jump to navigation

જૂનું ઘર ખાલી કરતાં –બાલમુકુંદ દવે સપ્ટેમ્બર 27, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback


ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્ધ્રારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !

ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા !

* * *

કવિ શ્રી બાલમુકુંદ દવેની જીવનઝાંખી અહીં વાંચો.

*

ટિપ્પણીઓ»

1. Suresh Jani - સપ્ટેમ્બર 28, 2006

Hello
Please give link of this poem at his profile on our blog. This is his very famous poem and favourite of many like me.
It will be a good ide to give a cross link here too, so that somebody who wants to know about the life of such a great poet can get it in a ‘click’ .
See kavilok.com
Jayesh and Dilip Patel have done very good synthesis like this.

2. Rajendra Trivedi,M.D. - સપ્ટેમ્બર 29, 2006

It is a very moving poem.
Sad but sweet not to forget the pain Behing.
BA BAPU…….
You are a Poet Balmukund Dave, who left many in tears after this Poem.

3. amit pisavadiya - સપ્ટેમ્બર 29, 2006

સ્થળાંતર કરતા થતી વ્યથા અને લાગણી નુ સરસ આલેખન.

4. Manish - સપ્ટેમ્બર 29, 2006

Yes This is excellent poem.

It remind me my Gujarati sir in the school. I still remember how he explained the last line LOH KERI MANIKA….

At that time I had no experiance of changing home. Today, when I am reading, I understand the first portion. Yes, we have many small small useful and useless things, that we notice when we change the home.

At that time, I had no experiance of death of near and dear. Today…..

I ralise that whatever we learnt in school days to score good marks. Either PADYA or GADYA. It was containing NICHOD of life experaice of the creator (autor/poet).

Thanks

5. કલ્પેશ - સપ્ટેમ્બર 29, 2006

ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા !

I could understand the above in bits & pieces
Can anyone explain the above lines in simple words?

6. વિવેક - સપ્ટેમ્બર 29, 2006

શાળાના દિવસો યાદ આવી ગયા…. ઘણો આભાર!!

7. Jaydeep - સપ્ટેમ્બર 30, 2006

સાચી વાત છે, વિવેકભાઈ,
શાળાના દિવસો યાદ આવી ગયા.
આભાર, ઉર્મિ..!
-જયદીપ.

8. બાલમુકુન્દ દવે « ગુજરાતી સારસ્વત પરિચય - ઓક્ટોબર 1, 2006

[…] # રચના  # જૂનું ઘર ખાલી કરતાં […]

9. ‘હવે બધું જ આવી ગયું!’ « ઊર્મિનો સાગર - ઓક્ટોબર 2, 2006

[…] જૂનું ઘર – છૂટી જવાનું હતું હવે એ થોડી જ પળોમાં સામાન બાંધવાની જ્યાં શરૂઆત કરી, ત્યાં જ બાલમુકુંદ દવેની કવિતા યાદ આવી, ‘જુનું ઘર ખાલી કરતાં‘ – અને એની સર્વ સંવેદનાઓ જાણે મારામાં આવી ભરાણી… અમારું પ્રથમ ઘર, જેમાં આવ્યા‘તા અમે ખાલી હાથે – પણ હવે એમાં કંઇ પણ સમાતું ન‘હોતું, ન સામાન, ન સંભારણા! […]

10. hina - માર્ચ 19, 2009

મેં જ્યારે એક ઘર ખાલી કર્યું, ત્યારે મને આ કાવ્ય ખૂબ જ યાદ આવતુ હતું. પણ સાથે સાથે એક વિચાર પણ આવ્યો કે કદાચ મકાન જ જુનૂં થતું હશે-ઘર નહીં.. શ્રી બાલમુકુન્દે મનની વાતને જાણે શબ્દો આપ્યા. અને હા.. સ્કૂલ પણ યાદ આવી ગઇ.

11. Dilip Patwa - એપ્રિલ 5, 2009

“UPADELA DAG PAR SA LOH KERA MANIKA”
Very moving, touching and reminded me my school days when alongwith my friends we sang and almost cried while above last line.

I have vacated four MAKAN and al the time I almost cried remembering ” Upadela dag par sa Loh kerra Manika” Thanks a lot


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: