jump to navigation

એ અવસ્થા હતી! – રાજેન્દ્ર શુકલ ઓક્ટોબર 19, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

કંઠ રૂંધાયલા સાદની એ અવસ્થા હતી,
હા હતી, ઘોર ઉન્માદની એ અવસ્થા હતી!

સાવ ઝાંખી સતત યાદની એ અવસ્થા હતી,
શ્વાસના મૌન સંવાદની એ અવસ્થા હતી!

વિજન ઉપવન વિષે ઘૂમતો પુરૂરવા,
વિજનના શૂન્ય પ્રતિસાદની એ અવસ્થા હતી!

વૃક્ષ પર વેલ ઉત્ફૂલ્લ ને કંપતી કૂંપળો,
સૃષ્ટિના પ્રથમ વરસાદની એ અવસ્થા હતી!

ના પ્રતિક્ષા કશી, કે અપેક્ષા પછી કોઇની,
એટલા સહજ આહલાદ્ ની એ અવસ્થા હતી!

શબ્દના પિંડ પર અર્થ-વલયો ય ન્હોતા હજી,
શુદ્ઘ આરંભના નાદની એ અવસ્થા હતી!

                          * * *

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની જીવનઝાંખી

                             *

Advertisements

ટિપ્પણીઓ»

1. manvant - ઓક્ટોબર 19, 2006

મેં જન્મ લીધો જગતમાં ,એ પણ અવસ્થા હતી
હવે મૃત્યુને શરણે જઈશ ,એ પણ અવસ્થા હશે…!

2. રાજેન્દ્ર શુકલ « ગુજરાતી સારસ્વત પરિચય - ઓક્ટોબર 19, 2006

[…] # એ અવસ્થા હતી! […]

3. સુરેશ જાની - ઓક્ટોબર 20, 2006

આ અંતરની વાણી માંથી પ્રગટેલી રચના છે. અદ્ ભૂત .


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: