jump to navigation

અરણ્ય-રુદન -પ્રીતિ શાહ/સેનગુપ્તા મે 29, 2007

Posted by ઊર્મિ in અછાંદસ, ઊર્મિની પસંદ, લઘુકાવ્યો.
trackback

mother_daughter.jpg 

પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.

* * *

કવિ પરીચય

*

ટિપ્પણીઓ»

1. વિવેક - મે 29, 2007

પ્રવાસકથાઓના સામ્રાજ્ઞીની સુંદર રચના….

2. પંચમ - મે 29, 2007

સુંદર કાવ્ય….

હમણાં જ મેં એક અદભૂત પ્રવાસ (પરકમ્મા) વર્ણન વાંચ્યુ-
પરિક્રમા નર્મદા મૈયાની- અમૃતલાલ વેગડ

I recommend it to all.

jaimin - સપ્ટેમ્બર 10, 2011

dear i want this book પરિક્રમા નર્મદા મૈયાની- અમૃતલાલ વેગડ plz tell me where from i buy this book…
jaimin212@ymail.com

3. nilam doshi - મે 29, 2007

very nice.thanks urmi,

4. shivshiva - મે 30, 2007
5. પ્રતીક નાયક - જૂન 1, 2007

ખુબ ઉત્તમ, મને લાગે છે કે આ કવિતા લખતી વખતે કવિત્રી નુ મન ખુબજ ગુસ્સાથી ભરેલુ હશે…

6. Rachit - જૂન 4, 2007
7. pravinash1 - ઓક્ટોબર 8, 2007

માના ખોળામાં માથુ મૂકી રડવા માટે આવું કાંઈ પણ
કરવાની જરૂર ખરી.
અરે ત્યાંજો માથુ મૂકવાનો એક અવસર સાંપડે તો
આંસુનો બંધ ટૂટી જઈ ,બધુ વહી જાય અને શાંત
થઈ જવાય.

8. dhavalrajgeera - નવેમ્બર 3, 2008

મને લાગે છે….
કવિત્રી નુ મન ખુબજ ગુસ્સાથી ભરેલુ હશે…
માના ખોળામાં માથુ મૂકી રડવા માટે આવું કાંઈ પણ
કરવાની જરૂર ખરી !

9. યશવંત ઠક્કર - જાન્યુઆરી 9, 2010

માણવી ગમે એવી રચના.
આ રચના મૂકવા બદલ આભાર.

10. Anugana.Desai(mumbai samachar) - જાન્યુઆરી 10, 2010

good one,
i like it very much

11. pragna - જૂન 7, 2011

khub khub khubaj sundar

12. bittu gandhi - ડિસેમ્બર 24, 2011

હેલ્લો પ્રિય મિત્રો …..:)

હુ હાલ એક વેબસાઈટ પ્રોજેક્ટ પર વર્ક કરી રહ્યો છે તે પૂરા વિશ્ર્વમાં નથી તથા સહ-લેખક તરીકે બુક લખી રહ્યો છું. આ બ્લોગ વાંચવાની મને ખુબ જ મજા આવી. ખુબ જ સરસ બ્લોગ. હું બ્લોગ લખુ છું. જેમા મે લખેલા અમુક આર્ટિકલ્સ મૂક્યા છે જેમ કે સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોઝનિયાક, પારકર પેનનો ઈતિહાસ તથા આ ઉપરાંત ટેકનોલોજીને લગતા આર્ટિકલ્સ પણ અહિ મુક્યા છે, જે ખાસ વાંચી અને આપનો મધુર પ્રતિભાવ આપવા વિનંતી. http://bittugandhi.blogspot.com/?spref=gb

શુભ દિવસ રહે..

આપનો વિશ્ર્વાસુ
બિટુ ગાંધી
(સંશોધક, લેખક, આંતરરાષ્ટ્રિય રેકર્ડ હોલ્ડર)

13. Anil Shah.Pune - ડિસેમ્બર 11, 2020

એક અગમ્ય કલ્પના ને સારી રીતે ગોઠવી ને
અફસોસની નજરે જોઈ ને મોઢું સંતાડી ને રડવું,,
અદભૂત અતિ સુંદર….


Leave a reply to યશવંત ઠક્કર જવાબ રદ કરો