jump to navigation

ગ્રામમાતા –કલાપી એપ્રિલ 22, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

lady_cutting_sugarcane.jpg

(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

(વસંતતિલકા)
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

(મંદાક્રાન્તા)
ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને, જોતાં ગાતો, સગડી પરનો, દેવતા ફેરવે છે.

(અનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો, બાપુ !’ કહી ઊભો.

(શાર્દૂલવિક્રીડિત)
‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’
બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
‘મીઠો છે રસ ભાએ! શેલડી તણો’ એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !

(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

(અનુષ્ટુપ)
‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,’
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.

(મંદાક્રાન્તા)
કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં

(અનુષ્ટુપ)
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.

(વસંતતિલકા)
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’

(શાર્દૂલવિક્રીડિત)
‘પીતો’તો રસ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

(ઉપજાતિ)
રસ હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !’

(વસંતતિલકા)
પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !

* * *

કવિ પરિચય 

(સિદ્ધાર્થનું મન પરથી સાભાર)

*

ટિપ્પણીઓ»

1. વિવેક - એપ્રિલ 23, 2007

‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.

– આ પંક્તિઓનો ઉપયોગ મેં મારા જીવનમાં નહીં-નહીં તો ય સોએક વાર કર્યો હશે… કલાપીની જે કવિતાઓ નૈસર્ગિક ફોર્સથી જન્મી છે, એ તમામ શ્રેષ્ઠ છે…

2. વિશ્વદીપ બારડ - એપ્રિલ 23, 2007

પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !

“ભાવના એવા ફળ..”- કલાપી પોતે લાઠી( ભાવનગર પાસે) ગામના રાજા..જીવનની બનેલી ઘટના ને સુંદર રીતે કાવ્યમાં રજૂ કરે છે. ભાવુકના હ્રદયમાં ઊંડે, ઊંડે ઊતરી જ્તું આ સુંદર કાવ્ય..ધન્ય છે ” લાઠી”ના દરબાર, ધન્ય છે..કાઠીયાવાડના કવિ ને !

3. જયદીપ - એપ્રિલ 24, 2007

ઊર્મિ,

અનેક વખત આ રચના વાંચી છે, માણી છે, છતાંયે એ જ ભાવ અને રસથી હૃદયનાં તાર આજે પણ ઝણઝણી ઉઠે છે…

-જયદીપ.

4. pravina kadakia - એપ્રિલ 24, 2007

કલાપી ની આ સુંદર કવિતા વાચીને ખૂબ
આનંદ થયો.બાળપણમા ભણી હતી તે
યાદ આવી ગયું.

5. સુરેશ જાની - એપ્રિલ 24, 2007

સરસ કવિતા માટે સરસ ચિત્ર લાવી.

vaibhav kanani - ઓગસ્ટ 14, 2019

12કલાપી ની આ છંદોબદ્ધ કવીતા વાંછી હ્રદરમાં ઊર્મિનો સાગર ઊભરાઇ આવ્યો. અપ્રતીમ…..

6. Rajiv - એપ્રિલ 25, 2007

શાળામાં ભણતા હતા ત્યારે આ ભણવામાં આવતી હતી…
અને દરેક પંક્તિ કોઈ ને કોઈ છંદના ઉદાહરણ તરીકે યાદ રાખી હતી…!

મારી પ્રિય પંક્તિ…

રરહીન ધરા થઈ છે…!

-રાજીવ

7. Deepika Sura - મે 27, 2008

Could you give the whole poets: “uge chee surkhi bhari ravi mrudu” and “rashin dhara thai chhe” please?
These two poems are my favorite, which I was looking for so long!
I really appreciate.

8. Jignesh - નવેમ્બર 22, 2010

i just crazy abt this poet……..
the first four lines …..mind bloing…..

9. Harish - નવેમ્બર 10, 2013

7th standard ma hato tyar thi j aa maru favourite che

10. DIET Gandhinagar - જાન્યુઆરી 3, 2014

ગ્રામ માતા MP3 રાગ સાથે મળે તો વધુ સારુ…

11. nitin bhatt - માર્ચ 21, 2016

varsho pahela aa kavy AMADAVAD -vADODARA RADIO STATION PAR LATE SHRI RASBIHARI DESAI NA KANTHE sambhru hatu , jo koie aa kavy kanthastha swar apyo hoy to jan karva vinnati


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: