jump to navigation

લગે પ્રીત કે બાણ -સંકલિત ડિસેમ્બર 15, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, દુહા, મુક્તકો/શેર.
trackback

 એક વખત ધોમધખતા ઉનાળામાં પાણીના એક ખાબોચિયા પાસે એક હરણ અને એક હરણીના નિશ્ચેત દેહો પડ્યા હતા.  આ દૃશ્ય જંગલમાં ફરી રહેલી બે સખીઓએ જોયું ત્યારે એક સખી બીજી સખીને પૂછે છે:

ખડા ન દીખે પારધી,
લગા ન દીખે બાણ;
મેં પૂછું તોંસે હે સખી,
કિસ બિધ તજે હૈ પ્રાણ.

સખી પૂછે કે આજુબાજુમાં કોઇ શિકારીના સગડ દેખાતા નથી, અને આ હરણાંઓને કોઇ બાણ પણ લાગેલું નથી.  હે સખી, હું તને પૂછું છું કે કેવી રીતે તેઓના પ્રાણ ગયા હશે?  બીજી સખી બહુ જ ચતુર હતી.  વિચારીને આ પ્રમાણે જવાબ આપે છે:

જલ થોડા નેહ ઘણાં,
લગે પ્રીત કે બાણ;
તૂ પી, તૂ પી, કર રહે,
ઈસ બિધ તજે હૈ પ્રાણ.

હરણ અને હરણી ખૂબ જ તરસ્યાં થયાં હતાં.  કંઠ સુકાતો હતો પરંતુ આ ખાબોચિયામાં બન્ને પી શકે એટલું પાણી હતું નહીં એટલે હરણ કહે છે કે પ્રિયા ! એ પાણી તું પી, અને હરણી કહે છે કે પ્રિય ! તમે પીઓ.  મમતાની અને લાગણીની આ ખેંચતાણ હતી.  પોતે પાણીમાં મોઢું નાખે નહીં અને એકબીજાને આંખોથી અને મોઢું હલાવીને આગ્રહ કર્યા કરે અને આમ તું પી, તું પી કરતાં પ્રાણ ખોયા.  આમ પ્રણયની વાતમાં બુદ્ધિ પર સ્નેહનો વિજય થયો.  આવા સ્નેહની લાગણનો સંજીવની-સ્પર્શ લોહીની લાલીમાં ભળે ત્યારે જીવન ભર્યું ભર્યું લાગે છે.  તરસથી હરણના પ્રાણ જવાની ઘટનાને બરકત વીરાણી ‘બેફામ’ આ રીતે વ્યક્ત કરે છે:

હરણને પારધી મારે છે એ તો જાણતો’તો હું;
તરસ એની જ ખુદ હણશે, મને એની ખબર ન્હોતી.

તરસ પોતાને લાગી છે એના કરતાં પોતાના પ્રિય પાત્રને લાગેલી તરસ અને તેમાંથી ઉદભવતી વ્યથાએ હરણના પ્રાણને હરી લીધા છે. આવા પ્રેમી હરણાઓની જેમ, પ્રેમના દીવાનાઓના જીવ મળવાની ધટનાઓ વિરલ હોય છે. અને એ માટે ‘ઘાયલ’ સાહેબ ફરમાવે છે કે:

નથી એમ મળતા અહીં જીવ ‘ઘાયલ’,
પરસ્પર દીવાના જવલ્લે મળે છે.

* * *

(‘ગુફતગૂ’માંથી…)

*

ટિપ્પણીઓ»

1. Neela Kadakia - ડિસેમ્બર 15, 2006

પ્રેમની પરાકાષ્ટા

2. સુરેશ જાની - ડિસેમ્બર 15, 2006

મને આ રીત ગમી. માત્ર કાવ્ય મૂકવાની સાથે સાથે આ રીતે જાણીતા કવિઓના વિચારો પણ મૂકીએ તો આપણા વાંચનમાં અને કવિતાની સમજમાં પાકટતા આવશે. આપણે કવિતાને વધુ સારી રીતે સમજી શકીશું.

આ પ્રયત્નો ચાલુ જ રાખજે.

3. Professor Dinesh O. Shah - ડિસેમ્બર 15, 2006

Excellent poetry about love, sacrefice in the form of story of two deers. Thanks and keep this type of poetry coming in the future!

Dinesh O. Shah,Ph.D. University of Florida, Gainesville, FL, USA
dineshoshah@yahoo.com

4. Umang Modi - ડિસેમ્બર 15, 2006

ખુબ જ સુન્દર ,
પ્રેમ ત્યા નેમ નહી…

Umang Modi.

5. vijayshah - ડિસેમ્બર 15, 2006

Ghanu sundar

6. જયદીપ - ડિસેમ્બર 16, 2006

ઊર્મિ,

કવિ કાન્તની એક રચના ‘ચક્રવાકમિથુન’ના મૂળમાં પણ આવો જે એક દુહો રહેલો છે:

સાંઝ પડે દિન આથમે, ચકવી બેઠી રોઈ,
ચકવા ચલો જાયે જિંહા સાંઝ ના પડતી હોઈ’…

થોડાં બીજા દુહાઓ:

આવત આવત કહ ગયે દે ગયે કોલ અનેક
ગિનતે ગિનતે ઘીસ ગઈ મેરી અંગુલિયોં કી રેખ

કાગા જબ તુમ ખાઈઓ ચુન ચુન ખાઈઓ માંસ
દો નૈનાં મત ખાઈઓ મોહે પિયા મિલનકી આશ

કાળજું કાઢી ભોંય ધરું લઈ કાગા ઊડી જા
માધવ બેઠા મેડીએ, ઈ ભાળે એમ ખા…

-જયદીપ

7. વિવેક - ડિસેમ્બર 18, 2006

સુરેશભાઈની વાત મને પણ જંચી… કવિતાને આ સ્વરૂપે આપવાથી વાંચવાની પણ મજા આવે છે… અભિનંદન, મિત્ર!

8. pravina kadakia - જાન્યુઆરી 1, 2007

ઊર્મિ ને
પ્રેમમાં સોદો ન હોય
પ્રેમના મોલ ન હોય
પ્રેમમાં સ્વાર્થ ન હોય
પ્રેમતો બસ પર્વતમાંથી નિકળતાં ઝરણા
સમાન પવિત્ર હ. વહ્યાજ કરે ન ખબર
હોય તેને ગતિની કે ન ખબર હોય તને
દિશાની. તેને રંગ નથી,તેને સ્વાદ નથી
તેને રૂપ નથી. માન નથી અપમાન નથી.
આનંદ નથી,આશા નથી, નિરાશા નથી.
તે શાશ્વત છે.

9. Dipika Mehta - જાન્યુઆરી 17, 2007

જલ થોડા નેહ ઘણાં,
લગે પ્રીત કે બાણ;
તૂ પી, તૂ પી, કર રહે,
ઈસ બિધ તજે હૈ પ્રાણ.

ખુબ જ સરસ રીત પ્રેમ અભિવ્ય્ક્ત ક્ર્યો છે, આ કાવ્ય માં.

10. Samir Shah - એપ્રિલ 10, 2013

જળ થોડા નેહ ઘણા
લાગે પ્રીત કે બાણ
તું પી , તું પી કર રહે
ઇસ બીધ તજે હૈ પ્રાણ
પ્રેમ ની શક્તિ અને પ્રેમ નો સાગર જેની પાસે હોય તેને ભૂખ તરસ , ટાઢ તડકો ક્યાં નડે છે !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: