jump to navigation

ભવ્ય ઇમારત ડિસેમ્બર 21, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
9 comments

wtc.JPG
(Twin towers…WTC, New York)

તારી બેરુખીની ઇંટોથી
ચણાઇને
રોજ વધતી રહે છે-
આપણા અબોલાની
આ ભવ્ય ઇમારત!
અને આ જો તો…!
આજે તો
એ પેલા
વિશાળ ગગનને ય
ભેદી ગઇ છે…!
પરંતુ,
મને ય ખબર છે…
તારા સ્વરની
એકાદ લહેરખી
આવશે ફરી, 
ને થાશે એ ફરી,
કકડભૂઉઉઉસ…!!
…ફરી ચણાવા સ્તો!

* * *

ઊર્મિસાગર

*

તારી ખુદાઇ દુર નથી -નાઝીર દખૈયા ડિસેમ્બર 19, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
11 comments

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી. (વધુ…)

લગે પ્રીત કે બાણ -સંકલિત ડિસેમ્બર 15, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, દુહા, મુક્તકો/શેર.
10 comments

 એક વખત ધોમધખતા ઉનાળામાં પાણીના એક ખાબોચિયા પાસે એક હરણ અને એક હરણીના નિશ્ચેત દેહો પડ્યા હતા.  આ દૃશ્ય જંગલમાં ફરી રહેલી બે સખીઓએ જોયું ત્યારે એક સખી બીજી સખીને પૂછે છે:

ખડા ન દીખે પારધી,
લગા ન દીખે બાણ;
મેં પૂછું તોંસે હે સખી,
કિસ બિધ તજે હૈ પ્રાણ. (વધુ…)

એક સ્વજન-દંપતિના લગ્નની ૨૫મી વર્ષગાંઠે… (એક મુક્તક) ડિસેમ્બર 13, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
1 comment so far

અમારા એક સ્વજન-દંપતિને… આજે એમનાં લગ્નની ૨૫મી વર્ષગાંઠે… ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!

25th_cake.jpg

આજની ઉષા લાવી, તમારો ચાંદીનો દિવસ,
મુબારક હો આપને આ ઝગમગતો દિવસ !
એવું રહો સમૃધ્ધ તમારા દામ્પત્યનું રાજ, કે-
આજ ઊગે- ફરી એકવાર, બની સોનાનો દિવસ!

* * *

English translation of the poetry (muktak) above…

Today’s morning have brought you this Silver day,
Congrats to both of you on this precious day,
May the kingdom of your marriage be as rich,
as it may rise again, someday- as a Golden day!

* * *

ઊર્મિસાગર

*

હું ઊર્મિની એક કઠપૂતળી ડિસેમ્બર 12, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
7 comments

 kathputli3.jpg

હું ઊર્મિની એક કઠપૂતળી, તું મને નચાવતો નટ,
તારા કરમાં હો મુજ દોર ભલે, પણ પડતો મારો જ વટ!
હું ઊર્મિની એક કઠપૂતળી…

શા હાલ થશે મુજ હૈયાનાં કદી આવશે તું જો નિકટ?
જ્યાં નામ જ તારું સાંભળી મારી ઊર્મિ બને નટખટ! 
હું ઊર્મિની એક કઠપૂતળી…

જનમ જનમની કોને ખબર? લે, હાથ પકડ ઝટપટ,
ઓ અલગારી પ્રીતની તારે, શેં કરવી નથી ખટપટ?
હું ઊર્મિની એક કઠપૂતળી…

જો, ‘રે છે સદા ભરતી અહીંયા, મુજ ઊર્મિસાગર તટ,
આ ઊરસાગરનો નૃપ થઇને ય તું રહેતો કોરોકટ!
હું ઊર્મિની એક કઠપૂતળી…

* * *

ઊર્મિસાગર

*

ન્હોતી ખબર મને ! -‘સાદિક’ મન્સુરી ડિસેમ્બર 11, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
5 comments

કાંટાથી પ્યાર થૈ જશે, ન્હોતી ખબર મને,
ફુલોનો ભાર થૈ જશે, ન્હોતી ખબર મને.

માન્યું હતું કે દિલને મળી જશે સાંત્વન,
ભક્તિનો ભાર થૈ જશે, ન્હોતી ખબર મને. (વધુ…)

મુક્તપંચિકા: તાપીમાં આવેલા પુર ઉપર… ડિસેમ્બર 8, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.
4 comments

 surat_flood3.jpg

સૂર્યપુત્રીનો
પ્રકોપ હતો?
કે ધરતીપુત્રોનો?
પૂર આખરે
ઓસરી ગયા!

*

તાપીમાં માત્ર
પાણી છોડાયુ,
ક્યુસેકમાં- પણ આ 
સાથે બીજું શું 
શું વહી આવ્યું?

* * *

ઊર્મિસાગર

*

અમારે હવે બોલવું નથી… ડિસેમ્બર 5, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
13 comments

sad_face_blue.GIF

અમે આજ લગી બહુ બોલ્યાં, સજન! 
અમારે હવે બોલવું નથી…

લાગણીના પડણોને ચીરી ચીરીને,
આ કાળજું અમારે હવે કોરવું નથી,
અમારે હવે બોલવું નથી…

ઊર્મિ અમારી થઇ ગઇ પાણી પાણી,
એ પાણીને પત્થર પર ઢોળવું નથી,
અમારે હવે બોલવું નથી…

પ્રીતની પળો છો ચાલી અમને છોડી,
અમારે પાછળ એની દોડવું નથી,
અમારે હવે બોલવું નથી…

પ્રેમનું આ દર્દ મારા અંતરનો વૈભવ,
એને વેદનાના ત્રાજવે તોલવું નથી,
અમારે હવે બોલવું નથી…

છોને લુંટાયો મારા ઊરનો ખજાનો,
એની યાદોના તાળાને ખોલવું નથી, 
અમારે હવે બોલવું નથી…

તણાઇ રહ્યા છો આ જગનાં વહેણમાં,
પણ ઝાલવું નથી ને કાંઇ છોડવું નથી,
અમારે હવે બોલવું નથી…

એવા ખોવાયા અમે ઊર્મિનાં સાગરે,
કે ખુદને અમારે હવે ખોળવું નથી,
અમારે હવે બોલવું નથી…

* * *

ઊર્મિસાગર

*

આપણે હવે મળવું નથી ગઝલ સાંભળી સાંભળીને આ ગીત જેવું કંઇક મનમાં સ્ફૂરી ગયું હતું…

*

લયસ્તરોને આજે બીજી વર્ષગાંઠે ખૂબ ખૂબ અભિનંદન!! ડિસેમ્બર 4, 2006

Posted by ઊર્મિ in અન્ય.
2 comments

લયસ્તરોના સંચાલકોને લયસ્તરોની બીજી વર્ષગાંઠે ખૂબ ખૂબ અભિનંદન! 
હંમેશા બસ આવી જ રીતે લયસ્તરોની સફળ-વૃધ્ધિ થતી રહે અને અમે સૌ સદા એનો આસ્વાદ લેતાં રહીએ એવી શુભેચ્છાઓ…

અભિનંદન,
ઓ બે વર્ષનાં
બાળ! નામ એવા
જ ગુણ તારા
છે, લયસ્તરો! (વધુ…)

આપણે હવે મળવું નથી -જગદીશ જોષી ડિસેમ્બર 4, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
5 comments

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…

આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો, (વધુ…)