jump to navigation

તસ્બી: નિર્વાણતંદ્રા -પંચમ શુક્લ ફેબ્રુવારી 26, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

અચાનક અકળ કૈં દ્રવી જાય છે,
ઝીલું ત્યાંજ એ ઝરમરી જાય છે.

ધધખતાં હ્રદયની ધમણ ફૂંક પર,
રુધિર લોહરસમાં ઢળી જાય છે.

સરી જાય વિષદંશનું યે દહન,
સ્મરણ એક એવું ડસી જાય છે.

રસસ્ફિત સકળ અવયવો શુષ્ક થઇ,
ક્રમેક્રમ કમશઃ ખરી જાય છે.

મૂકી સ્વપ્નને બાણશૈય્યા ઉપર,
સ્વયં ઊંઘ ઝોકે ચડી જાય છે.

સ્વયં ઊંઘ ઝોકે ચડી જાય છે,
અચાનક અકળ કૈં દ્રવી જાય છે.

* * *

(સાભાર પ્રત્યાયન પરથી)

*

ટિપ્પણીઓ»

1. ઊર્મિસાગર - ફેબ્રુવારી 26, 2007

Tasbi is the variation of gazal where last stanza revolves and connects to the first stanza, thus called Tasbi (meaning roasary in English).

-Pancham Shukla

2. pravinash1 - ફેબ્રુવારી 26, 2007

અને જે દ્રવી જાય છે તેને હૈયુ કહેવામાં આવે છે

3. વિવેક - ફેબ્રુવારી 27, 2007

મૂકી સ્વપ્નને બાણશૈય્યા ઉપર,
સ્વયં ઊંઘ ઝોકે ચડી જાય છે.

-સરસ વાત… સુંદર ગઝલ, પંચમદા !…

4. Suresh Jani - ફેબ્રુવારી 28, 2007

ઋષિકવિ રાજેન્દ્ર શુકલના ભત્રીજા તેમનાથી સવાયા બનશે.

5. સુરેશ જાની - મે 23, 2007

સ્વપ્ન અવસ્થાનું તાદ્રુશ્ય ચીત્રણ
અતી સુંદર શબ્દો , અમને તસ્બી વાંચવાનો ય રીયાઝ થયો.
‘રસસ્ફિત’ એટલે શું?

6. ઊર્મિસાગર - મે 23, 2007

Rasasphit: Full of life saving liquid (e.g. blood) and active.

-Pancham

7. hemantpunekar - મે 24, 2007

સુંદર રચના! બધા સ્વપ્નોને બાણશૈય્યા ઉપર મૂકીને ઊંઘ ઝોકે ચડી જાય છે. વાહ! બંધ આંખના જ નહીં ઉઘાડી આંખના સ્વપ્નમાંથી પણ જાગો એટલે નિર્વાણ થયું એમ કહેવાય. બહુ સરસ પંચમભાઈ.

મા આનંદમયીના જીવનમાં થયેલી એક ઘટના યાદ આવે છે. કોઈએ એમને પૂછ્યું કે તમને સ્વપ્ન કેવા આવે છે ત્યારે એમણે કહ્યું કે જ્યાં પૂર્ણ જાગૃતિ હોય ત્યાં સ્વપ્ન કેવાં. એ પૂર્ણ જાગૃતિની વાત કરતી આ અદભૂત રચના છે.


Leave a comment