jump to navigation

ઈ-મેલમાં -આદિલ મન્સૂરી મે 18, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

આદરણીય શ્રી આદિલજીને આજે એમના 71માં જન્મદિવસે હાર્દિક વધાઇ અને મંગલ શુભકામનાઓ!!

email.jpg

કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં,
દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં.

ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ,
બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં.

હોટ મેલે મળશે અથવા મળશે યાહૂ ડોટ પર,
મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં.

જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા,
ક્લિક કરો ને આવરણ સૌ ઊતરે ઈ-મેલમાં.

રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર,
સ્પર્શ એના ટેરવાંઓનો હશે ઈ-મેલમાં.

હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો,
પ્લેનની જ્યારે ટિકિટ સસ્તી મળે ઈ-મેલમાં.

જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી,
બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં.

શું કરી શકીએ પછી આદિલ જો સરવર ડાઉન હો?
કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમાં?!

* * *

કવિ પરીચય

*

શ્રી આદિલજીના જન્મદિવસ નિમિત્તે સહિયારું સર્જન પર ‘મળે ન મળે’ પરથી કાવ્ય લખવા આમંત્રણ!!

*

ટિપ્પણીઓ»

1. 'મળે ન મળે' - શ્રી આદિલજીને 71માં જન્મદિનની શુભકામનાઓ... « સહિયારું સર્જન - પદ્ય - મે 18, 2007

[…] કોઇ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં, … […]

2. વિવેક - મે 20, 2007

સુંદર ગઝલ…. પણ આજે તો પરિસ્થિતિ જ એવી આવી ઊભી છે કે ક્યારેક કોઈ ગઝલ તો સીધી કૉમ્પ્યુટર પર જ લખાઈ જાય છે… કાગળ-કલમ બાજુએ જ રહી જાય છે… કાગળ-કલમ ધાવી-ધાવીને મોટા થયેલા હોવા છતાં આજે આ હાલત છે, તો મારા પછીની પેઢી અને એ પછીનાની તો કલ્પના પણ કરી શકાતી નથી…

3. જય - મે 20, 2007

આ નવી ગઝલ વાંચવાની ખુબ મજા આવી..અને સહીયારૂં સર્જન પર ‘મળે ન મળે’ – શ્રી આદિલજીને 71માં જન્મદિનની શુભકામનાઓ…’ના માધ્યમ દ્વારા ઘણી રચનાઓ પણ માણી.
મને લાગે છે થોડાં વર્ષો પછી ‘virtual game’ના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો, કાવ્યો અને ગઝલોની મીજબાની જોવાં મળશે. દા.ત. અમેરિકામાં એક લાયબ્રેરી ‘second life’ના માધ્યમ દ્વારા પુસ્તકો વિષયક ચર્ચા શરૂ કરી છે. વાંચો: http://www.talis.com/tdn/node/1506 ની વેબ સાઈટ પર. “Second Life Library offers monthly book discussions by Maxito Ricardo; we have offered presentations from several authors who have published in and out of world such as Steve Miller and Sharon Lee; Pamela Witt and Wilbur Woodward; and Lopayza Moonlight, an author who created a world in Second Life based on her writings.”

4. ઈ-મેલમાં « Bhavi’s Blog - જૂન 5, 2007

[…] ઈ-મેલમાં Published June 5th, 2007 kavita Gazal written by Adil Mansuri ઈ-મેલમાં […]

5. manthanbhavsar - જૂન 15, 2007

khaubj sundar che hu pan adilsir no moto fan chu

6. toral patel - ફેબ્રુવારી 15, 2010

tamari vaat sachi. pan have bathu e mail paraj chaltu hoy che. ama aapne chu karvana?

7. Ashok - જાન્યુઆરી 12, 2012

Leave a comment