jump to navigation

અંધેરી નગરી -દલપતરામ એપ્રિલ 20, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

75_1.gif 

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

* * *

કવિ પરીચય

*

ટિપ્પણીઓ»

1. ઊર્મિસાગર - એપ્રિલ 20, 2007

ઘણા વખત પહેલાં કોઇ એક બ્લોગ પરથી જ આ કવિતા મેં કોપી કરીને ફાઇલમાં રાખી હતી… આજે એકદમ દેખાઇ ગઇ… જો કે હવે યાદ નથી કે કોના બ્લોગ પરથી આ લીધું હતું… પણ એ બ્લોગનો ઘણો આભાર.

2. nilam doshi - એપ્રિલ 21, 2007

bhavy atit ma pahochi javayu.thanks urmi.

3. yogakarma - એપ્રિલ 21, 2007

Wah whah!!!
Those days were awesome.

4. Rajiv - એપ્રિલ 22, 2007

ha ha ha,
maja aavi gayi…!

5. pravinash1 - એપ્રિલ 26, 2007

નાનપણાની આ કવિતા ખૂબ ભણ્યાતા અમે
આજે વાંચી પ્રેમથી ભાસ્યા દિલ ની પાસે તમે

6. rajniagravat - મે 1, 2008

ઊર્મીજી,

તમારા ઊર્મીનો ઉમળકો વાંચી મજા આવી ગઈ. હજુ પુરા બ્લોગની પ્રદક્ષિણા નથી કરી પરંતુ ગંડુરાજા .. વાંચીને લખવાની ઇચ્છા રોકી ના શક્યો.. શા માટે “અંધેર નગરી” ગમી તેની વાર્તા કહુ?

મારો સન “કસક” 4માં ભણે છે . અંગ્રેજી માધ્યમ વાળને આવી આવી કૃતિઓ તો વાંચતા આવડે પણ નહી અને આવે પણ નહી! થોડા દિવસો પહેલા જ મે કસક્ને આ “અંધેર નગરી” વાર્તા રૂપે કહી હતી, વરસો વિતવાની સાથે ઠીક ઠીક યાદ હતું મારી પત્ની જયશ્રીની મદદથી અમે તેને વાર્તા કહી પરંતુ અમારા મતે એ અષ્ટમ પષ્ટમ જેવુ હતુ.

અત્યારે તો કસકબાબુ એની મમ્મી સાથે મામાના ઘરે ધીંગામસ્તી ડોટ કોમ કરવા ગયા છે આવશે એટલે એને ફરીથી વાર્તા સંભળાવીશ અને તમારુ ઋણી રહીશ.

જય જય ગરવી ગુજરાત.. આવજો

-રજની અગ્રાવત

7. Prerak05 - ઓગસ્ટ 22, 2011

Aa kavita bhale juni ane ramuji hoy pan sachu kahu to aaj na divase bharat desh ma aaj vaat hakikat bani gai chhe.

Bharat desh aakho andheri nagari bani ne rahi gayo chhe ane aapna neta o gandu raja jeva j chhe.

Anna hajare jeva guru jo emana shishyo ne khare marge dore to j aa nagari nu bhavi sudhare em chhe.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: