jump to navigation

રસ્તા સુધી આવો -આદિલ મન્સૂરી મે 17, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

hands.jpg

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો,
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો.

જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને,
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો.

તમારા નામના સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો,
હું પરપોટો બની ઉપસું તમે કાંઠા સુધી આવો.

જરૂરી લાગશે તો તે પછી ચર્ચા ય માંડીશું,
હું કાશી ઘાટ પર આવું તને કાબા સુધી આવો.

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ,
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો.

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આદિલ’,
રદીફ ને કાફિયા ઓળંગીને મકતા સુધી આવો.

* * *

કવિ પરીચય

*

Advertisements

ટિપ્પણીઓ»

1. 'મળે ન મળે' - શ્રી આદિલજીને 71માં જન્મદિનની શુભકામનાઓ... « સહિયારું સર્જન - પદ્ય - મે 18, 2007

[…] ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આ… […]

2. સુરેશ જાની - મે 18, 2007

આજના પ્રસંગને અનુરુપ, બહુ જ સરસ ગઝલ.
અને ધર્મ-નીરપેક્ષતા પણ કાશી અને કાબા વણી લઇને સરસ રીતે રજુ કરી છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: