jump to navigation

ગૌરવ-કથા ગુજરાતની -‘શૂન્ય’ પાલનપુરી મે 1, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

આજનો ગુજરાત દિન સૌ મિત્રોને ખૂબ ખૂબ મુબારક… આજે ગુજરાત વિશેની આગળ એકવાર મુકેલી ગઝલની પોસ્ટને જ હું ફરીથી મૂકું છું… જે મારી ઘણી પ્રિય ગઝલ છે.  મારામાં તો હંમેશા આ ગઝલને વાંચતા કે ગણગણતા એક અનોખી જ ગુજરાતી-ખુમારી આવી જાય છે… જુઓ તમે પણ ટ્રાય કરી જુઓ!  🙂

ફરીથી દરેક ગુજરાતી મિત્રોને આપણું આ અમૂલ્ય ગુજરાતીપણું ખૂબ ખૂબ મુબારક!

gujarat.jpg

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.

ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.

માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.
 

***
આ આખી કવિતામાંથી કઇ કડીઓ બેસ્ટ છે એ નક્કી કરવું મારે માટે તો બિલકુલ અશક્ય છે… બધી જ કડીઓ એકબીજાથી ચડિયાતી લાગે છે. વળી, કવિની સાથે સાથે આપણનેય નથી લાગતું કે જિંદગી તો જ ધન્ય લેખાય કે “મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની”??  આ કવિતા વાંચીને જો કોઇ વાંચકના મુખારવિંદ પર ગુજરાતની અસ્મિતા અને ખુમારી નહિં ચમકી ઉઠે તો જ નવાઇ લાગશે!

જય ગુર્જરી!!

gujarat_sml.jpg

*
 

ટિપ્પણીઓ»

1. radhik - જુલાઇ 22, 2006

simply superb…. jay garvi gujarat

2. Himanshu - જુલાઇ 22, 2006

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.

Hi Urmi.
I am sure…there are thousands of gujurati outside gujarat. And there are people like me living life away from home since last 10 years. I might need to live anywhere in the world. But I want to die in my hometown. My kids will study in the same school I studied. I feel great while reading this.

Thanks for posting nice poem.
A Gujarati, Himanshu

3. વિવેક - જુલાઇ 22, 2006

શહીદી, લોખંડી, સોમનાથ, ચીર જેવા શબ્દપ્રયોગો વડે ગાંધી, વલ્લભભાઈ, મુન્શી, કૃષ્ણ જેવા મહાનુભાવોનું અદભુત ચિત્રણ…. ‘શૂન્ય’માંથી સર્જન તે આનું નામ!

4. vijay - જુલાઇ 22, 2006

Ghani j saras kavita
sachi vat chhe
શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.

5. અમિત પિસાવાડિયા - જુલાઇ 22, 2006

ઊર્મિ જી તમારી વાત સાચી છે . બધી જ કડીઓ એકબીજાથી ચડિયાતી લાગે છે.

જય ! જય ! ગરવી ગુજરાત !
જય ! જય ! ગરવી ગુજરાત !
દીપે અરુણું પરભાત,,

શ્રી નર્મદ ના શબ્દો છે.

6. સુરેશ જાની - જુલાઇ 22, 2006

આ ગઝલમાં ગુજરાતના મહાનુભાવો વણાયેલા છે તે તો વિવેકની કોમંટ વાંચી ત્યારે જ ખબર પડી. ‘વિવેક’ જેવી દૃષ્ટિ આપણને મળે.

7. manvant - જુલાઇ 24, 2006

સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની !
જય જય ગરવી ગુજરાતની,જય ગુણવંતી ગુજરાતની !
જય સોમનાથ !!!!!!!જય મહાકાલ !!!!!!!!!
જય બોલો દ્વારિકાનાથની !!!!સૌ બોલો !!!!!!!
હર હર હર મહાદેવ……………. હર !

8. vishnu patl - માર્ચ 8, 2007

wah wah wah bahu saras

9. વિવેક - મે 1, 2007

જય જય ગરવી ગુજરાત…

10. jayshree - મે 1, 2007

ખરેખર ઊર્મિ.. ‘અથ’ થી ‘ઇતિ’ સુધી ગમી જાય એવી રચના….
‘ગુજરાત દિન’ની શુભેચ્છાઓ…

11. રાજીવ - મે 1, 2007

ખુબ પુણ્ય કર્યા હોય તો ગુજરાતમાં જન્મ મળે

12. hardik - સપ્ટેમ્બર 24, 2007

i want song jay jay garvi gujrat ni in writen form or mp3 plz send me at tanna.hardik@gmail.com

plz plz

13. kasak - ફેબ્રુવારી 19, 2008

જય ! જય ! ગરવી ગુજરાત !
જય ! જય ! ગરવી ગુજરાત !

શ્રી નર્મદ ના શબ્દો છે.

MANE AA MP3 SONG JOYE 6E.
PLS
MARA ID PAR THAI SAKE TO SEND KARO
kasak4shah@yahoo.co.in

14. SUTHAR SANJAY - માર્ચ 16, 2009

CAN WE LISTION THIS SONG ONLINE?


સુરેશ જાની ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: