jump to navigation

એક પ્રશ્નપત્ર -ઉદયન ઠક્કર એપ્રિલ 27, 2007

Posted by ઊર્મિ in અછાંદસ, ઊર્મિની પસંદ.
trackback

exam.jpg 

1.  હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

2.  અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો, કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.

3.  (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ !)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

4.  નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.

5.  શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો.

6.  છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)

7.  ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે, કયારે, કોને, આવી પંક્તિ(નથી)કહી?

8.  હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહીંતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.

* * *

(આભાર લયસ્તરો)

કવિતા તો નથી, પણ આ પ્રશ્નપત્ર જ્યારે મેં લયસ્તરો પર વાંચેલો ત્યારે મને એ ખૂબ જ ગમેલો, આજે અહીં મૂકું છું!   મેં પણ શાળા-કૉલેજોમાં કેટલીયે પરીક્ષા આપેલી હશે, પણ ક્યારેય આવો પ્રશ્નપત્ર તો કોઇએ બનાવેલો જ નહીં…  🙂 

*

ટિપ્પણીઓ»

1. કુણાલ - મે 10, 2007

વાહ.. મજાનું પ્રશ્નપત્ર છે… અને જોવા જેવું તો એ છે કે આમાં ક્યાં તો પૂરાં માર્ક આવે ક્યાં તો જરાય નહિ…. નસીબ નસીબ નો ખેલ … 🙂

ખુબ સુંદર…

2. Gira - મે 10, 2007

Very Good. I really enjoyed it.

3. Jitendra Macwan - મે 29, 2007

It’s really delicious…

4. gopal h parekh - જુલાઇ 17, 2007

kharkhar bahu j saras

5. Prerak V. Shah - ઓક્ટોબર 25, 2008

Maja aavi gai vanchi ne!

6. vaibhav gandhi - જાન્યુઆરી 20, 2011

it is realy very good

7. navinshah - જાન્યુઆરી 7, 2012

khooba j saras

8. Rekha Shukla - ડિસેમ્બર 6, 2015

Leave a comment