jump to navigation

હાલને, જઇએ દેશમાં દોડી… ઓક્ટોબર 20, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

diwali_greeting.gif

(દિપાવલીની શુભેચ્છાઓ સાથે સર્વ મિત્રોને અર્પણ!!)

* * *

લ્યો આવી ગઇ દેશ દિવાળી,
પણ હૈયામાં સળગી હોળી,
ક્યાં ખોવાણી હું પરદેશે?!
હાલને, જઇએ દેશમાં દોડી…

છે ક્યાંય કદીયે કોઇએ ભાળી?
સંગસંગ  હોળી ને દિવાળી?!
લ્યો ભાળો, પરદેશમાં હૈયે!
હાલને, જઇએ દેશમાં દોડી…

દેશમાં કેવી ઝાકમઝોળી!
મઠીયા તીખાં, સુખડી ગળી,
અહીં તો મિઠાઇયે લાગે મોળી,
હાલને, જઇએ દેશમાં દોડી…

બંધ આંખોએ રહું નિહાળી, 
ઓટલી પર રંગોળી પાડી,
ત્યાં થૈ પેલી આતશબાજી,
હાલને, જઇએ દેશમાં દોડી…

ઊર્મિ ઊઠે આળસ મરડી,
રચે હ્રદયોની ઝળહળ જોડી,
ને જાય મંદિરે દડદડ દોડી,
હાલને, જઇએ દેશમાં દોડી…

નમન કરું, લઉં મનને વાળી,
શારદા, લક્ષ્મી ને મા કાળી,
ઓલવીએ હૈયાની હોળી,
હાલને, જઇએ દેશમાં દોડી….

* * *

સહિયારું સર્જન પર દિવાળી!!!

* * *

ઊર્મિસાગર

*

ટિપ્પણીઓ»

1. Jayshree - ઓક્ટોબર 20, 2006

વાહ ઊર્મિ…

ખરેખર, થોડા દિવસથી જે લાગણી થાય છે, તેને જાણે તમે વાચા આપી…..

રંગોળીના રંગો… મમ્મીના હાથના મઠિયા.. અને ઘણું બધું યાદ કરીને દિલમાં ખરેખર હોળી અનુભવાય છે. ઘણા પ્રયત્નો છતાં પણ દિવાળીની મઝા માણી નથી શકતી..

તોયે.. દિવાળી એ દિવાળી છે… દેશમાં હો કે પરદેશમાં… આંગળે રંગોળી અને રસોડે મઠિયા કરતા વધારે મનના ભાવ અને શુભેચ્છાઓ મહત્વના છે..

તો તમને, અને આ વાંચતા બધા મિત્રોને મારા તરફથી દિવાળી અને નવ-વર્ષની શુભેચ્છાઓ.

2. Neela Kadakia - ઓક્ટોબર 20, 2006

આવ તું દિવાળી કરવા દેશમાં
રાહ જોઈ રહ્યાં તમારી દેશમાં
મઠિયા ને ચોળાફળી રાહ જુએ
સુખડી મોહનથાળ એની સાથે
સહુ સ્વાગત કરે તારી દેશમાં

મંદિરનાં રણઝણતાં ઘંટારવ
આંગણાંના રંગોની રંગોળી
દિવડાનો તેજસ્વી ઝગમગાટ
સહુ રાહ જુએ તારી દેશમાં
હવે તો તું આવ એકવાર દેશમાં

દિવાળીની શુભેચ્છાઓ
નવા વર્ષની શુભકામનાઓ

નીલા આંટી
[આવડ્યું તેવું લખ્યું]

3. vijayshah - ઓક્ટોબર 20, 2006

vah! ghani j sundar vaat!

4. સુરેશ જાની - ઓક્ટોબર 20, 2006

બહુ સરસ કવિતા અને બહુ સરસ ચિત્ર

5. Rachit - ઓક્ટોબર 20, 2006

Very well written. I feel the same.

6. કસુંબલ રંગનો વૈભવ - ઓક્ટોબર 21, 2006

સરસ અભિવ્યકિત !દિવાળી આપ સૌને મુબારક…..નવા વર્ષની શુભકામનાઓ ……

7. Jaydeep - ઓક્ટોબર 22, 2006

પ્રિય ઊર્મિ,

હૃદયની લાગણીઓને સરસ વાચા આપી. કદાચ આ ગઝલ સાંભળી જ હશે:

हम तो है परदेसमें, देसमें निकला होगा चांद,
अपनी रात की छ्तपे कितना तन्हां होगा चांद..

-જયદીપ

8. અરવિન્દ ઉપાધ્યાય - ઓક્ટોબર 22, 2006

ઉર્મિ બહેન,
હ્રદય સ્પર્શી રચના. મારી બે દિકરીઓ અમેરિકા મા છે. આજે તેમની સાથે ચેટ કરતા કરતા તમારી આ લાગણી વાચી ને હલી જવાયુ. હુ પ્રાર્થના કરિશ કે આપ સર્વની આવતી દિવાળી દેશ મા થાય.

9. amit pisavadiya - ઓક્ટોબર 23, 2006

વ્યથિત મન ને શબ્દોમા સરસ મઢ્યુ.

દીપાવલી ની હાર્દિક શુભેચ્છાઓ ,
નવુ વર્ષ આપ સર્વેને મંગલકારી રહે એ જ અભ્યર્થના.

10. manvant - ઓક્ટોબર 23, 2006

નૂતન વર્ષની શુભકામનાઓ !ઊર્મિબહેનની લાગણીમાં મારી લાગણીનો
ઉમેરો કરી એમની રચનાને બિરદાવું છું .નીલાબહેનના ભાવ બદલ
ખૂબ જ ધન્યતા અનુભવું છું.અહો ! મારા ભારત દેશ ! તને નમું છું .

11. Rajendra Trivedi, M.D. - નવેમ્બર 17, 2006

YOU ARE PUTING YOUR HEART AND MIND IN HARMONEY IN EACH POETY.
AND THAT TOUCHES MYMIND WHEN I READ THEM.
KEEP UP YOUR WRITING…..
KEEP SENDING GOOD PICTURES AND POETY.

RAJENDRA


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: