jump to navigation

જૂનું ઘર ખાલી કરતાં –બાલમુકુંદ દવે સપ્ટેમ્બર 27, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
11 comments


ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી, (વધુ…)

નમું તને, પથ્થરને? – સુંદરમ્ સપ્ટેમ્બર 21, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ.
9 comments

નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું :
જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી. (વધુ…)

કોણ માનશે? સપ્ટેમ્બર 19, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
3 comments

સ્થાપિત હતી જે રુદિયાનાં મંદિરમાં,
મૂર્તિ એ પાષાણ હતી, કોણ માનશે?

જેને છુપાવવા અમે ખુદ ચર્ચાતા રહ્યા,
એ રાઝની સૌને જાણ હતી, કોણ માનશે?

રસ્તામાં એ મળી ગયા તો હસી લીધું જરા,
બસ આટલી જ ઓળખાણ હતી, કોણ માનશે?

સંબંધોનાં કુબા દુરથી લાગ્યા તો મધુર હતાં,
માંહે કોયલાંની ખાણ હતી, કોણ માનશે?

હૈયામાં હડતાલ પડી, ‘વેદનાઓ મુર્દાબાદ!’
પ્રીતનીયે આણ હતી, કોણ માનશે?

*

આપણી વચ્ચે મૌન બોલતું હતું ત્યારે,
વચ્ચે શબ્દોની દિવાલ હતી, કોણ માનશે?

મારા રુદિયાનું રાજ આમ તો વિરાજ હતું,
કોઇ સત્તા જાજરમાન હતી, કોણ માનશે?

કયાં હવાનીયે કંઇ જગા હતી આપણી વચ્ચે?!
વચમાં વૈતરણીની ધાર હતી, કોણ માનશે?

* * *

ઊર્મિસાગર

*

“કોણ માનશે?” રદીફ પરની વધુ રચનાઓ વાંચવા માટે અહિં ક્લિક કરો.

*

 

થોડા શેર: તું અને હું… સપ્ટેમ્બર 14, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તકો/શેર.
11 comments

તને સ્પર્શીને આવી જે હવા હશે,
એણે જ મહેકાવ્યું મારું મન હશે.

* * *

તમે તાપીના પૂર સમ, અમે હિમ-ઝરણની સળી,
તમે ઉભરાઓ કોક’દી, અમે ઓગળીએ હર ઘડી.

* * *

તમારું આવવું મારા જીવનમાં, કંઇક એવું લાગ્યું મને,
એક જ પગલાંમાં કપાઇ ગયો, જીવનનો અડધો રસ્તો.

* * *

તું ભલે માને નિજને મુજ ઊર્મિના સાગરનું માત્ર એક બિંદુ,
આખરે તો ઉદભવ્યો છે એજ બિંદુમાંથી મારો આ સિંધુ!

* * *

તારા વિરહનાં રણમાં રોપ્યું’તું મેં મારું એક અશ્રુ-બિંદુ,
ને ઘૂઘવે છે હવે હર ઘડી જોને તારી ઊર્મિનો સાગર!

* * *

ઊર્મિસાગર

*

Bone Marrow search update for Nirali Naik સપ્ટેમ્બર 12, 2006

Posted by ઊર્મિ in અન્ય.
3 comments

September 10, 2006 – Bone Marrow search update (વધુ…)

વંદે માતરમ્ – આજે શતાબ્દિ પૂરી કરે છે… સપ્ટેમ્બર 8, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ.
2 comments

namaste_india.JPG

વંદે માતરમ્
વંદે માતરમ્ (વધુ…)

હથેળીની એક રેખા સપ્ટેમ્બર 6, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
4 comments

રેતીમાં
લખ્યું’તું
તારું નામ,
મેં
અમસ્તુ જ-
અને
સર્જાઇ ગઇ’તી
એક રેખા,
મારી હથેળીમાં!

* * *

ઊર્મિસાગર

*

એક નવો બ્લોગ: ચાલો કરીએ “સહિયારું સર્જન”! સપ્ટેમ્બર 4, 2006

Posted by ઊર્મિ in પરિચય.
2 comments

પ્રિય મિત્રો,

આપણા સૌના જાણીતા અને માનીતા સુરેશભાઇ જાની, મિત્ર નિલમ દોશી અને હું – અમે સાથે મળીને એક નવો બ્લોગ શરૂ કરીએ છીએ “સહિયારું સર્જન“, જે માત્ર અમારો જ નહીં પણ આપણા સૌનો સહિયારો બ્લોગ! આપણા આ સહિયારા બ્લોગ પર આપણે સૌ સાથે મળીને સહિયારું સર્જન કરીશું… આશા છે કે આપ સૌનો સહકાર મળતો રહેશે.

… તો ચાલો, આપણે શૂન્યમાંથી થોડું સર્જન કરીએ અને આપણી અંદરનાં કવિને જગાડીએ!

અમે આપીશું તમને કોઇ એક પંક્તિ, કે થોડાં શબ્દો અથવા કોઇ એક વિચાર કે પછી કોઇ સંજોગ, અને એને આપણે મઢીશું આપણા શબ્દોથી મુક્તક, શેર, લઘુ કાવ્ય કે ગઝલ જેવા કોઇપણ રૂપથી… તો આપ સૌ અમને સાથ આપો છોને??

જો કોઇ વાંચકમિત્રોએ આપણા આ સહિયારા કાવ્યસર્જનની ક્રિયા માટે કોઇ વિચાર કે કોઇ પંક્તિ આપવી હોય તો http://sarjansahiyaaru.wordpress.com બ્લોગનાં “સર્જનમાં સાથ આપો” પૃષ્ઠ પર કોમેન્ટ દ્વારા જણાવી શકે છે.

સસ્નેહ, “ઊર્મિસાગર”

* * *

યાદ – જીગર મુરાદાબાદી સપ્ટેમ્બર 1, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
2 comments

(ગઝલનાં ઉર્દૂ-શબ્દોનાં અર્થો શોધી આપવા બદલ આપણા પ્રિય મિત્ર ડૉ.વિવેકભાઇનો ઘણો આભાર!)

દુનિયા કે સિતમ યાદ, ના અપની હી વફા યાદ,
અબ મુઝકો નહીં કુછભી મોહબ્બત કે સિવા યાદ.

મૈં શિકવાલબ થા, મુઝે યે ભી રહા યાદ,
શાયદ કિ મેરે ભૂલનેવાલેને કિયા યાદ. (વધુ…)