jump to navigation

લયસ્તરોને આજે બીજી વર્ષગાંઠે ખૂબ ખૂબ અભિનંદન!! ડિસેમ્બર 4, 2006

Posted by ઊર્મિ in અન્ય.
trackback

લયસ્તરોના સંચાલકોને લયસ્તરોની બીજી વર્ષગાંઠે ખૂબ ખૂબ અભિનંદન! 
હંમેશા બસ આવી જ રીતે લયસ્તરોની સફળ-વૃધ્ધિ થતી રહે અને અમે સૌ સદા એનો આસ્વાદ લેતાં રહીએ એવી શુભેચ્છાઓ…

અભિનંદન,
ઓ બે વર્ષનાં
બાળ! નામ એવા
જ ગુણ તારા
છે, લયસ્તરો!

સંજોગોવસાત, ગયા વર્ષે મારે છ મહિના માટે દેશમાં જવાનું થયું અને ત્યારે રોજનાં વાંચનમાં અખબારો, પૂર્તિઓ અને મેગેઝીનોમાં સાહિત્ય વિભાગને અચૂક અડ્યો હતો… જ્યારે પાછી અમેરીકા આવી ત્યારે અંતરમાં એક કણસ હતી કે હવે ફરી આવું વાંચવાનું ક્યાં અને ક્યારે મળશે?  પરંતુ બહુ રાહ જોવી ન પડી… આવીને બે-ત્રણ મહિનામાં જ અંતરની એ કણસ એકદમ ગાયબ થઇ ગઇ… લગભગ પાંચેક મહિના પહેલાં નેટ સર્ફ કરતાં કરતાં પ્રથમ એસ વીનાં ‘પ્રભાતનાં પુષ્પો’ અને પછી ‘લયસ્તરો’ પર આવી ચડી… અચાનક જાણે એવું લાગ્યું કે કોઇ ખજાનો હાથ લાગી ગયો!  15 વર્ષથી પણ અધિક  જન્મભૂમિથી દૂર રહીને હવે સાહિત્યનું વાંચન તો લગભગ નહિવત્ થઇ ગયું હતું. (હા, કો’કવાર અઠવાડિક ગુજરાત સમાચારમાં ‘કંઇક’ વાંચવા જરૂર મળી જતું!) અને તેમાં લયસ્તરો જેવું હાથ લાગી જાય તો એ ખજાના કરતા પણ કંઇક જ અધિક લાગે!  ખાસ કરીને અમારા જેવા માતૃભૂમિનાં વિરહાતુરોને…!! 

લયસ્તરોએ પ્રસ્તુત કરેલ રચનાઓ ઘણી મારી ગમતી હતી તો ઘણી પ્રથમ વાર જ વાંચી હતી… પુસ્તક લેવા માટે કયા કવિનું પુસ્તક ખરીદું એવી કાયમ ઉલઝન રહેતી અને ઘણા બીજા સારા કવિઓની રચના વાંચવા મળી શકતી ન’હોતી, એ ઉલઝનને લયસ્તરોએ એકદમ સુલઝાવી દીધી… અને મને ઘણા વિવિધ કવિઓની વિવિધ રચનાઓ માણવાનો મોકો મળ્યો…. જેમ કે, ગીત, ગઝલ, અછાંદસ, મુક્તક/હાઇકુ, રૂબાઈ, કાવ્યો, વિગેરે..!

લયસ્તરોએ મને યાદ કરાવ્યું કે સ્કુલકાળમાં સાહિત્ય મારો જેટલો પ્રિય વિષય હતો, એટલો જ પ્રિય વિષય એ હજી આજે પણ હતો… અને ત્યારે મને યાદ પણ આવ્યું કે સ્કુલમાં કેવી થોડી કુમળી કુમળી કવિતાઓ (કે કવિતા જેવું જ કંઇક!) લખવાની ચેષ્ટા શરૂ કરી હતી!  અલબત્ત, એ કોઇને વંચાવી ન’હોતી… (થોડી શરમ તો આવે જ ને, વળી?!!!)  🙂   અમેરીકા આવ્યા પછી એટલું સારું હતું કે કો’કવાર નિજાનંદ માટે ‘કશુંક’ લખી નાંખવાની આદતને અકબંધ રહેવા દીધી હતી. 

લયસ્તરોનાં વિશેષ વાંચનને લીધે અને મારી ‘કંઇક’ લખવાની જુની આદતને સંતોષવા માટે, મારી ‘ઊર્મિનો સાગર’ પ્રગટ થયો… જે હતો મારી સ્વરચિત તથા મનગમતી રચનાઓનો બ્લોગ!  આ બ્લોગનું સર્જન કરવાની પ્રેરણા આપવાનું પ્રથમ શ્રેય જાય છે લયસ્તરોને (બીજું શ્રેય, એમનાં સંચાલકોને… પણ એ દરેકને માટે તો મારે જુદો નિબંધ લખવો પડે)!!

મારી મુરજાયેલી સાહિત્ય રુચીને વિવિધ રચનાઓનું પાણી પાઇ પાઇને ફરી લીલીછમ્મ કરવાનું સૌથી મોટું શ્રેય જાય છે લયસ્તરોને… અને એનાં સંચાલકોને!!  એમનો આભાર માનવો મારે માટે લગભગ અશક્ય હોય એ સૌને મારાં સ્નેહ-નમન! 

છેલ્લે કહું તો… 

ભાષા આવીને મને એમ વરી આજે,
ખોવાયેલું મારું કોઇ ઘરેણું હતી જાણે!

ફરીથી, લયસ્તરોને ઉજ્જવળ ભવિષ્ય માટે અંતરમનની હાર્દિક શુભેચ્છાઓ!

ટિપ્પણીઓ»

1. Neela Kadakia - ડિસેમ્બર 4, 2006

ખૂબ ખૂબ અભિનંદન
શુભેચ્છાઓનો પુષ્પગુચ્છો સ્વીકારશો.

2. વિવેક - ડિસેમ્બર 11, 2006

આભાર, ઊર્મિ…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: