jump to navigation

ઊર્મિ અને સાગર

ઊર્મિ અને સાગર
મારા પ્રિય અને પરમ મિત્રો
મારા અસ્તિત્વનો અભિન્ન હિસ્સો
રહે છે તેઓ મારી અંદર ક્યાંક
એમને આપું છું હું-
એક નવું આકાશ…
એક નવી ધરતી…
એક નવી દુનિયા….
પરંતુ પરિસ્થિતિઓ અને સંજોગો?
પરિસ્થિતિઓ વહેંચુ છું એમને આપણી જ આ વાસ્તવિક દુનિયાની
સંજોગો આપુ છું એમને હું પણી દુનિયાનાં
એમને પહેરાવું છું ક્યારેક હું મારી ઊર્મિઓના વાઘાં
તો ક્યારેક મને ભટકાય જતી કો ઊર્મિલ અંતરની ઊર્મિનાં વાઘાં
એમને ઝગડાવું છું ક્યારેક હું, તો મનાવું પણ હું છું
એમને વિયોગ આપું છું ક્યારેક, તો ક્યારેક સંયોગ..
વળી, વિરહની વેદના અને મિલનની મઝા પણ…
અને બદલામાં?
બદલામાં આપે છે તેઓ મને,
એમના અને મારા અંતરમાંથી ઉછળતી રહેતી
ઊર્મિનો સાગર!
ઊર્મિનાં આ સાગરમાં…
ક્યારેક ભરતી લાવે છે ઊર્મિની વાચા
તો ક્યારેક ઓટ લાવે છે સાગરની વાચા….
વળી ક્યારેક હિલોળા લે છે ઉભયની વાચા
જેમાં હું ક્યારેક ડુબોવું છું,
કયારેક બચાવું છું,
તો ક્યારેક તરાવું છું હું મને…
પરંતુ હા, કોઇ પણ પરિસ્થિતિ કે સંજોગોમાં પણ
હંમેશા ભર્યો ભર્યૌ રહે છે, અમારી આ-
ઊર્મિનો સાગર!!
 

* * * * * * * * *

ઊર્મિસાગર

ટિપ્પણીઓ»

1. amit pisavadiya - ઓગસ્ટ 8, 2006

સરસ,
શબ્દોની ગોઠવણ ગમી ! સુંદર.

2. Madhpudo - ઓગસ્ટ 12, 2006

આપનો બ્લોગ / રચનાઓનું સંકલન સરસ છે. સુધાઁશુ સ્વાદિયા

3. Jaydeep Tatmia - ઓગસ્ટ 21, 2006

મિત્ર,
ગુજરાતી બ્લોગ જગતમાં મેં પણ પા પા પગલી કરી છે. આપને jaydeep.wordpress.com પર હાર્દિક આમંત્રણ. આપનાં પ્રતિભાવો ગમશે. આપના બ્લોગની લિંક મારા બ્લોગ પર મુકવા માટે સહમતિ આપશોજી.
જયદીપ ટાટમીયા.

4. કસુંબલ રંગનો વૈભવ - સપ્ટેમ્બર 23, 2006

it good …………exellent …..ek sarjakni je aasha hoy eva uttam kavyanu apani kalamthi nirman thayu chhe……..abhhinadand

5. Rajendra Trivedi, M.D. - ઓક્ટોબર 5, 2006

You are Giving a great service to Gujarati Readers.
We love your some time and put some spice in the NEW Blog which is started on Dhshera…..OCTOBER 2nd 2006.OUR TEAM.
My friend SURESH and MAHENDRA makes this BLOG for Readers a fun to read.

6. prarthnamandir - નવેમ્બર 27, 2006

Thanks Urmi for Adding my blogs in yr list, ‘ve done the same !

7. vishwadeep - જાન્યુઆરી 19, 2007

ઊર્મિ મળે ,ભળે કાવ્ય સુષ્ટીમાં, એ સાહિત્ય સરિતામાં વહેતી જ્ઞાન ગંગા,
સાગરે છુપેલા એણમોલ મોતી-માળા,સાહિત્યપ્રેમીને પે’રાવતી રહી ઊર્મિ.

સુંદર, સ્વરચિત, કાવ્યો સાહિત્ય જગતને પ્રફુલિત બનાવેછે.

8. divyesh - જાન્યુઆરી 25, 2007

very nice poem…..

9. anjaan - ફેબ્રુવારી 9, 2007

very nice … good work
keep it up.. a lots of rajasthani ppls are also reading ur posts.

10. Shirish Kamdar - ફેબ્રુવારી 19, 2007

Vakhan karva mate sabdo goti goti ne malya nahi………tethi etluj khais ke khub khub saras….khub gamyu………prabhu tamne aavu lakhva mate vadhu shakti aape tevi prathana.

11. pravinash1 - માર્ચ 19, 2007

ઉર્મિના સાગરમાં ઓટ આવે યા ભરતી
ચંદા ને તેની સાથે કાંઈજ લેવાદેવા નથી
ઉર્મિ તો બસ તેની મસ્તી માં મસ્ત હોય તો
ઉર્મિનો સાગર બેકાબૂ બની ઉછળ્તો રહેવાનો

12. vishnubhatt - માર્ચ 21, 2007

hy i am impres

13. yogakarma - એપ્રિલ 10, 2007

મનને ખુબ સારુ લાગ્યુ

14. Sarjeet - એપ્રિલ 10, 2007

ઘણા સમયે અહીં કોમેન્ટ કરવાનો વખત મળ્યો. આટલા સમયમાં મેં કેટલું વાચન ગુમાવ્યુ એ જોઇને નિરાશા થાય છે પણ હવે ઘણો સમય છે એ સરભર કરવાનો. આપનો ઉર્મિસાગર ખુશીઓથી સદા ઘુઘવતો રહે એ પ્રાર્થના સાથે હવે એક રોજિંદો વાચક બનવાનો પ્રયત્ન કરું છું.

15. hasmukh trivedi - ઓક્ટોબર 20, 2008

Urmina sagarne manvano chhe,karva bessho avanava arthghatan to gunchvai jasho. Urmino sagar afat chhe pan haiya ma ham ane dil ma dileri hashe to jivan nu rahasya achuk manava malshe.

16. vipulpatel morbi - ઓગસ્ટ 3, 2009

ઉર્મિના સાગરમાં ઓટ આવે યા ભરતી
ચંદા ને તેની સાથે કાંઈજ લેવાદેવા નથી
ઉર્મિ તો બસ તેની મસ્તી માં મસ્ત હોય તો
ઉર્મિનો સાગર બેકાબૂ બની ઉછળ્તો રહેવાનો

from ; vipulpatel
CITY TILES

17. ભાવિન જોષી - ઓગસ્ટ 25, 2009

ગુજરાતી ભાષામાં આટલું સરસ જાળી સ્થાન પણ હોઈ શકે એ ખુબ જ આનંદ ની વાત છે. જોકે હું કવિતા પ્રેમી નથી પણ અહી પ્રતિભાવો વાંચીને ઘણો આનંદ થયો.
ખુબ ખુબ આભાર.

LAXMIKANT THAKKAR - ફેબ્રુવારી 16, 2011

ક્યાંક તો મળવાનું થશે વાટમાં….ઘૂમતા ફરતા… કઇંક!
આપના અન્ય બ્લોગ્સ પર ધોધમાર વરસવાનું થયું છે,આજે!
મૂકેલી કૃતિઓ મારા છાવ-લગાવ વિષે કહેશે’કઇંક’,રસ પડે તો ,
ટહુકજો કઇંક1 ok?

18. navinshah - જાન્યુઆરી 7, 2012

karekhar urmeesager.

19. atul chaudhari - એપ્રિલ 4, 2013
20. Kaushik mehta - ઓક્ટોબર 31, 2013

Very intresting and excellant. Keep it up

21. રસેન્દુ જાની - ઓગસ્ટ 5, 2015

ઊર્મિના સતત ઓગળતા મૌનમાં થી વહેતો પ્રવાહ બન્યો ઊર્મિ નો સાગર !!!
ડૂબી જવા ને તત્પર સાગર ખેડુઓ માટે ઉત્તમ તક


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: