jump to navigation

તો શું ફર્ક પડ્યો? જાન્યુઆરી 24, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

22 જાન્યુ. ના રોજ એક મિત્રનાં માતૃશ્રીનાં ફ્યુનરલમાં જવાનું થયું…
એમની મરણોત્તર વિધિ થતાં જોઇને સહજ રીતે સ્ફૂરી ગયેલી રચના!
 

dead-tree.jpg

એક જિંદગીને આજે મેં ઢળતી જોઇ, તો શું ફર્ક પડ્યો?
એક પળમાં- હતી ન હતી થતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

હતું કાષ્ઠ સુકુ, જર્જરિત, ને સળગ્યું, તો શું ફર્ક પડ્યો?
એક કુંપળને ડૂસકાં મેં ભરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

બાંધ્યે જ રાખ્યા આયખુંભર અનેક પિંડો સંબંધોનાં,
એક પિંડની માળને મેં ગળતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

જોઇ ઝાંઝવાની ઝાકમઝોળ સૂકી રેતીનાં દરિયામાં,
એક મુઠ્ઠી રેતીને મેં સરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

ઝગમગતા અગણિત તારલાઓ આભની અટારીમાં,
એક ઉલ્કાને આજે મેં ખરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

સતત કરે છે ઊર્મિપાત મુજ અંતરે તવ યાદ, વ્હાલા!
એક ઊર્મિને આજે મેં મરતી જોઇ, તો શું ફર્ક પડ્યો?

* * * 

ઊર્મિસાગર

*

ટિપ્પણીઓ»

1. pravina kadakia - જાન્યુઆરી 24, 2007

હરએક જીઁદગી આમજ હાથમાઁથી સરી જવાની
મારો અભિપ્રાય તમને ગમે યા ન ગમે
તો શુઁ ફર્ક પડ્યો

2. vishwadeep - જાન્યુઆરી 24, 2007

કવિના અંતરમાં જાગતા ભાવો , કોઈ પણ ઘટના જુવે અને
એને શબ્દો ની વાચા આપી, વાંચકો ને લાગણીશીલ બનાવે એજ આપણા ઊર્મિબેન…
સરસ રચના અને ભાવો ને જીલ્યા છે.
વિશ્વદીપ

3. Jayshree - જાન્યુઆરી 24, 2007

Very Good Urmi..
Nice Creation…

4. chetu - જાન્યુઆરી 24, 2007

mari ankho ma to aansu j avi gaya..!!!

5. Neela Kadakia - જાન્યુઆરી 25, 2007
6. Neela Kadakia - જાન્યુઆરી 25, 2007

પોતાનું માણસ ગયાનું પોતાને દુઃખ હોય લોકોને શું ફરક પડે?

7. bansinaad - જાન્યુઆરી 25, 2007

આ સુંદર રચના માનવી ના જીવન ની ક્ષણભંગુરતાં ને યાદ કરાવી ગઈ સાથે સાથે દેવદાસ શાહ ‘અમીર’ નુ એક મુક્તક્
તરફ અંગૂલિનિર્દેશ કરતી ગઈ.

છૂટે ના શ્વાસ છેલ્લો, ત્યાં લગી સહુ આશ રાખે છે
દવામાં ને દુનિયામાં માનવી વિશ્વાસ રાખે છે
ઉઘાડી આંખથી સંબંધ છે મિત્રો આ દુનિયામાં
જરૂરતથી વધારે કોણ ઘરમાં લાશ રાખે છે?

8. Ramesh Shah - જાન્યુઆરી 25, 2007

આ વાત તો ફિલોસોફી ની થઈ પણ ખરેખર ફરક પડે છે ? સામાન્ય જણ જેની સંવેદના જાગ્રુત છે એના સમગ્ર અસ્તીત્વ ને ખળભળાવી નાખે છે આ ‘એક પળમાં- હતી ન હતી થતી જોઇ’ની વાત.
રમેશ શાહ

9. વિવેક - જાન્યુઆરી 25, 2007

માણસ મૃત્યુ પામે પછી બદલાતા વિશ્વને અનુલક્ષીને એક આ કવિતા મીના છેડાના બ્લૉગ પર જુઓ:

http://www.utkarsh.org/blog/

10. સુરેશ જાની - જાન્યુઆરી 25, 2007

સુંદર રચના
શૂન્ય પાલનપુરી યાદ આવી ગયા.

‘ તોફાનને દઇને અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર. ક્ષમા દઇ દે.
હોડીનું એક રમકડું તૂટ્યું તો થઇ ગયું શું ?
મોજાંની બાળહઠ છે, સાગર ક્ષમા કરી દે.’


Leave a comment