jump to navigation

અસ્તિત્વનાં ટુકડા નવેમ્બર 29, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કથાકાવ્યો.
3 comments

sunset.jpg 

સવારે ઉઠીને મેં અરીસામાં જોયું, તો આ શું? 
સામે કેમ હું દેખાતી ન્હોતી?!!
હું વિચારી રહી…!
અરીસામાં ખુદને શોધવા મથી રહી…
અને એજ મથામણમાં પહોંચી ગઇ
અરીસાની પેલે પાર હું…
સંભારણાની બે પાંખો ફૂટી આવી હતી મને,
અને હું ઉડી રહી હતી… (વધુ…)

એક છોકરી નવેમ્બર 28, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો, મુક્તકો/શેર.
12 comments

girl_at_beach.jpg 

મુજમાં ક્યાંક ‘રે છે, 
ઊર્મિ નામની એક છોકરી,
જુઓ, કેટલી ગડબડ
કરતી ‘રે છે એ છોકરી !

ઉદાસ થઇ જાય છે
ક્યારેક એ અકારણ જ,
તો ક્યારેક કારણે ય ખુશ
થતી નથી એ છોકરી.

પ્રેમ નામની એક ચીજને
શોધ્યા કરે છે સતત,
ખુદ પ્રેમની પુતળી છે,
અણજાણ છે એ છોકરી.

પ્યાસ છે તિવ્ર એને,
જે વરસાદની યુગોથી,
પોતે જ એની ઘટા બનીને
બેઠી છે એ છોકરી,

સર્જન કર્યું છે ખુદ જેણે 
ઊર્મિના આ સાગરનું,
કિનારે ઊભી ભીંજાવાની
રાહ જુએ છે એ છોકરી.

* * *

બાળકી બનીને ફુલાય છે એક છોકરી,
મુગ્ધા બની સંવેદાય છે એક છોકરી,
એમ તો યુવા મટીને પ્રૌઢા ય થાય છે,
છતાં અકબંધ રહે છે અંદર એક છોકરી.

* * *

‘એક છોકરી’ વિશે સહિયારું સર્જન પર લખેલી રચનાઓ…

* * *

ઊર્મિસાગર

*

કાળી પછેડી છે -બેફામ નવેમ્બર 26, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
2 comments

પ્રણયનાં ફૂલ ક્યાંથી ચૂંટીએ જ્યાં કરમાં બેડી છે,
હવે તો પગમાં સાંકળ છે અને કાંટાની કેડી છે.

ઓ ખોતરનાર, તારી યાદ તાજી રાખવા માટે,
જખમ પરથી મરેલી ચામડી મેં પણ ઉખેડી છે. (વધુ…)

ખીંટીં ઉપર ખુદની ઇચ્છા -શોભિત દેસાઇ નવેમ્બર 26, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
4 comments

(કિરિટભાઇ ભક્તનો આભાર આ કાવ્ય મોકલવા બદલ.) 

ek_chhokari.JPG

ખુલ્લી આંખે સપના જેવું લાગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !! (વધુ…)

મારી જરૂરત રહેશે -બેફામ નવેમ્બર 25, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
1 comment so far

મહોબ્બતની મહેફિલ હશે ત્યાં જશું દિલ,
મગર આપણી વાત અંગત રહેશે,
અગર બોલશું તો થશે એ કહાની,
નહીં બોલશું તો હકીકત રહેશે. (વધુ…)

હાઇકુ-૧ નવેમ્બર 22, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.
7 comments

મને જ ડંખી,
મારી અપેક્ષા- બની
તારી ઉપેક્ષા!

*

જે નડ્યા મને
સદા,  એજ ગ્રહોને
આજે હું નડી
! 

*

મારા દુ:ખનું
કારણ- હું કરતી
સુખની ખોજ ! 

*

મારી સંધ્યાની
આગોશમાં, ઓગળ્યો
તારો સૂરજ!

* * *

ઊર્મિસાગર

*

પ્રાચીન દુહો -અજ્ઞાત નવેમ્બર 20, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, દુહા.
8 comments

પ્રીત નિભાવવી કેટલી મુશ્કેલ છે અને તેને નિભાવતાં નિભાવતાં કેવી કેવી અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે એનું ખૂબ જ સુંદર બ્યાન એક પ્રાચીન દુહામાં આપવામાં આવ્યું છે.

નેહ નિભાવન હય કઠન,
સબસે નીભવત નાહ,
ચઢવો મોમ તુરંગ પે,
ચલવો પાવક માંહ.

કવિ કહે છે કે પ્રીત નિભાવવી એટલી કઠિન છે કે એ બધાથી નિભાવી શકાતી નથી.  આ કામ મુશ્કેલ છે કારણકે એ મીણના ઘોડા પર બેસીને અગ્નિ પર ચાલવાનું હોય છે.  જે વ્યક્તિ મનરૂપી મીણના ઘોડાને પિગળાવ્યા વગર અંગારા પર પગ માંડવાની હિંમત કરી શકે તે જ સ્નેહને નિભાવી જાણે છે.  (દુહાનો રસાસ્વાદ… શ્રી રમેશ પુરોહિત… ‘ગુફ્તગૂ’માંથી)

આ દુહાના રચયિતા કોણ છે એની કોઇને ખબર હોય તો જણાવશો.

* * *

મુક્તપંચિકા: મનની અટકળ નવેમ્બર 19, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.
13 comments

રે થાક્યું મન,
અટક હવે!
લે, લઇ લે ચરણ
મારા, દઉં છું
હું દાન તને!

*

બોલાઇ ગયુ
કૈંક, પણ શેં
પાછું ખેંચી શકું હું?!
લાવ, બીજો કો’
શબ્દ ઉમેરું!

*

શબ્દોનાં તીર
હૈયાને છેદી
કરતાં છિન્નભિન્ન,
મુજ હસ્તિને
દફનાવું હું!

*

ગેરસમજ
જો સમજી લે
સૌ સમજણથી,
રહે ન કોઇ
ગેરસમજ!

*

પ્રથમ ઘર,
પિતાનું હતું,
પતિનું ઘર પણ
પુત્રનું થશે,
મારું ક્યાં હશે?!

* * *

ઊર્મિસાગર

*

પાયણાં (પત્થર) નવેમ્બર 18, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
add a comment

 rocks_lake_george.JPG

મહાદેવ થઇને જે પૂજાય છે પાયણાં,
માનવ મથાળે એજ કૂટાય છે પાયણાં.

એવું નથી કે છે પાયણાં જ પાયણાં,
હાલતા ને ચાલતા દેખાય છે પાયણાં.

કો’કવાર જે હૈયાઓ પ્રેમાળ દેખાય,
એને સંઘરો ઉરે તો નીકળે એ પાયણાં.

સુખમાં જે મિત્રો મને આવી ભેટાય,
દુ:ખમાં દીસે તેઓ મને રૂડાં પાયણાં.

જો પ્રિતમની સંગ મારું દલડું રિસાય,
મનાવે નઇ મને, તો લાગે એય પાયણાં!

* * *

ઊર્મિસાગર

*

સહિયારું સર્જન બ્લોગ પર ‘પાયણાં‘ની પોસ્ટ વખતે લખેલી ગઝલ…

*

ઊગી જાય જંગલો – મણિલાલ દેસાઇ નવેમ્બર 17, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
3 comments

વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.

તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !

જો તું નથી તો થાય, અહીં કોઇ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.

સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.

ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.

લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં,
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.

                      * * *

Nirali’s update… cancer has relapsed! નવેમ્બર 16, 2006

Posted by ઊર્મિ in અન્ય.
21 comments

November 11, 2006 

Nirali’s cancer has relapsed.  This is really bad news as this greatly reduces her chances at life.  Monday we start RE-induction and hope that she goes back into remission.  If they are successful she will immediately go into transplant. (વધુ…)

સાગર ભર્યો છે મારી ભીતર નવેમ્બર 13, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
7 comments

 hpim0152.JPG
(Lake George, New York…     8/23/2005)

શેં કહું? મેં શું ભર્યું છે મારી ભીતર?
ઊર્મિનું એક આસમાન છે મારી ભીતર.

એટલે જ કોઇ બંધન જેવું લાગ્યું નહીં,
નાગપાશ સમ સંબંધ છે મારી ભીતર.

જોયું હતું અમે પણ જે કનૈયાના મુખમાં,
બસ એજ બ્રભાંડ ભર્યું છે મારી ભીતર.

રખે કરે નગ્ન કો’ દુ:શાસન મુજ ઊર્મિને,
દ્રૌપદીનાં ચીર ભર્યા છે મારી ભીતર.

થોડી અડબંગ જરૂર છે મુજ ઊર્મિઓ,
પણ થોડો વિવેક ભર્યો છે મારી ભીતર.

ક્યાંથી આવતો શબ્દોનો આ પ્રકાશપુંજ?
એમ તો અંધકાર ભર્યો છે મારી ભીતર!

બહાર છોને ભાસતી ઓટ ઊર્મિઓની,
લ્યો જુઓ, સાગર ભર્યો છે મારી ભીતર.

* * *

ઊર્મિસાગર

*
નાગપાશ – સરકણી ગાંઠ
અડબંગ – જિદ્દી, હઠીલું

*

‘મારી ભીતર’  વિષયની પોસ્ટ જુઓ સહિયારું સર્જન પર…

* * *

હિમ-ક્ષણો નવેમ્બર 13, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
3 comments

 sad_moment.JPG

‘સમય સદા વહેતો જ રહે છે!’
‘સમય ક્યારેય રોકાતો નથી!’
હે એવું કહેનારાઓ,
જરા કહો-
આ મારી અંદર
ઉતરી ગયેલી
બે-ચાર પળો, 
કેમ ક્યારેય જતી નથી?!!

* * *

ઊર્મિસાગર

*
‘સમય’ પરની થોડી મુક્તપંચિકાઓ
અને બીજી રચનાઓ જુઓ,
સહિયારું સર્જન પર…

કલ્પના -બેફામ નવેમ્બર 9, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ.
8 comments

ઘણી વેળા વિચારું છું, વિચારોને વિકાસ આપું,
કવિ છું તો જરા જગને પરિવર્તનનો પાસ આપું.

પ્રથમ તો આ આભધરતીના તફાવતને મિટાવી દઉં,
કે ફૂલોને ઉજાસ આપું, સિતારાને સુવાસ આપું.

સૂરજ ઉગવા છતાં અંધકારમાં જીવન વીતે છે જ્યાં,
બધાયે એવા દિવસોને હું રાતોની અમાસ આપું. (વધુ…)

વિયોગ… જુદાઇ… વિરહ… – સંકલિત નવેમ્બર 6, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, મુક્તકો/શેર.
5 comments

જેમ પ્રેમની ભાવનાને શબ્દોમાં બાંધવી અશક્ય છે એમ વિરહમાં ઝૂરવાની સ્થિતિને આલેખવા માટે પણ શબ્દો હંમેશા ઓછાં જ પડે છે.  આમ તો પ્રિયજનથી વિયોગ, પ્રિયજનનો વિરહ અને પ્રિયજનની જુદાઇને વર્ણવતી ગઝલો ને રચનાઓ અગણિત છે.  પણ આજે આપણે એ વિશેનાં થોડા શેરો/મુક્તકો અહીં માણીએ…

* * *

શૂન્ય પાલનપુરી…

કિસ્મતમાં કોઇના, કદી એવી ન પ્રીત હો,
જેમાં મિલનના હોઠે જુદાઇનાં ગીત હો.

તમે ચાલ્યા ગયા સૂની કરી દિલની અટારીને,
અમે સ્થાપી છે ત્યાં મૂર્તિ સ્વરૂપે ઇંતેજારીને.

ઝંખના નિષ્ફળ જતાં ઊઠી ગયો વિશ્વાસ પણ,
મનને ભરમાવી નથી શકતો કોઇ પગરવ હવે. (વધુ…)