jump to navigation

ખુદાઈનો રંગ છે -હરીન્દ્ર દવે એપ્રિલ 8, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

pinning_heart.jpg

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે.

ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.

છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં,
જોઈ શકો તો જોજો કે સાકીનો રંગ છે.

બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા,
આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે.

કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો,
કહેતું’તું કોક એમાં ખુદાઈનો રંગ છે.

* * *
 

ટિપ્પણીઓ»

1. chetu - એપ્રિલ 9, 2007

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે.

ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.

its true..!
really its very nice nice words… !!..

2. વિવેક - એપ્રિલ 9, 2007

ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.

– આ વાંચીને જવાહર બક્ષીનો એક યાદગાર શેર સ્મરી આવ્યો:

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

3. કુણાલ - એપ્રિલ 9, 2007

કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો,
કહેતું’તું કોક એમાં ખુદાઈનો રંગ છે.

ખુદને ભૂલીને જ્યારે કોઇને યાદ કરે ત્યારે એ કદાચ ઇશ્વરની સૌથી નજીક હોય છે…

ખુબ સુંદર રચના…

4. pravinash1 - એપ્રિલ 10, 2007

આ આપણી જુદાઈ ભર્યો તેમાં પ્યારનો રંગ છે
મળીશું ભવભવના સાથી અંતરનો ઉમંગ છે

5. SV - એપ્રિલ 12, 2007

Nice selection, thanks for sharing.


Leave a reply to SV જવાબ રદ કરો