jump to navigation

યુનિકોડ ઉદ્યોગ (વર્ણસંકર અછાંદસ ગીત) -પંચમ શુક્લ એપ્રિલ 21, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

યુનિકોડની સુવિધાને લીધે રોજ રોજ વધતા જતા ગુજરાતી નેટ જગતનાં બંધનમુક્ત બ્લોગોને જોઇ મિત્ર પંચમ શુક્લે આ ગીત લખી મોકલ્યું છે…  શબ્દોની સુંદર અભિવ્યક્તિરૂપી આ ગીત આપણને વિચારતા કરી દે એવું છે, જે મને તો ઘણું જ ગમ્યું… આશા છે કે આપ સૌ પણ એને માણી શકો અને જાણી શકો.  આભાર પંચમભાઇ!

mashroom.jpg

અગણિત જણ આરાધે અનહદ યુનિકોડ ઉદ્યોગ.
 
બિલાડીના ટોપ સમાં,
અહીં તહીં લ્યો ઉગી રહ્યાં છે
ખાદ્ય-અખાદ્ય બ્લોગ.   * અગણિત જણ આરાધે…
 
છપ્પનિયાનાં હડસેલાઓ ખાઈ ખમીને,
ઘઉંની સાથે ધૂળનાં ઢેફા ભરડી ભરડી,
બે હાથે આરોગે શબ્દો- કવિ, લેખક, સહુ લોગ.   * અગણિત જણ આરાધે…
 
સેલ્ફ-પઝેસ્ડ સંચાર જણાયો સંન્નિધ સહજ યોગ.
બુધ્ધી લચીલી, તૂર્તજ ખીલી
ઝબકારે ઝીલી રજ્જૂહીન સંયોગ.   * અગણિત જણ આરાધે…
 
ના સીમા, ના રેખા કે કદ, ના અંકુશ ના બંધન,
ચાર વીઘાનું ખેતર કણકણ ચોસઠ જોજન ઉપવન.
અવકાશી અનુસાશન રચતું નિરાકાર આયોગ.    * અગણિત જણ આરાધે…
 
હસ્વઈ-દીર્ઘઈ, ઉંઝો-વીંઝો, તોડો-જોડો  કે મચકોડો
લલિત લવંગ ઘટા ઘાટીલી- રૂપ ધરે, બહુરૂપ વરે,
ને અડકો ત્યાં રોમાંચ સરે આ રતિક્રીડા કે અર્થોનું ઉત્થાન અરે!
વર્ણ વર્ણનું છદ્મ-સંકરણ કરે ઉઘાડે-છોગ.  * અગણિત જણ આરાધે…
 
યુનિકોડના સહજ પ્રવેશે
કુંચન-મર્દનને અનુસરતો
ફોન્ટલેસ આ શબ્દોનો સોફ્ટ-સોફ્ટ સંભોગ.  * અગણિત જણ આરાધે…

* * *

ટિપ્પણીઓ»

1. nilam doshi - એપ્રિલ 22, 2007

saras rachana.

2. Rajiv - એપ્રિલ 22, 2007

Well, it’s rally true… but hope it’s good… and good for our language too…! 🙂

3. વિવેક - એપ્રિલ 23, 2007

જરા અઘરી લાગી પણ ગમી આ રચના… ! ગીત પણ અછાંદસ હોઈ શકે એ આજે જ જાણ્યું…

4. Bhumi - એપ્રિલ 23, 2007

BTW, the same poem is posted on http://forsv.com/guju/ and there readers seem to be unhappy in their comments. If interested check it out. I am also going to post this as a new topic on http://www.forsv.com/vaat-chit/ . I think that is an ideal for such views and forums.

5. કુણાલ - એપ્રિલ 23, 2007

ખુબ સાચી વાત.. ઘણી નિર્ભય રીતે કરી…

મારા મતે આ “ઉદ્યોગ” પહેલાં અભિવ્યક્તિ માટે નાં જે માધ્યમો હતાં તે બધાંની પહોંચમાં નહોતાં… અને આનાં પ્રતાપે અભિવ્યક્તિ ઘણી સહેલી બની છે..

અને આ “ઉદ્યોગ”નાં જે પ્લાંટમાં ગુણવાત્તા જળવાઈ રહે છે તેનાં ઉત્પાદનની માંગ રહેવાની જ છે… એમાં કોઇ શંકા નથી… 🙂

6. સુરેશ જાની - એપ્રિલ 23, 2007

ઉદ્યોગમાં પાયાનું તત્વ નફો હોય છે. ‘યુનીકોડના ઉદ્યોગ’ માં કોણે કેટલો નફો કર્યો, તે જો તેની લોકપ્રીયતા જ હોય તો, ‘રીડગુજરાતી’ માં રજુ થયેલી એક નકલ-કવીતા, તેને મળેલી પબ્લીસીટીના કારણે, આ વર્શની શ્રેશ્ઠ રચના ગણાશે !
મને પોતાને તો રચનાઓમાં શીશ્ઠતા જળવાય, તે વધુ ગમે. કોઇની પણ માન્યતા પર કલાને નામે કાદવ ફેંકાય તે મને યોગ્ય લાગતું નથી. હા! ચર્ચામાં સાફ સાફ વાત કરાય તે જરુર ઇચ્છવાયોગ્ય છે.
બાકી ‘કલા ખાતર કલા’ માં તો ઘણું બધું આવી જ જતું હોય છે – પોર્નોગ્રાફી સમેત.

7. સુરેશ જાની - એપ્રિલ 23, 2007

ના સીમા, ના રેખા કે કદ, ના અંકુશ ના બંધન,
ચાર વીઘાનું ખેતર કણકણ ચોસઠ જોજન ઉપવન.
અવકાશી અનુસાશન રચતું નિરાકાર આયોગ.

આ પંક્તિ મને ઘણી ગમી.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: