jump to navigation

‘હવે બધું જ આવી ગયું!’ ઓક્ટોબર 2, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કથાકાવ્યો.
trackback

જૂનું ઘર –
છૂટી જવાનું હતું હવે એ થોડી જ પળોમાં
સામાન બાંધવાની જ્યાં શરૂઆત કરી,
ત્યાં જ બાલમુકુંદ દવેની કવિતા યાદ આવી,
જુનું ઘર ખાલી કરતાં
અને એની સર્વ સંવેદનાઓ જાણે મારામાં આવી ભરાણી
અમારું પ્રથમ ઘર, જેમાં આવ્યાતા અમે ખાલી હાથે
પણ હવે એમાં કંઇ પણ સમાતું નહોતું,
ન સામાન, ન સંભારણા!

મારી પડખે જ ઉભોતો એ ચાર વર્ષીય,
પણ મને આજે એ ઘુંટણીયા કરતો ભાસ્યો…
કેટલું બકબક કરતોતો હવે એ
પણ આજે મને એની માત્ર કિકિયારી જ સંભળાઇ!

થોડીવાર પહેલાં જ આવી ગયો’તો, વરસાદ પણ
વર્ષો સુધી બારીમાંથી અંદર ડોક્યા કરતું રહેલું પેલું ઝાડ,
સાક્ષી હતું એ અમારાં જીવનની કેટલીયે ઘટનાઓનું…
મને થયું, શું એનેય ખબર હશે કે કાલે અમે અહીં નહીં હોઇએ?
કેમ આજે એય કંઇક વધારે ડોલી રહ્યું હતું?!
મનેય આજે કોઇ ફર્ક ના લાગ્યો, વર્ષાબિંદુ અને અશ્રુ-બિંદુમાં!
જે હજીયે થોડાં વળગી રહ્યા હતાં મમત્વથી…
પીળાં થવા આવેલાં પેલાં પર્ણોને અને મારી પાંપણોને!

ખાલી થયેલાં જુના ઘરને,
પાછું વળીને જોયું અમે છેલ્લીવાર
ને ફરી જીવંત થઇ ઉઠયાં અમારી સમક્ષ,
પેલાં જૂનાં જર્જરિત દિવસો

સળવળી ઉઠયા કંઇ કેટલાયે
સંભારણાઓ અને સ્મરણો,
વળી સ્મરણોનાંયે સ્મરણો!
આમ તો બાંધી દીધોતો સઘળો સામાન
પણ એકાદ સાધનેય ન જડ્યું,
જે સમાવી શકે અમારા એ સંભારણા અને સ્મરણોને
આખરે ભારી હ્રદયે એમને ત્યાં જ મૂકી અમે પ્રયાણ કર્યુ,
અને પગલાં માંડયા નવાં ઘર તરફ
બધો જ સામાન સાથે લીધોતો, ને છતાંયે લાગ્યું
જાણે બધું ત્યાં જ છૂટી રહ્યું હતું!!

નવું ઘર –
જ્યાં ફરી સર્જવાના હતા અમારે, નવા સંભારણાઓ,
અને સાકાર કરવાનાં હતાં કેટલાયે, નવાં સ્વપ્નો!
રોજ બારીમાં ટકોરા મારતી ઉષાને હવે નવાં ઘરની બારી મળવાની ન
હોતી
પરંતુ સંધ્યાનાં રંગોને નવાં ઘરનું સરનામું જરૂર મળવાનું હતું!

નવાં ઘરનો દરવાજો ખોલી 
હજી ઘરપ્રવેશ કરવા જઇએ,
ત્યાં તો
મારીને અમને હળવો ધક્કો,

પ્રવેશી ગયા ઘરમાં એ સર્વે સ્વજનો,
અમારાં જૂનાં સંભારણાઓ અને સ્મરણો
જે આવી ગયા હતાં, એમની મેળે મેળે…
અમારી પાછળ પાછળ, અમારા પગલે પગલે
અને જાણે અમને કહી રહ્યાં હતા,
તમને છોડીને અમેય ક્યાં જવાના હતા?’
અમને હાશ થઇ કે, હવે બધું જ આવી ગયું!

* * *

ઊર્મિસાગર

*

ટિપ્પણીઓ»

1. amitpisavadiya - ઓક્ટોબર 3, 2006

તમને તમારા નવા ઘરમા સુખ, શાંતિ, ઉમંગ અને સમૃદ્ધિ ( રિદ્ધિ સિદ્ધિ ) મળે તેવી પ્રભુ પ્રાર્થના.

2. Jaydeep - ઓક્ટોબર 3, 2006

વાહ, ઊર્મિ…

3. Rajendra Trivedi, M.D. - ઓક્ટોબર 5, 2006

Urmisagar,
Thanks to wish us well.
If you have time to visit,our love of life,visit the website bpaindia,org and give your support.
I read your Poem.It is moving…..
Keep writing your feelings in words.few has that art.

4. Ek Gujju - ઓક્ટોબર 6, 2006

Urmiji,

First of all – it is very well said. It is very tough to let go of old house, memories linger on forever.

5. Ek Gujju - ઓક્ટોબર 6, 2006

Urmiji,

First of all – it is very well said. It is very tough to let go of old house, memories linger on forever.

6. Rachit - ઓક્ટોબર 7, 2006

અદ્ ભૂત આલેખન  

Keep it up!

(અદ્ ભૂત – hard to write this word without space)

7. સુરેશ જાની - ઓક્ટોબર 8, 2006

તારા શબ્દોમાં તાકાત છે અને ભાવ છે.
અછાંદસમાં ભાવની જે અભિવ્યક્તિ થઇ શકે છે તે છંદના બંધનોમાં કઠણ છે.
મને લાગે છે કે મારે છંદમાં લખવાનો આગ્રહ છોડી દેવો પડશે !

8. nilam doshi - ઓક્ટોબર 10, 2006

saras.all the best fro yr new home.here i remember

“home is the place,where we grumble the most and r treated the best.”

ઘર તો સ્ત્રીથી જ બને ને?

9. Nilay Parikh - ઓક્ટોબર 17, 2006

khubaj saras che urmi… its really nice one.

10. jugalkishor - નવેમ્બર 13, 2006

તમે બંને ઘર વચ્ચે આંદોલિત થતાં રહ્યાં,બંને ઘરનાં સ્પંદનોને એકી સાથે અનુભવતાં રહ્યાં ને…..
મઝાની વાત છે કે બંનેને ન્યાય લગભગ સાવ સરખો જ આપતાં રહ્યાં !
એ કવિ-ન્યાયે કરીને જ તમે છેવટ બંનેને પામ્યાં કદાચ સાવ અણધાર્યાં !!
તમે કવિન્યાય આપ્યો તો તમને ય કેટલો ને કેવો અદ્ભૂત બદલો મળ્યો,જેને ‘બદલા’જેવો સ્થૂળ શબ્દ શોભે પણ નહીં!
પણ…
સુરેશભાઇને એથી કરીને છંદનો લાગી છૂટેલો છંદ છોડવા મન થાય તે ખોટું!!છંદો તો નટની સાંકડી એ દોરી છે જે એને દોરી પર ખેલ કરાવે છે.લગે રહો, છંદોલયને હીંચકે,સુરેશભાઇ! લગે રહો ઊર્મિબહેન,સ્મરણોને આંદોલને !
–જુગલકિશોર.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: