકડા નવેમ્બર 29, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કથાકાવ્યો.
3 comments

sunset.jpg 

સવારે ઉઠીને મેં અરીસામાં જોયું, તો આ શું? 
સામે કેમ હું દેખાતી ન્હોતી?!!
હું વિચારી રહી…!
અરીસામાં ખુદને શોધવા મથી રહી…
અને એજ મથામણમાં પહોંચી ગઇ
અરીસાની પેલે પાર હું…
સંભારણાની બે પાંખો ફૂટી આવી હતી મને,
અને હું ઉડી રહી હતી… (વધુ…)

અપેક્ષિત પ્રેમ ઓક્ટોબર 17, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કથાકાવ્યો.
9 comments

પ્રિયતમ મારા…!!
હું નથી રાધા કે નથી મીરાં!
હા, એમનો અંશ જરૂર છું હું,
પણ સાચું કહું, રાધા કે મીરાં નથી હું!
તમે જ મારા શ્યામ છો, કબૂલ!
મને પણ અનહદ પ્રેમ છે, એય કબૂલ!
હું ચાહું છું તમને અંતરનાં ઉંડાણથી, બધુંયે કબૂલ!
પરંતુ મારો પ્રેમ નિરપેક્ષ નથી… (વધુ…)

‘હવે બધું જ આવી ગયું!’ ઓક્ટોબર 2, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કથાકાવ્યો.
10 comments

જૂનું ઘર –
છૂટી જવાનું હતું હવે એ થોડી જ પળોમાં
સામાન બાંધવાની જ્યાં શરૂઆત કરી,
ત્યાં જ બાલમુકુંદ દવેની કવિતા યાદ આવી,
જુનું ઘર ખાલી કરતાં
અને એની સર્વ સંવેદનાઓ જાણે મારામાં આવી ભરાણી
અમારું પ્રથમ ઘર, જેમાં આવ્યાતા અમે ખાલી હાથે
પણ હવે એમાં કંઇ પણ સમાતું નહોતું,
ન સામાન, ન સંભારણા! (વધુ…)