jump to navigation

“યાદ” રદીફની ગઝલો જુલાઇ 5, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો, મુક્તકો/શેર.
trackback

જિગર મુરાદાબાદીએ ‘યાદ’ રદીફ પર લખેલી ગઝલ એટલી પ્રખ્યાત થઇ હતી કે ગુજરાતના ત્રણ પ્રસિધ્ધ ગઝલકારોએ એ ‘યાદ’ રદીફ લઇને જે ગઝલો લખી છે એની ઝલક નીચે પ્રમાણે છે:
(જિગર મુરાદાબાદીની એ પ્રખ્યાત ગઝલ મારી પાસે નથી… જો કોઇ પાસે હોય તો અહિં એનો સમાવેશ કરી શકે છે.)

મરીઝ: (13 શેરોની આ આખી ગઝલ લયસ્તરો પર ઉપલબ્ધ છે.)

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ

આ દર્દ મહોબતનું જે હરગિઝ નથી મટતું
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ

મન દઇને ‘મરીઝ’ એ હવે કંઇ પણ નથી કહેતાં
સૌ મારા ગુનાની મને રહેશે સજા યાદ

સૈફ પાલનપુરી: (આ ગઝલ આખી મારી પાસે નથી)

ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ
રહી ગ્યો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ

બે ચાર પ્રસંગો છે જે હું કહેતો ફરું છું
ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ

ભૂતકાળનો જાણે એ પ્રસંગ હોય એ રીતે
આવે છે હવે ‘સૈફ’ મને મારે કઝા યાદ

હરીન્દ્ર દવે: (7 શેરોની આ આખી ગઝલ પણ લયસ્તરો પર ઉપલબ્ધ છે.)

કોને ખબર તને હશે એ મારે દશા યાદ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ

વીસરી ગયો’તો એમને બેચાર પળ કબૂલ
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં
મનમાં તો એની છે મને એક્કે અદા યાદ

(ગુજરાતી ગઝલનાં સો વર્ષને વધાવતી પુસ્તિકા ‘ગઝલ 101’માંથી…
સંપાદન: રમેશ પુરોહિત)

ટિપ્પણીઓ»

1. જયશ્રી - જુલાઇ 8, 2006

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં
મનમાં તો એની છે મને એક્કે અદા યાદ

વાહ…
nice collection…!!
I m waiting for the full Gazal by ‘Mariz’

આ દર્દ મહોબતનું જે હરગિઝ નથી મટતું
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ

Thanks… 🙂

2. amit pisavadiya - જુલાઇ 8, 2006

સરસ !!!

3. વિવેક - જુલાઇ 10, 2006

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.

માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

– મરીઝ

4. MUhamedali Bhaidu 'wafa' - જુલાઇ 11, 2006

યાદ

આવી ગઇ મુજ્ને ક્દી મારી ખતા યાદ.
ઈમાનનો પણ એ તકાદો આવે ખુદા યાદ.

બખ્ખશીશની ઉમ્મીદ હું એવી લઈ બેઠો
કરતો રહુ છું હાં હવે હું મારા ગુના યાદ્.

બે ચાર ઘુંટ પીવાનુ મારુ યે મન હતું
તારીન હાજરી ન હો એવી ન જ્ગા યાદ.

એ દર્દ્દ કે જેને મે પાળ્યું છે જતનથી
મુજ્ને તબીબ માફ કર એની ન દવા યાદ.

ઝુલ્ફોની મ્હેકો ઉપર આખી વસંત ફીદા
તારા ચમનની છેડતી કરતી તે હવા યાદ.

ભુલી જવાશું કાફલાની ઉડતી રેત જ્યમ
મંઝિલ ઉપરતો કોને આવશે’ વફા’ યાદ.

_ મોહંમદઅલી ભૈડુ’વફા’ બ્રામ્પટન ,ઓન્ટ.,કેનેડા
૧૦ ફેબ્રુ.૨૦૦૬
abhaidu@yahoo.com
http://bazmewafa.blogspot.com/

http://bagewafa.blogspot.com/

http://www.shayri.com/forums/showthread.php?s=bf9681585e0ae719e78a00618e0f6d76&postid=196350#post196350/ (urdu shayeri)

5. વિવેક - જુલાઇ 15, 2006

યાદ

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.

એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.

નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.

વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.

એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.

એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.

હરીન્દ્ર દવે

6. Foram - ઓગસ્ટ 13, 2006

Dear Urmi, Here is the ghazal ‘yaad’ by Jigar Muradabadi..
If you can understand, then pls. explain it.. My urdu is not so strong..

‘યાદ’ –જિગર મુરાદાબાદી

દુનિયા કે સિતમ યાદ ના અપનીહી વફા યાદ
અબ મુઝકો નહીં કુછભી મુહબ્બત કે સિવા યાદ

મૈં શિકવા-બ-લબ થા મુઝે યે ભી ના રહા યાદ
શાયદ કે મેરે ભુલાનેવાલેને કિયા યાદ

જબ કોઈ હંસી હોતા હૈ સરગર્મ્-એ-નવાજીશ
ઉસ વક્ત વો કુછ ઔર ભી આતે હૈં સિવા યાદ

મુદ્દત હુઈ ઇક હાદસા-એ-ઇશ્ક કો લેકિન
અબ તક હૈ તેરે દિલ કે ધડકને કી સદા યાદ

હાં હાં તિઝે ક્યા કામ મેરે શિદ્દત-એ-ગમ સે
હાં હાં નહીં મુઝકો તેરે દામન કી હવા યાદ

મૈં તર્ક-એ-રહ-ઓ-રસ્મ-એ-જુનૂં કર હી ચુકા થા
ક્યું આ ગઈ ઐસે મેં તેરી લગઝિશ-એ-પા યાદ

ક્યા લુત્ફ કી મૈં અપના પતા આપ બતાઊં
કીજે કોઈ ભૂલી હુઈ ખાસ અપની અદા યાદ

[lagazish-e-paa=trembling of the feet]

7. dronik - સપ્ટેમ્બર 23, 2007

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ

આ દર્દ મહોબતનું જે હરગિઝ નથી મટતું
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ
મન દઇને ‘મરીઝ’ એ હવે કંઇ પણ નથી કહેતાં
સૌ મારા ગુનાની મને રહેશે સજા યાદ

સૈફ પાલનપુરી: (આ ગઝલ આખી મારી પાસે નથી)

ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ
રહી ગ્યો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ

બે ચાર પ્રસંગો છે જે હું કહેતો ફરું છું
ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ

ભૂતકાળનો જાણે એ પ્રસંગ હોય એ રીતે
આવે છે હવે ‘સૈફ’ મને મારે કઝા યાદ

8. Anil Shah.Pune - ડિસેમ્બર 18, 2020

યાદ કરવા જેવી હોય તો,
તારી સાથે વિતાવેલી એ ખૂશી ની ક્ષણો યાદ કરૂં,,
પણ એ આવે છે ગમ, દર્દ ને પિડા ના રૂપ માં,
તું જ કહે કે હું શું કરું.


Leave a comment