jump to navigation

ખીંટીં ઉપર ખુદની ઇચ્છા -શોભિત દેસાઇ નવેમ્બર 26, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

(કિરિટભાઇ ભક્તનો આભાર આ કાવ્ય મોકલવા બદલ.) 

ek_chhokari.JPG

ખુલ્લી આંખે સપના જેવું લાગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!

બર્ફીલી ચાદર હમણાં પથરાઇ છે જળની લહેરો પર,
એક શાશ્વત સ્પર્શનું ગીત રજૂ થાવા તત્પર છે અધરો પર,
આંખો દ્રારા અપેક્ષાઓને તાગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!

પુરુષત્વમાં ઓગાળવાની ક્ષણ પર ખુદને જ્યારે લાવે છે,
ત્યારે ચોર્યાસી લાખ જનમથી પર મને બનાવે છે,
ખીંટી ઉપર ખુદની ઇચ્છા ટાંગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!

* * *

સહિયારું સર્જન પર ‘એક છોકરી’ વિશે કંઇક લખવાનું આપ સૌને આમંત્રણ…

ટિપ્પણીઓ»

1. એક છોકરી « સહિયારું સર્જન - નવેમ્બર 26, 2006

[…] (આખું કાવ્ય વાંચો… ઊર્મિનો સાગર પર…) […]

2. વિવેક - નવેમ્બર 26, 2006

સુંદર ગીત…

3. Dhaval - નવેમ્બર 27, 2006

પુરુષત્વમાં ઓગાળવાની ક્ષણ પર ખુદને જ્યારે લાવે છે,
ત્યારે ચોર્યાસી લાખ જનમથી પર એ મને બનાવે છે.

બહુ સરસ વાત !

4. Kiritkumar G. Bhakta - નવેમ્બર 27, 2006

ઉર્મિ,
આભાર શાનો ?
આ રચના અને એનો રચયિતા ફક્ત ગુજરાતી ભાષાના જ ઓશિયાળા છે.
કદાચ ,આપણામાં ઘણાંને ભાષાનું આ માન ગમતું નથી.


Leave a comment