jump to navigation

તમે ટહુકયા ને -ભીખુભાઈ કપોડિયા એપ્રિલ 12, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

peacock_sky3.jpg 

તમે ટહુકયા ને આભ મને ઓછું પડયું…

ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે,
આખું ગગન મારું ઝોલે ચડયું…

લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો’ સારસની જોડ,
પાંખનો હેલાર લઈ પાંપણિયે ઊર મારું
વાંસળીની જોડ માંડે હોડ
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડયું કે કુંજમાંથી ઝરણું દડ્યું…

મોરનાં તે પીછાંમાં વગડાની આંખ લઈ
નીરખું નીરખું ન કોઈ ક્યાંય,
એવી વનરાઈ હવે ફાલી
સોનલ ક્યાંક તડકાની લ્હાય નહીં ઝાંય
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાંય
વન આખું લીલેરા બોલે મઢ્યું…

* * *

ટિપ્પણીઓ»

1. વિવેક - એપ્રિલ 13, 2007

ઘણું સુંદર ગીત… ગીતનો લય પણ ધ્યાનાર્હ બની રહે છે…

2. Pancham Shukla - એપ્રિલ 13, 2007

This Geet reminds me many similarities usually found in Ramesh Parekh’s poetry!

3. સુરેશ જાની - એપ્રિલ 15, 2007

ફાલ્ગુની શેઠે ગાયું છે. અત્યંત સુંદર અવાજ અને સ્વર રચના છે .
મારું બહુ જ પ્રીય ગીત .

4. Rachit - એપ્રિલ 16, 2007

I think I listened to this Geet on one of the Rishabh Garba’s cassette, a very long time back…Although, when I bought the CD for the same album, it was not there…

It brought the old golden memory back…thank you!

5. જય - એપ્રિલ 16, 2007

આ ગીત ની રચના તો મધુર છે અને સાથે સાથે પ્રકૃતિ નો પણ સાક્ષાત્કાર કરાવે છે. એમાં વર્ણાયેલાં ભાવો અને લાગણીઓ આપણામાંથી ઘણાએ પોતાના વ્યકિતગત જીવનમાં ચોક્કસ અનુભવ્યાં હશે. પ્રિયતમ ની પહેલી મીઠી નજર પણ એક ‘ટહુકા’ જેવી મધુર હોય છે, અને ત્યારે જાણે પાંખો ફૂટી તન અને મન ગગન ને આંબવા કોઈ બીજાં જ વિશ્વમાં વિહરવાં નીકળી પડે છે. ક્દાચ આ સંભવિત ન પણ બને તો પણ કાવ્યનું ક્લ્પના વિશ્વ જરૂર એનો આંતરિક અનુભવ કરાવે છે. દુનિયાનું બધું જ સૌંદર્ય જાણે ઓછું પડતું ન હોય એવી પ્રતીતિ કરાવે છે. દુનિયાની સુંદરતા માણવી હોયતો કાવ્ય-સરિતાનો સંગાથ રાખવો જ રહ્યો.

6. Chirag Patel - એપ્રિલ 18, 2007

વડોદરાનાં આર્કીના ગરબામાં ગવાતો અને ખૂબ જ જાણીતો આ ગરબો નિશા ઉપાધ્યાયના કંઠે અદ્ભૂત તદ્રૂપ થતો ઘણીવાર સાંભળ્યો છે. Simply Superb…

7. jayshree - એપ્રિલ 18, 2007

અરે …. આ તો મારા ટહુકો ની સૌથી પહેલી પોસ્ટ… ( સંગીત સાથેની )

http://tahuko.com/?p=358

મારુ ઘણું ઘણું જ ગમતું ગીત…


Leave a comment