jump to navigation

સ્વરચિત રચનાઓ

* * * * * * * * *   

©  અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે.

۞  Disclaimer : This blog is not for any commercial purposes.

* * * * * * * * * 

મારી સ્વરચિત રચનાઓની લિંક્સ નીચે મુજબ છે જે આગળ આજ બ્લોગ ઉપર ‘ઊર્મિનો કલરવ’ વિભાગમાં પોસ્ટ કરેલ છે:

*

કાવ્યો/ગઝલો:

સમય
શબ્દો ભિંસાયા કરે
નહિંતર તો –
જાણવાનો ભરમ
સંબંધ વિનાનો ગાઢ સંબંધ
ચાલને, કવિતાનો ‘ક’ જરા ઘુંટીએ
ખીંટી સમ જડાયો છું
કોણ માનશે?
હાલને, જઇએ દેશમાં દોડી…
હું તો ન માંગુ!
તું છે સૂરમય

સાગર ભર્યો છે મારી ભીતર

પાયણાં (પત્થર)
એક છોકરી

અમારે હવે બોલવું નથી…
હું ઊર્મિની એક કઠપૂતળી
એ શું હતું?
કહેવાય નહીં
તો શું ફર્ક પડ્યો?
જ્યારે પુછ્યું તમે, કેમ છો?

પ્રેમ એટલે-  (1-હાઇકુ, 1-મુક્તક, 1-કાવ્ય)
એ પ્રેમ છે!
આ ક્ષણને માણો!

લઘુકાવ્યો:

આત્મહત્યા
પ્રેરણા 
હજીયે અકબંધ છે! 
નાનું સર્જન 
વિશ્વામિત્ર સમ અચળ– 
કૌતુક
દરિયા કિનારે ચાલતા ચાલતા
રણનેય નિચોવી શકું
હથેળીની એક રેખા
હિમ-ક્ષણો

ભવ્ય ઇમારત
નિખાલસ સાગર
વૈશાખનો વરસાદ

લે’રખી
ઈચ્છા-મુક્તિ?
આજ્ઞાંકિત મન

ગલૂડીયાં
બુદ્ધિ અને લાગણી

મુક્તકો/શેર:

પ્રેમનું ગણિત 
સ્મરણોનું રણ 
અસ્તિત્વ 
ઊર્મિનાં મુક્તકો – ૧ 
વિમુખતા
મૈત્રીની સગાઇ
થોડા શેર: તું અને હું…
ઊર્મિ મુક્તકો – ૨
એક સ્વજન-દંપતિના લગ્નની ૨૫મી વર્ષગાંઠે… (એક મુક્તક)
મુક્તક: વિવેક છે!

કથાકાવ્યો:

‘હવે બધું જ આવી ગયું!’ 
અપેક્ષિત પ્રેમ
અસ્તિત્વનાં ટુકડા

ડાળખી

મુક્તપંચિકા/હાઇકુ:

મુક્તપંચિકા: પ્રથમ પ્રયાસ
મુક્તપંચિકા: મનની અટકળ

હાઇકુ-૧
 
મુક્તપંચિકા: તાપીમાં આવેલા પુર ઉપર
મુક્તપંચિકા: કન્હૈયો
  
હાઇકુ – 2 : ફાગણ અને હોળીનાં રંગો
મુક્તપંચિકા: સમય

!! જય ગુર્જરી !!

*

ટિપ્પણીઓ»

1. ધવલ - જૂન 17, 2006

ભરેલાં મનની ફરીયાદ હતી,
‘મને કયારે ખાલી કરીશ તું?’

સરસ વાત !

2. વિવેક - જૂન 17, 2006

તારામાં ક્યાંક ખોવાઇ ગયેલી હું,
મળી નહીં ક્યારેય પાછી મને હું.

ભરેલાં મનની ફરીયાદ હતી,
‘મને કયારે ખાલી કરીશ તું?’

-બંને શેર શેરિયત અને ખયાલ-એ-હુસ્નથી ભર્યા ભર્યા છે… જો છંદ શીખી લેવામાં આવે તો ગુજરાતી સાહિત્યની આવતીકાલ અવશ્ય રાહ જોઈને બેઠી છે…. ગુજરાતી બ્લૉગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત!

3. ધર્મેશ - જૂન 17, 2006

ઉર્મિ દ્રારા ઉર્મિઓનું ઉર્મિલ ઉર્મિવહન!!! કોઇ પણ ઉર્મિઓ ના આ વહેણ માં તણાયા વિના રહે તો જ નવાઈ!!
a great start..
deegujju.blogspot.com

4. Jayshree - જૂન 17, 2006

Really its heart touching..!!

5. સુરેશ જાની - જૂન 20, 2006

બધી જ રચનાઓ ઘણી જ સુંદર છે. પણ વડીલ તરીકે સલાહ આપતાં ખચકાતો નથી. વિવેકે કહ્યું છે તેમ છંદ બદ્ધ કે ગાઇ શકાય તેવા ઢાળમાં કવિતાના ભાવો મઠારવાની જરૂર છે. હમણાં જ ડો. વિનોદ જોશી અમારે ત્યાં આવ્યા હતા. તેમણે કહ્યં હતું કેમ અછાંદસ કવિતા લખવી વધારે મૂશ્કેલ હોય છે. છંદ બદ્ધ કવિતા લખવાની સારી એવી ફવટ આવી હોય તેણે જ્ અછાંદસ લખવાની વૃત્તિ રાખવી જોઇએ.
મને પણ કાંઇ છંદ શાસ્ત્ર આવડતું નથી. પણ મેં મારી પોતાની રીત સફળતાથી અજમાવી છે. હું બહુ જ ઓછું લખું છું , પ્પણ જ્યારે લખું છું ત્યારે નીચેના પગલાં પ્રમાણે આગળ વધું છું:-
1. લખવાની પ્રેરણા થાય ત્યારે જ લખવું. તે સિવાય લખવા ખાતર કદી ન લખવું
2. સૂઝ્યા હોય તે મુદ્દાઓ ગદ્યમાં પહેલાં લખવા.
3. પછે કોઇ જાણીતી કવિતા કે ગઝલનો ઢાળ બેસાડીને પહેલી કડી તે ઢાળમાં લખવા પ્રયત્ન કરવો.
4. બાકીની કડીઓ તે જ ઢાળમાં લખવી. એકાદ શબ્દ બરાબર ન બેસતો હોય તો પણ કડી લખી નાંખવી.
5. ચાર પાંચ કદીઓ લખાશે પછે તમને પેલા નહીં બેઠેલા શબ્દો ખૂંચ્યા કરશે. દરેક કડી તમારા મનમાં ગાઇ જોશો એતલે તરત જ સમજાશે કે ક્યાં ખોટું છે.
6. જ્યાં જ્યાં આવું ખોટું હોય ત્યાં શબ્દરચના થોડી બદલશો એટલે ધીરે ધીરે છંદ બેસતો જશે. ઘણી વાર તો મારે ચર પાંચ વાર કડી લકવી પડે- જ્યાં સુધી મને સંતોશ ન થાય – સ્વગત ગાવામાં

બહુ સલાહ આપી દીધી. ખોટું લાગ્યું હોય તો માફ કરજે. હું આવી સલાહ આપવા માતે અધિકારી નથી, પણ તું કામમાં વ્યસ્ત હોવી છતાં ભાષા માટે આટલો પ્રે, ધરાવે છે એટલે લખ્યું છે. \
Wish you best luck. You have Bhaav – Add form . Then it will become Kavitaa.

6. સુરેશ જાની - જૂન 20, 2006

ઘણી બધી ભૂલો મારી કોમેંટમાં છે . વિવેક માસ્તર જોશે તો ડંડો મારશે !!! ભૂલ ચૂક લેવી દેવી . ( આ ધ્રુવ પદ વાળું કાવ્ય ડો. વિનોદ જોશી પાસેથી તેમના મુશાયરામાં હમણાં જ સાંભળ્યું હતું. )

7. વિવેક - જૂન 20, 2006

પ્રિય સુરેશભાઈ,
હજી તો તમારી ગઝલ કેવી રીતે લખવી એ વાત વાંચીને અહોભાવ જ અનુભવતો હતો ત્યાં નીચે બીજી કૉમેંટમાં માસ્ટર કહીને તમે મારી હવા જ કાઢી નાંખી…
તમારા આ સ્નેહનો સદૈવ ઋણી રહીશ. ગઝલ લખવા અંગે આપેલી આપની સલાહ અત્યંત ઉત્તમ અને વ્યવહારૂ છે. એ ઉપરાંત શાસ્ત્રીય રીતે છંદ શીખવા માટે ધવલે આપેલી આ લિંક વાપરી જોશો.

http://www.dhavalshah.com/wp/?cat=22&submit=view

-વિવેક

8. Urmi Saagar - જૂન 20, 2006

પ્રિય સુરેશઅંકલ,

તમારી સલાહ ઘણી જ સરસ છે. જેમાંથી નવું નવું જાણવા અને શીખવા મળે એ વાતનું તે કદી ખોટું લગાડાતું હશે? તો તો ખોટમાં પણ હું જ જાઉં ને?! તમારી સલાહનો જરૂરથી ઉપયોગ કરીશ.

બીજુ એ કે જ્યારે હું પાનું પોસ્ટ કરું છું ત્યારે બધું ફોર્મેટ ખોરવાયા કરે છે, જેને કારણે કદાચ તમે વાંચેલી નાની નાની થોડી કડીને એક આખી કવિતા સમજી લીધી હોય જે ખરેખર જુદી જુદી જ છે. મેં ફોર્મેટ ફરી સરખું કર્યુ છે, આશા છે કે હવે બરાબર વંચાય. તકલીફ માટે માફી ચાહું છું.

9. pranav trivedi - ઓગસ્ટ 2, 2006

gooooooood keep it up!

10. ujas - ઓગસ્ટ 5, 2006

dear urmiben,
saw your blog.really very nice,congrats .keep it up.
nilam doshi from calcutta

11. Nilay Parikh - ઓગસ્ટ 11, 2006

VERY NICE,
I AM NILAY PARIKH FROM BANGALORE.

12. digambar swadia - ઓગસ્ટ 11, 2006

REALLY INSPIRING. I WISH I COULD POST MY COMMENTS IN GUJARATI WHICH IS MY MOTHER-TONGUE,TOO. URMISAGAR SEEMS TO BE FULL OF POTENTIALITIES AND WE, THEIR FRIENDS AND WELL-WISHERS,MUST ENSURE TO BRING THEM OUT TO THEIR BEST.WE LOOK AHEAD FOR MORE CREATIONS AND MORE RECREATIONS FROM YOU.

13. Neel - ઓગસ્ટ 25, 2006

પહેલા તો મારા બ્લોગની મુલાકાત બદલ આભાર..
બીજુ તમને કહેવાનુ કે આમતો મને આ બ્લોગ શરુ કરવાની ઇચ્છા ઘણા સમયથી હતી
પણ મારુ ગુજરાતીનુ અલ્પજ્ઞાન મને નડતુ હતુ…પણ આખરે હિઁમત કરી ને આ બ્લોગ શરુ કરીયુઁ

મિત્રો.. હુ કવિ તો નથી..પણ એક કવિ ને સાંભળી શકે એવુ હ્રદય જરુર ધરાવુ છુ… અને
મારી માત્રુભાષાને દુનિયા સમક્શ રજુ કરવાની હ્રદયમાં ઇચ્છા જરુર ધરાવુ છું… અને મારો આજ
જુસ્સો મને આ બ્લોગની દુનિયામાં તાણી લાવ્યો છે…

મારી માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે અલ્પજ્ઞાન હોવા છતા પણ આ બ્લોગ શરુ શકાયુ છે..
પણ મને મારા બ્લોગ માટે આપ સહુની મદદ ની આવશ્યક્તા છે… જો આપ સૌ મિત્રો મારા
બ્લોગ પર આપના મુક્તક, કાવ્ય, લેખ, વાર્તાઓ વગેરે પોસ્ટ કરશો તો મારા બ્લોગ ને હુ
સફળતાપૂર્વક ચલાવી શકીશ, અને હુ આશા કરુ છુ કે મારા ગુજરાતી મિત્રો મને નિરાશ નહિ કરે..

14. કસુંબલ રંગનો વૈભવ - સપ્ટેમ્બર 23, 2006

really good job……exellent…..maaj aavi gayi honke

aap je kam kari rahya chho a gujarati bhashane …..char chand lagadi dechhe………

good job really

15. rdgujarati - જૂન 16, 2006

welcome to the world of gujarati blogs

good start
best wishes.

from :
mrugesh shah
editor
http://www.readgujarati.com

16. manoj koradiya - ઓક્ટોબર 15, 2006

કોઇ એ પુછ્યું,
શાને ઊડડો છો જિંદગીને ધુમ્રપાન માં
શાને ડુબાડો છો જિંદગી ને મદ્યપાન માં
જીવો જિંદગી ને ગુલતાનમાં

મેં કહ્યું,
આ બધું તો છે બેવફા જિંદગી ના માન માં

17. hardiktank - ઓક્ટોબર 30, 2006

Urmiji,

Thanks for putting link to my blog.

Rgds,
Hardik

18. Bharat Pandya - નવેમ્બર 7, 2006

જેમાં મિલનના હોઠે જુદાઇનાં ગીત હો.
aa MILAN NU malin thai jaay evi guj. bhaashaa maa lakhvano agrah sha mate ? lakhata lakhata a.N gaLa dukhi jaay chhe.vare vare delete ane back karvu pade chhe.Vaa.Nchiye tyaare ka.NtaaLo ave chhe.Sundar gazal paN filli laage Che.Roman lipi no Chhoch na rakhi ne aam lakho to bhaashaa paN vadhu vanchaashe, ne vikasashe.
avivek laage to maaf karsho.

19. KAVI - માર્ચ 23, 2007

its great to meat ppl of same choice through net and share the words….
thanks for ye comment on my poems on readgujarati.
thank u
-KAVI

dharmesh patel - ફેબ્રુવારી 9, 2010

gujarati mane game che..jyarthi aa sight par visit kari…gujaratio mane gamva lagya…

20. Gaurang Thaker - એપ્રિલ 8, 2008

Urmiben, Best of luck.Your name is very good.The origin and destiny of poetry is Urmi.So keep yr heart sound meter will follow you.

21. Jitendra MAcwan - મે 28, 2009

રેશમી મિત્રતાના એ તાણા-વાણા ઉરમાં હજી તાજા છે;
ઝાકળની બૂંદ જેવા મીઠા સહવાસ આંખોમાં હજી તાજા છે,

આપણે તો એમજ મળતા, ને દરરોજ પ્રસંગ રચાઇ જતો;
એ પ્રસંગોના પડછાયા, લીલી જમીન પર હજી તાજા છે,

જોરથી વિંઝાતો સમયનો પવન, ભલે ગમે ત્યાં લઇ જતો;
આપણી મિત્રતાના તંબુમાં, પરસ્પરનાં હેત હજી તાજા છે,

કોઇ બહાનું મળતું ને એમજ બોલાબોલી કરી રિસાઈ જતા;
કોલેજમાં વિતેલા ધમાલ મસ્તીના એ દિવસો હજી તાજા છે,

ભલે દિવસો, મહિનાઓ ને વરસોનાં વ્હાણાં વહી જતાં;
મનુભાઇની કેન્ટીન અને કેન્ટીનના એ પફ હજી તાજા છે.

લિખિતંગ… જેકસન

22. prabha - જૂન 14, 2010

for the first time i visited this site and i felt very happy while going through it.i had never imagine that i would get to read such wonderful ‘kavyo’!
prabha.

23. jagdish parmar - ઓગસ્ટ 5, 2010

urmi ek sari bhavna thi hraday thi karayelu karya anek hraday sudhi asar kare chhe,amathi hu pan bakat rahyo nathi .swarachit ane sanklit sahity vahetu karva badal abhinandan, ane ama thi thoda bund mane pan bhinjvi gaya chhe e mate abhar

24. Pankaj Shah - ડિસેમ્બર 12, 2010

Gazal Garima – 2010 Mate Tamam Gazalkar Mitrone Be Navinakkor Gazal Moklva vinanti.

25. Rashmin Dattani - ફેબ્રુવારી 2, 2011

હું આશાવાદીછુ…..

તૂટેલી માળાના મણકા એકઠા કરુ છું

ફરી તેની માળા બનાવી શકીશ

……………………તેવી આશાથી.

ઘાંસની વાંકી વળી ગયેલી તૃણૉમા શૉઘૂં છું

ભૂતકાળના પદચિનહૉની યાદૉને સમેટવા.

તૂટેલા શમણના ભંગાર સમૃતીપટના

જીગસૉમા ગૉઠવવા મથુ છું.

છૂટેલા આપ્તજનૉને મળવા

ઘડીયાળનાકાંટા પાછળ લઈ જવા મથુ છું.

મને નિષ્ફળતાનૉ ડર નથી

હું હજીયે આશાવાદી છું .

-Rashmin 1…1975

LAXMIKANT THAKKAR - ફેબ્રુવારી 16, 2011

Shabdo saathe prem!chaav lagaav common L I N K…
Rasiyo… chhu! Etale…”Kaink” exchange karu chhu.
થઈ ગયો
‘કવિતા’ છે સંજીવની-તત્વ,હું એનો થઈ ગયો,
સહેજ એનો સ્પર્શ થયો,ખુશીતરંગ થઈ ગયો
એમ વિસ્તરીને હું તો ફૂલ-સુગંધ થઈ ગયો,
અને પછી વાતાવરણ હું નિર્બંધ થઈ ગયો.
લહેર લાલ લોહીની નસનસ અનંત થઈ ગયો!
ઠર્યો ભીતરમાં તો,સરલ જલ-તરંગ થઈ ગયો.
શ્વેતલતા,શીતલતા ફોરાંની અનંત થઈ ગયો.
ક્ષણોનો દબદબો સંવારી, હું ઉમંગ થઈ ગયો…
સદા સળગતી શ્વાસોની સતત આગ છે “કઇંક”,
સદા ઝળહળ સૂરજની એમ અનંત થઈ ગયો!

ગુજરાતી લિપિમાં, હિન્દી,ઉર્દુ લબ્જોમાં ‘અંદાઝ-એ-બયાં’
માત્ર લબ્જોપે મત જાઓ, સિર્ફ મતલબ સમજો યાર,
મતલબ સમજકર, મર્મકો પાઓ,ખુદાકા સંકેત સમજો।
વૈસે બિના મતલબ કુછ હોતાહી નહીં,ખુદકો સમજો યાર,
સિર્ફ કહેનેકે વાસ્તે અપની જુસ્તઝૂ હૈ,અપનીઆરઝૂ હૈ,યાર,
મિલે સૂર-સાઝકે સહારે અપના ગાના સબ ગાતે હૈં,યાર,
કુદરતકે કારોબારર્મે કર્મોકે સહારે સબકુછ પાતે હૈં યાર!
બાત કહેનેકા અપના અંદાઝ-એ-બયાં સબ ગાતેહૈં,યાર.
ખુદકા શુકૂન ભીતરકા સબ બાર બાર દોહરાતે હૈં, યાર!
‘જિસકા જીતના આંચલ હો, ઉતના હી સબ પાતે હૈં,યાર!’
કોઈ ભટક કર કોઈ સીધા ,આખિર સબ પહૂંચ હી જાતે યાર।
જિસકી જૈસી જુસ્તઝૂ ,જિસકી જૈસી આરઝૂ જો સહી હો યાર!
તુમ કહેતે:’ખુદામિલ ગયા’,હમ માનતે:”વો પાસ હૈ હી” યાર!
બાત એક હી હૈ,દાયેં ચલો કિ બાયેં,ગોલગોલ ઘૂમના હી હૈ!
ખુદાને ખુલ્લા છોડા ચુનાવ,અપની જુસ્તઝૂ હૈ,અપનીઆરઝૂ હૈ.
ઐસા મૌકા જીવનમેં નહીં આતા બારબાર,મેરે યાર,
ઐસે આદમી આદમી સે દિલસે કહાં મિલતા હૈ યાર?
મિલા હૈ ઉસે અચ્છી તરહ નિભાઓ, મઝે લે લો યાર.
‘એક્સિડેંટ’દુર્ઘટનાહી નહીં હોતી, ’ઘટના’ હી કહો,યાર!
છત્ર જાતા હૈ તો,ખુલા આકાશ ઉડનેકો મિલતા હૈ યાર,
અપની અપની જુસ્તઝૂ હૈ અપનીઅપની આરઝૂ હૈ,યાર!

અર્થ તો કાઢવાની વાત છે,મર્મ તો સમજવાની વાત છે।
અર્થ કરીને બોલો , મર્મ સમજીને ચુપ રહેવાની વાત છે।
અર્થનો અનર્થ પણ થાય,મર્મ સમજી સ્મિતવાની વાતછે,
અર્થને સહી પ્રમાણીએ તો,મર્મ સમજી પામવાની વાત છે।
મૂળ દેખાતો લોચન મનનો ઝગડો, સમજી જવાની વાત છે,
બુદ્ધિની દલીલો, હૈયાના ભાવો વિષે , વિચારવાની વાત છે।
વધુ ઊંડા ઉતરી શકાય,તો,સ્થૂળ-સૂક્ષ્મની પારની વાત છે.
આ તો ભાઈ,ખુલ્લા મન,માન્યતાને પ્રમાણવાની વાત છે.***

પુરૂષાર્થ : “ ચાલો ”

મેં તો બસ ચાલવાનો મનસૂબો કરી ચાલવા માંડ્યું,
પળપળ પોતાની મેળે પંથ ઊઘડતો,કહેતો:”કઈં કરવું”
છેવટે કઈં ના બને તો ચાલતાંરે’વું,બસ ગતિમાં રહેવું
નવું કઈં નઝરે પડશે,મળશે લોક મજાના,મળતારહેવું.
એમ મળતા મળતા ઊઘડતા રહેવું,હસતાં-રમતાં રહેવું,
ક્રમ-નિયમ,બદલાવ,કુદરતી છે,અસહજથી અળગા રહેવું.
કરવાની છે પ્રતીક્ષા માત્ર! ઇન્તેઝાર જેવું કઈં કરતાં રે’વું,
અહીંથી તહીં,આંટાફેરા,ચકરાવા,ચલકચલાણુંરમતારે’વું.

26. Rashmi Gandhi - મે 23, 2011

Monaben,
It was an excited experience to meet you & listen to you at today’s Gujarati Hasya & Ghazal Exravaganza In Los Angels,CA Your voice is deep, firm & sweet. It was a very good program this evening. Dr. Raeesh Maniar, Dr. Vivek Tailor & you all were excellent. I enjoy visiting “Tahuko” regularly for at least last one year, even though I met Jayshree today for the first time in person. I will visit now your web sites regularly. Please convey my congratulations to Dr. Raeesh Maniar & Dr. Vivek Tailor for delivering such a wonderful program to LA audiance – of course , you are not an exception.
Again, it was nice meeting you & knowing you.

Rashmi Gandhi

27. Christin - જુલાઇ 6, 2013

I just could not depart your site before suggesting that I

actually enjoyed the standard info a person provide for your visitors?
Is going to be back often to check up on new posts

28. Kaushik mehta - ઓક્ટોબર 31, 2013

This blog is really good and intresting.Wish sucess and bring new and old poems of Gujrati language.

29. Swetal Bhavsar - એપ્રિલ 28, 2014

Raaga Kafi :

તારા વદન ની સોડમ પ્યારી, તારા વદન ની સોડમ પ્યારી …
તારા વદન ની સોડમ…
કેસર ચંદન ઘોળ્યા ગુલાબે..કેસર ચંદન ઘોળ્યા ગુલાબે…
તોય ન આવે તોલ એ તારી… તારા વદન ની સોડમ…
ચંપકવર્ણી કાયા તારી, ચંપકવર્ણી કાયા તારી… જાય મધુપ બલિહારી વારી….
તારા વદન ની સોડમ પ્યારી, તારા વદન ની સોડમ પ્યારી …

Poem Bandish by : Dr Swetal Dilipkumar Bhavsar – Gujarat


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: