jump to navigation

કંકોતરી -આસીમ રાંદેરી માર્ચ 13, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

kankotri.gif 
lostrip.giflostrip.gif

મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.

રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.

જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.

દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો…
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો…
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો…
મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો…

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે હું એનો એજ છું.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

lostrip.gif

 

Advertisements

ટિપ્પણીઓ»

1. મુક્તક: કંકોતરી -અમૃત ‘ઘાયલ’ « ઊર્મિનો સાગર - માર્ચ 13, 2007

[…] કંઠે સ્વરબદ્ધ થયેલ આસીમ રાંદેરીની કંકોતરી મારી ખૂબ જ પ્રિય છે… આજે સાંભળતા […]

2. 'વિવેક' « સહિયારું સર્જન - માર્ચ 16, 2007

[…] દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે, કંકોતરી …  […]

3. nilam doshi - માર્ચ 17, 2007

મારી પ્રિય કંકોત્રી..અહીં સાંભળવાને બદલે વાંચવાની મજા આવી.

4. Amit pisavadiya - માર્ચ 18, 2007

બહુ સરસ ગઝલ છે અને મનહર ઉધાસે કંઠ પણ બહુ સરસ આપ્યો છે…

5. viral patel - મે 12, 2007

It is very beautiful Gazal. I like it very much
Viral Patel
Baroda
Gujarat, India

6. Pritesh Patel - મે 12, 2007

Good to have this type of material on internet. It’s reflect our culture and society.

7. hitesh - જુલાઇ 14, 2007

how can i download this gazal free…… i want this gazal

8. ravi - ડિસેમ્બર 13, 2007

Mr. ravi vaghasiya

9. ayushi - ઓક્ટોબર 5, 2009

how can i download this gazal

10. toral patel - ફેબ્રુવારી 15, 2010

hi i like this gazal so much. not this only i like every gujarati gazal.
but this is my favorite.thanks for upload.

11. dhiresh r zinzuvadiya - એપ્રિલ 23, 2010

it is a very fentastic and lovely gazal. i was lissten only hindi gazals but somewhere i was lissten this, i fall in love upon this and other gazals, geet like ” dikro maro ladakvayo, dev no didhel chhe”

12. rajeshnagjipatel - ઓગસ્ટ 16, 2010

Excellent ghazal.I hear this ghazal by manhar udhas

13. chetan - ઓક્ટોબર 1, 2010

kankotry mane khubaj pasnd 6. aa vachi ne mane mara prem ni yaad aavi jay 6. k j aame givan ma madi ne skiya………

14. Nihar Pujara - ઓક્ટોબર 11, 2010

jyare pan a “kankotri” sambhadu chu aathwaa to vachu chu mane maru bhoot kaal, vartmaan thai ne saame uubhelu dekhaay che ne aadhura swapn ne aadhuro prem yaad aawtaaj man gad gad thai ne bharai aave che. hoon ghani wakhat ekaant ma aa sambhadto rahu chu. lakhnaar ne mara khoob khoob dhanyawaad eem thay che ke kadach aa mara matej lakhayu che.

15. Ratod Mehul - મે 19, 2011

I like it. when i heart this , that time i think my past, i think i hope ke “PACHA MARA EVA DIVSO AVI JAY” what a days yarrr….. hu jyare aa sambhalu chu tyARE mane mara e potani ganti vyakti ni yad ave che.. pn shu thai time is time yarrr…. Atyare pn hu tene yad karu chu ane karto rahish….

16. karishma shah - ફેબ્રુવારી 8, 2012

it is very beautiful gazal and sung very nicely by manhar udas…i just love his gazals….

17. karishma shah - ફેબ્રુવારી 8, 2012

it is really very nice gazal beautifully sung by manhar udas….i just love all gazals of manhar udas…

18. Rakesh Patel - સપ્ટેમ્બર 22, 2014

Any 2 lines gazals for konkotari ?

19. KISHAN DESAI - માર્ચ 29, 2015

અરે વાહ, ખુબ ખુબ અભિનંદન.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: