નમું તને, પથ્થરને? – સુંદરમ્ સપ્ટેમ્બર 21, 2006
Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ.trackback
નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું :
જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી.
કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરી ઝરી.
તું માનવીના મનમાં વસ્યો અને
તનેય આ માનવ માનવે કર્યો;
મનુષ્યની માનવતાની જીત આ
થયેલ ભાળી અહીં, તેહને નમું.
તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ, સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઇ ત્યાં, બધે જ તું.
તને નમું, પથ્થરનેય હું નમું,
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં.
(27, જુલાઇ 1939)
* * *
આજે ગુજરાતી સારસ્વત પરિચય બ્લોગ ઉપર 100માં સારસ્વત તરીકે કવિ શ્રી સુંદરમ્ ની જીવનઝાંખી મૂકાઇ છે.
કવિ શ્રી સુંદરમ્ ની જીવનઝાંખી વાંચવા માટે અહીં ક્લિક કરો.
* * *
Advertisements
ઈન્દ્રવજ્રા-ઉપેન્દ્રવજ્રા-ઉપજાતિ છંદના મિશ્રણમાં – સરસ કાવ્ય છે.
ગાગા લગાગા લલગા લગાગા
લગા લગાગા લલગા લગાગા
ગાગા લગાગા લલગા લગાલગા
લગા લગાગા લલગા લગાલગા
[…] # ઘણ ઉઠાવ : નમું તને પત્થરને? : સોનેટ […]
સરસ !!!
વંદન શ્રી સુંન્દરમ્ ને.
જત જાણ સારુ …..
આ શેકસ્પીયરશાઇ સોનેટ છે. 4-4-4 અને છેલ્લે બે પંક્તિઓ આવે. છેલી બે પંક્તિઓમાં સામાન્ય રીતે આગળ થયેલા વિચાર વિસ્તારની ચરમ સીમા (Climax) આવે.
સ્કુલના દિવસોમાં શ્રી સુંન્દરમ્ ના કાવ્યો ભણ્યા હતા ..આભાર તે યાદો ને તાજી કરાવા માટે …..
Nice Cretion on Faith
નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું …
-મારામાં રહેલા નાસ્તિકને વર્ષો સુધી આ પંક્તિઓ હું જાતે જ સંભળાવ્યા કરતો હતો… આખી રચના આજે પહેલીવાર જ વાંચી…
આ કાવ્ય સ્કૂલમાં ભણ્યા હતા અને પછી ભણાવ્યુ હતુ.એની યાદ ની મહેક ફરી એક વાર આવી પહોચી.સરસ રચના છે.
બુધ્ધિના ક્ષેત્ર કેરા સીમાડા જયાં અટકી ગયા,
એ પછી ના પ્રદેશને શ્રધ્ધા સંતો કહી ગયા.
I AM VERY PROU OF SUNDRAM.
Please answer IN detail that ‘kavi ne manavtani jit shema lage chhe?”