jump to navigation

એ મન હતું! મે 25, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, ગઝલ.
trackback

This is for someone…
very dear…
very near…
and
very special…! 
😉

mc1.jpg 

શબ્દમાં રણક્યાં કર્યુ એ મન હતું,
કાવ્યમાં ઝળક્યાં કર્યુ એ મન હતું.

કાળજે સણક્યાં કર્યુ એ મન હતું,
યાદમાં સળગ્યાં કર્યુ એ મન હતું.

સો કસમ ખાધી હતી- ‘અળગાં થશું’,
મનને જે વળગ્યા કર્યુ એ મન હતું.

ઠાર્યુ કદી ઠરશે નહીં- થઇ ખાતરી,
તે છતાં ઠાર્યા કર્યુ એ મન હતું.

થઇ સિકંદર છોને ધ્રુજાવી ધરા!
ખુદથી જે હાર્યા કર્યુ એ મન હતું.

તરબતર અંતર હતું બસ પ્રેમથી,
તોયે બસ ઝૂર્યા કર્યુ- એ મન હતું.

સ્નેહનો વરસી રહ્યો’તો મેહુલો!
ઊર્મિને તરસ્યા કર્યું એ મન હતું.

* * * 

ઊર્મિસાગર

*

ટિપ્પણીઓ»

1. ઊર્મિસાગર - મે 25, 2007

હેમંત પૂણેકરની ‘એ શું હતુ?’ રચના વાંચીને એના જવાબરૂપે ‘કોઇક’ની પ્રત્યક્ષ હાજરીમાં અનાયાસે ઉદભવેલી રચના…

2. સુરેશ જાની - મે 25, 2007

ચેતનથી સભર રચના.
મનની મનમાં રાખી મૌન ન રાખ્યું એ ય મન હતું.

3. naraj - મે 26, 2007

saras rachana ……….

4. પંચમ શુક્લ - મે 26, 2007

તરબતર અંતર હતું બસ પ્રેમથી,
તોય બસ ઝૂર્યા કર્યુ- એ મન હતું.

Quite expressive poem.
Happy to see..more or less in meter:
gAlagAgA gAlagAgA gAlagA

થઇ સિકંદર છોને ધ્રુજાવી ધરા! –?

5. hemantpunekar - મે 26, 2007

પંચમભાઈની વાત સાચી છે ઊર્મિ. તારી રચના મોટેભાગે છંદમાં છે. મને ખ્યાલ છે ત્યાં સુધી તારી પહેલી જ છાંદસ રચના છે. અભિનંદન!

આ શેર ખુબ ગમ્યાઃ

થઇ સિકંદર છોને ધ્રુજાવી ધરા!
ખુદથી જે હાર્યા કર્યુ એ મન હતું.

સ્નેહનો વરસી રહ્યો’તો મેહુલો!
ઊર્મિને તરસ્યા કર્યું એ મન હતું.

6. hvbhatt - મે 27, 2007

Urmi

Good work. Your thoughts have depth.

Work on this sher for meter/punch. Otherwise, remove them.

ઠાર્યુ કદી ઠરશે નહીં- થઇ ખાતરી,
તે છતાં ઠાર્યા કર્યુ એ મન હતું.

તરબતર અંતર હતું બસ પ્રેમથી,
તોયે બસ ઝૂર્યા કર્યુ- એ મન હતું.

Best Wishes

Himanshu Bhatt

7. chetu - મે 28, 2007

સો કસમ ખાધી હતી- ‘અળગાં થશું’,
મનને જે વળગ્યા કર્યુ એ મન હતું.

તરબતર અંતર હતું બસ પ્રેમથી,
તોયે બસ ઝૂર્યા કર્યુ- એ મન હતું.

VERY NICE…MAN NE JENE MANAVYU E PAN MAN HATU..!

8. પ્રતીક નાયક - મે 29, 2007

યાદમાં સળગ્યાં કર્યુ એ મન હતું

Really very Good.

9. વિવેક - મે 29, 2007

This is for someone…
very dear…
very near…
and
very special…!

– આ પંક્તિઓ ઉપસંહારમાં શા માટે? કવિતા કાગળ પર લખાય ત્યાં સુધી જ એ કવિની માલિકીની ગણાય. જ્યાં કાગળ પર લખાઈ ગઈ એટલે કવિ પણ એ જ ભાવકોમાંનો એક બની જાય જે સૌ આ કવિતાને માણે છે…

સુંદર છાંદસ રચના….. ફક્ત “ઠાર્યુ કદી ઠરશે નહીં- થઇ ખાતરી” આ પંક્તિમાં “કદી”ને એક “ગા” તરીકે લેવાની ભૂલ કરી છે એ નહીં ચાલે. “નદી” લખીએ ત્યારે “લગા” અથવા “લલ” લઈ શકાય પણ “નદીઓ” વાપરીએ ત્યારે “ઓ” સ્વર હોવાના કારણે “દી”નો ભાર ઝીલી લેતો હોવાના કારણે “નદ્ યો” ઉચ્ચાર શક્ય બને છે અને શબ્દને “ગાગા” તરીકે પ્રયોજી શકાય…. પણ અહીં “કદી”માં એ પ્રકારની છૂટ જન્માવવી શક્ય નથી. આ એક છંદદોષને બાદ કરતાં આખી ગઝલ અણિશુદ્ધ છંદમાં છે…. છંદોની મોહક અને અનિવાર્ય દુનિયામાં પ્રવેશવા બદલ ખૂબ ખૂબ ખૂબ ખૂબ અભિનંદન!

એક બીજી ભૂલ અનુસ્વારની છે. મન નાન્યતર જાતિનો શ્બ્દ છે એટલે દરેક “કર્યું” માં અનુસ્વાર આવશે…

ગઝલની દૃષ્ટિએ વાત કરીએ તો શરૂઆતની ગઝલ તરીકે આશાસ્પદ ગણી શકાય. સુંદર ભાવાભિવ્યક્તિ. ઘણા શેરમાં થોડી કચાશ તો ય હજી રહી જાય છે અને એ સમજી શકાય એવી વાત છે. છંદમાં પહેલીવાર લખતાં હોઈએ ત્યારે છંદ પકડવાની મથામણના કારણે કવિતા હાથમાંથી સરી જાય એ નવું નથી. છંદ જ્યારે સહજ રીતે આવવ માંડશે ત્યારે ગઝલમાં કવિતા આપોઆપ દેખાવા માંડશે.”મનને જે વળગ્યા કર્યુ એ મન હતું” આ પંક્તિ આખી ગઝલમાં ઉત્તમ છે પણ ઉલા મિસરો (પ્રથમ પંક્તિ) નબળો હોવાના કારણે એ ઉત્તમ પંક્તિ કવિતામાં પરિણમતી નથી એવું મારું માનવું છે…

…અભિનંદન આપવામાં થોડો વિલંબ પણ થયો છે… ત્રણ દિવસ સુરતની શારીરિક સીમાઓની બહાર હતો એટલે…. હાર્દિક શુભેચ્છાઓ…

10. jayshree - મે 30, 2007

સ્નેહનો વરસી રહ્યો’તો મેહુલો!
ઊર્મિને તરસ્યા કર્યું એ મન હતું.

Really nice one….

aam to darek kadi gami jaay evi chhe…

11. Harnish Jani - મે 30, 2007

loved it-last sher(Makta? Matla?) is very effective.

12. Harnish Jani - મે 30, 2007

by the way-banne rupada lago chho–Ane aavo rulado manas hoy to koi pan chhokri Kavi bani jay.

13. shivshiva - મે 30, 2007

અનહદ અનરાધાર લાગણી વ્યક્ત થઈ છે. છતાંયે કેમ પ્યાસા?

14. Jugalkishor - મે 30, 2007

ગઝલ પરના મારા તાજેતરના અભ્યાસ મુજબ આમાં ફાઈલાતુન્ ફાઈલાતુન્ ફાઈલુન્ ( ગાલગાગા ગાલગાગા ગાલગા) છે. એટલે ‘મનને’ જે વળગ્યા કર્યું માં કે પછી ઠાર્યું કદી ઠરશે નહીંના ‘ઠાર્યું’ માં કોઈ તકલીફ નથી. તકલીફ છે તે ‘તોયે’માં છે. કારણકે ‘યે’ ને લઘુ કરી નહીં શકાય. ત્યાં ફક્ત ‘તોય’ રાખવાથી સવાલ ઉકલી જશે.

તમે છંદમાં જ લખી ચુક્યાં છો. હવે છંદોબદ્ધ કવીતાની ઝંખના રહેવી જોઈએ નહીં. હા, આ કવીતા કરતાં ગઝલ છે એ સાચું. ગઝલમાં કાવ્યની માફક વીચારની સળંગસુત્રતા ન હોય. (અમુકમાં જોકે હોય છે.) પણ છંદની શુદ્ધતાને લાગે છે ત્યાં સુધી એ તો લગભગ સીધ્ધ થઈ શક્યું ! એના માટે પુરાં અભીનંદનનાં અધીકારીણી છો !
સંસ્કૃત છંદોને પરાણે ખેંચી લાવવાનો અર્થ નથી. એ પણ આવતા થશે. એને માટે ફક્ત એક કે બે જ છંદને હાથ પર લેવા. વધુ નહીં જ નહીં.

15. ashalata - મે 30, 2007

બધી જ કડી ગમી જાય એવી છે
this is for special
SAUONI COMMENTNI ZANKHZNA KARTU—E PUN MAN HATU

very nice

16. raeesh maniar - મે 30, 2007

સરસ ગઝલ . ઠાર્યુ કદી ગાગાલગા થશે. એક ગા વધી જાય છે.

17. સુરેશ જાની - મે 30, 2007

રઇશ ભાઇને ગમી , હવે …

છંદને છોડાય ના ને ,
પાછા ન વળી જવાય.

આગળ વધતી રહે અને ગુજરાતી કવીતાના શીખરે પહોંચ તે અભ્યર્થના.

18. Rachit - મે 30, 2007
19. pravinash1 - મે 30, 2007

કાબૂમાં રાખવા ખૂબ કોશિશ કરી
લગામ ના ગણકારે એ મન હતું

20. જય - મે 30, 2007

બહુ જ સરસ રચના….અને વધારે ને વધારે સરસ બનતી રહે..

શોભિત દેસાઈ

મન અને માનસની વચ્ચેનો સતત
ચાલતો ટકરાવ લઈ બેઠા છીએ

હર્ષ બ્રહ્મભટ્ટ

પહાડ જેવું હોય મનતો શું થયુ઼?
એય પીગળી જાય છે વરસાદમાં

સ્નેહ અને પ્રેમ ગમે તેવાં પત્થરદિલને પણ પીગળાવી દે છે.

(અઝીઝ ટંકારવીની ગઝલના ગુલમહોરમાંથી)

21. કુણાલ - મે 31, 2007

ખુબ જ સરસ ઊર્મિબેન…

અભિનંદન… રસતરબોળ રચના…

22. vijayshah - મે 31, 2007

vah!
bahu ja saras

vijay

23. જય - જૂન 5, 2007

કેવી અહો આ મન તણી છે આ સાધના
(વા નેહની એને કહું આરાધના?)
કે જોઉં જેને બા’ર
તેને અંગમાં ને અંતરે હું અનુભવું!
રે સ્વપ્નમાં યે ઘાસનું એ ચહુદિશે,
સુખદ એવું જોઉં છું હું ફરકવું
-પ્રહલાદ પારેખ ‘ઘાસ અને હું’માં

24. Pravin Shah - જૂન 11, 2007

વાહ! સુંદર રચના, દરેક પંક્તિ લાગણીઓની
ભીનાશ લઈને આવી છે.
ખરેખર…
છાંદસ-અછાંદસની પરે, કઈંક
જે શોધતું હતું તે મન હતું.
આભાર

25. manvant - ઓગસ્ટ 17, 2007

Dear urmiben,i read all of this page and liked all.
i was away from this country for a while.
sneh no varasi rahyo,to mehulo;
urmine tarsya karyu e man hatu..!!!!!.Many congs.
Hope and wish you all in the best spirits….Jay Shree Krishna !

26. manvant - ઓગસ્ટ 23, 2007

એક પ્રશ્ન પૂછવાની લાલચ રોકી શકતો નથી….
ફોટામાં કોણ કોણ સમાયું છે ? આશા જવાબની.

27. sunil patel - જૂન 28, 2008

fine i love gujarai kaveeta….
palanpuri gajal Laajawab……..

28. Jignesh Patel - ફેબ્રુવારી 19, 2009

Fine, khub saras
and thank you for share with us

29. LAXMIKANT THAKKAR - ફેબ્રુવારી 7, 2011

Utsaah vadhe evee vaat chhe! be ghadino aanand maanyo ne naanyo eghanu chhe.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: