jump to navigation

હેપી મધર્સ ડે – મારો અનુભવ! મે 13, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ.
trackback

બધા મિત્રોને હેપી મધર્સ ડે !

yashoda_krishna_ph73.jpg

ઉસકો નહીં દેખા હમને કભી,
પર ઇસકી જરૂરત ક્યા હોગી?
એ મા… એ મા, તેરી સૂરત સે અલગ,
ભગવાન કી સૂરત ક્યાં હોગી… ક્યાં હોગી?
ઉસકો નહીં દેખા હમને કભી…
 

(આ મારું ખુબ જ પ્રિય ગીત છે, સ્મૃતિમાંથી લખ્યું હોય થોડા શબ્દો-ફેર હોય શકે છે…  આ ગીત વિશે મને વધુ કાંઇ જ ખબર નથી… જયશ્રી, આને તારા ટહુકા પર કો’કવાર ટહુકાવજે હોં!)

એમ તો ભારતીય તરીકે આપણે ઘણીવાર પાશ્ચાત્ય પરંપરાઓનું વિવેચન કરી બેસીએ છીએ કે મધર્સ ડે અને ફાધર્સ ડે ને ઉજવવાની શી જરૂર છે?  એવું હોય તો એમનાં ઘરડા માતા-પિતાને નર્સિગ હોમમાં શું કામ મુકી આવવામાં આવે છે?  અમારે ત્યાં તો રોજ જ મધર્સ ડે ને ફાધર્સ ડે હોય છે! (જો કે, એ ય કાંઇ બધે જ સાચું નથી!)   હા, એ વાત પણ સાચી છે… પરંતુ મારું અંગત માનવું છે કે પાશ્ચાત્ય પરંપરાનું વિવેચન કરવાનો આપણને શો હક્ક?  એકદમ સાદી વાત છે- આપણે કેવા છીએ એ જ પહેલાં આપણે જોઇએ, અને કોઇનું કાંઇ ન ગમે તો એમના જેવા ન થઇએ… બસ!!  બધાની અલગ અલગ પરંપરાઓમાંથી આપણને જે ગમે, આપણને જે આનંદ આપે અને આપણને જે ઉચિત લાગે એ વસ્તુ સ્વીકારવામાં ખોટું શું છે?!  એમાં આપણા સંસ્કારોને ક્યાં કોઇ આંચ આવે છે!

આજનો મારો મધર્સ ડે… કંઇક વધારે સ્પેશ્યલ બની રહ્યો!  (જો કે હું બહુ લાંબી વાત નહીં કરું, પ્રોમિસ!)

આ અઠવાડિયે મારા પાંચ વર્ષનાં વિશાલની સ્કૂલમાં બધા છોકરાની મધર્સ માટે ટીચર્સે ગિફ્ટ અને કાર્ડ બધાની પાસે બનાવડાવ્યા ત્યારે એનો ઉત્સાહ અને એની ખુશી એવી તો અનેરી હતી કે એના ચહેરાની ખુશીની એ એક એક પળ મને મધર્સ ડે ગિફ્ટ જ લાગી છે. એ પળો ન મળી હોત તો પણ કોઇ અસંતોષ ન હતો, પરંતુ એ પળો મળી તો જાણે ધન્ય ધન્ય થઇ ગઇ!  સવારે ઉઠીને (ડેડીએ લાવેલી ગિફ્ટ આપ્યા બાદ) એનાં ડેડીની સાથે કાર્ડમાં ગિફ્ટ તરીકે મૂકેલી ટી-બેગમાંથી ચા બનાવીને મને ‘સરપ્રાઇઝ’ આપી… (જો કે, એ ‘સરપ્રાઇઝ’ની વાત તો મને આખું વીક કરી કરીને એણે ગોખાવી દીધી હતી!) પણ મને કહી દીધું કે મારે એ લોકો જોડે મારી ચા share કરવી પડશે… કારણ કે ‘Sharing is good… good people always share!’ (મારું જ ભણાવેલું ગણિત, ઘણીવાર એ મને જ ભણાવે છે!) નહીંતર એ અને એના  ડેડી બહુ જ Sad થઇ જશે… પછી એનાં રૂમમાં જઇને એનાં Crayons નાં બોક્સમાંથી પિંક કલરનો ક્રેયોન લઇ આવ્યો અને આપતા આપતા એ  મને કહે કે “Pink color is only for girls… so, I am giving this to you, mamma… you can keep it!!”  

લંચ માટે બહાર ગયા હતા તો ઘાસમાં ઉગેલાં પીળાં જંગલી ફૂલો થોડી થોડી વારે તોડી તોડીને મને આપ્યા કરે ને બોલ્યા કરે કે ‘હેપી મધર્સ ડે, મમ્મા!’  આમ તો બે-ત્રણ દિવસથી જ કંઇ ને કંઇ શોધી લાવી ને મને ‘હેપી મધર્સ ડે, હેપી મધર્સ ડે!’નું વિશ કર્યા જ કરતો હતો… એને તો જાણે ખૂબ જ મજા પડી ગઇ હતી, અને એને મજા પડેલી જોઇને મને વધારે મજા પડી ગઇ.  મને તો આજે ખૂબ જ કિંમતી મધર્સ ડે ગિફ્ટ મળી ગઇ હતી!  અને આવી રીતે મારો મધર્સ ડે ઉજવાઇ ગયો, પરંતુ પતી નથી ગયો… એ તો હજુ થોડા દિવસ ઉજવાશે, જ્યાં સુધી વિશાલ એને ઉજવ્યા કરશે!

હા, પણ એનાં ડેડીએ એને હવે ચોખ્ખું કહી દીધું છે કે ‘બેટા, સ્ટોરમાં જઇને મમ્મા માટે ગિફ્ટ તો એક જ વાર લવાય… OK!!’  😀

* * * 

ઊર્મિસાગર

*

ટિપ્પણીઓ»

1. જય - મે 13, 2007

“આપણે કેવા છીએ એ જ પહેલાં આપણે જોઇએ, અને કોઇનું કાંઇ ન ગમે તો એમના જેવા ન થઇએ… બસ!! બધાની અલગ અલગ પરંપરાઓમાંથી આપણને જે ગમે, આપણને જે આનંદ આપે અને આપણને જે ઉચિત લાગે એ વસ્તુ સ્વીકારવામાં ખોટું શું છે?! એમાં આપણા સંસ્કારોને ક્યાં કોઇ આંચ આવે છે! — બહુ જ સરસ વિચાર!
માતૃદિન પરનો વિશાલ સાથેનો અનુભવ વાંચવાની બહુ મજા પડી. દરેક માતાને આ દિવસ વહાલનો પ્રેમાળ અનુભવ કરાવે છે.

બીજી એક વાત:
હવે તો અમદાવાદ/વદોદરામાં અને આખાં ભારતમાં વૃદ્ધાશ્રમ થવા માડ્યાં છે..’વૃદ્ધાશ્રમ’ શબ્દ લખી ઈંટરનેટ પર શોધ કરશો તો ખ્યાલ આવશે કે આપણે આપણી જ સંસ્કૃતિ ને કેટલી ભૂલી રહ્યાં છીએ.

“વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓએ એક વૃદ્ધાશ્રમ ની મુલાકાત લઈ એમાં રહેતાં વડિલો ના દિલ સ્પર્શી તેમને પ્રેમનો અદભૂત અનુભવ કરાવ્યો. આ વડિલોમાં ગુજરાતી નાટ્યકાર ગૌરીશંકર જોષીનો પણ સમાવેશ થાય છે. એમનું નાટક ‘પપ્પા જાણે તો છે’ ઘણું લોકપ્રિય બન્યું હતુ.” (-બંસીનાદમાંથી)
-http://cities.expressindia.com/fullstory.php?newsid=222406

આપણાં અમેરિકા સ્થિત અમુક ભારતીયો નાં વૃદ્ધ માતા-પિતા પણ અહીં જ રહેતાં હોય છે. http://www.abhiruchivillage.com/sandhyachaya.htm

2. nilam doshi - મે 14, 2007

મજા આવી ગઇ ઉર્મિ,…વિશાલે સરસ રીતે ઉજવ્યો મધર;સ ડે…જિંદગીભર આવા જ ઉત્સાહથી ઉજવતો રહે એ શુભેચ્છાઓ .

મને પણ વાંચી ને મારા બાળકોએ ઉજવેલ મારો “હેપી” બર્થ ડે યાદ આવી ગયોજે પ્રસંગ મેં “ભાવ વિશ્વ “માં મૂકેલ જ છે.
બાળકોની આ નાની નાની વાતો જ મોટા થયા પછી અમૂલ્ય સંભારણુ બની રહે છે.
તારી પાસે તો હજુ ઘણો સમય છે..વિશાલની વાતો માણવાનો.માણતી રહે..અને ગુલાલ કરી ને અમ સંગે વહેચતી રહે..
આવા જીવન પ્રસંગો જીવનને જીવંત બનાવે છે.બરાબરને?

3. jayshree - મે 14, 2007

ઊર્મિ,
વાત તો સાચી છે, બીજા પાસેથી જે સારુ લાગે એ અપનાવવામાં કશો જ વાંધો નથી.
આપણે ત્યાં ભલે ‘માતૃ દેવો ભવ’ કહીને રોજ જ મધર્સ ડે ઉજવાતો હોય, પણ બીજી બાજુ જોવા જઇએ તો દિકરાઓએ ‘કાઢી મુકેલા’ મા-બાપ શોધવા આપણે કંઇ વધારે દુર નથી જવું પડતું, આપણા જ સમાજ અને ઓળખીતાઓમાં મળી રહે છે…

અને હા….
વિશાલની વાતો સાંભળીને ( એટલે કે વાંચીને 🙂 ) ખરેખર મજા આવી..
उसको नहीं देखा हमने कभी… એ ગીત આવતી કાલે ટહુકો પર…. ( તમારી ફરમાઇશ હોય તો મારાથી મોડુ થાય ખરું ? 🙂 )

4. jayshree - મે 14, 2007
5. shivshiva - મે 15, 2007

ચલ્લો ચલ્લે મા સપનોકે ગાઁવમેં
કાંટોસે દૂર રહે ફૂલોંકી છાઁવમેં

6. પંચમ શુક્લ - મે 15, 2007

લંચ માટે બહાર ગયા હતા તો ઘાસમાં ઉગેલાં પીળાં જંગલી ફૂલો થોડી થોડી વારે તોડી તોડીને મને આપ્યા કરે ને બોલ્યા કરે કે ‘હેપી મધર્સ ડે, મમ્મા!’

What a poetic moment and expression?

7. વિશ્વદીપ બારડ - મે 15, 2007

પ્રેમથી બાળકે આપેલી વ્હાલ ભરી પપ્પી.. ને … હ્ર્દય માં જાગેલ ઊમળકો..એજ “મા”
માટે ભવ્ય બની જાય છે…

8. Shailesh Khajanchi - ઓક્ટોબર 23, 2010

It was deepest sorrow of my life when I got call for sad demises of my mother(age 87) as we were celebrating our 25th marriage anivesary with our children. Due to out station job we could not meet my mother. My sinful unexpected sinful act of life had put me stressful guilty feeling seeking pardon from my late mother


વિશ્વદીપ બારડ ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: