jump to navigation

અલ્લા બેલી –શૂન્ય પાલનપુરી માર્ચ 30, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

bundle.jpg

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’!  હિંમત બોલી ‘અલ્લા બેલી’!

નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી.

એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.

કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!

આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું,
“હાશ” કહી ઈશ્વર હરખાયો, ‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી.

* * *

કવિ પરીચય

*

ટિપ્પણીઓ»

1. hemantpunekar - માર્ચ 31, 2007

વાહ ઊર્મિ! સુંદર કાવ્ય શોધી લાવી!

કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!

2. chetu - માર્ચ 31, 2007

એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.

..its true..!

3. shivshiva - એપ્રિલ 1, 2007

સરસ ગઝલ છે

4. કસુંબલ રંગનો વૈભવ - એપ્રિલ 2, 2007

એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.

કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!

Alikhan Baloch…..”Suny”….exellent……..ane palanpur to gujarati gazalno smrudhdha pardesh………

5. વિવેક - એપ્રિલ 4, 2007

મહેનત પાછળ બબ્બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!

-સાચી વાત…

6. વિશ્વદીપ બારડ - એપ્રિલ 4, 2007

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’!

Dundar !

જીવન-નૈયા નગરથી નિકળી,
નદીએ એ ન્હાવા નિકળી,
કોણ જાણે કેવા શુકન લઈ નિકળી!!
નિજ ઘેર આવવા,એ પાછી નવ નિકળી..

7. Jugalkishor - એપ્રિલ 6, 2007

કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી !

પુરુષાર્થ અને પ્રારબ્ધની વાત સચોટ રીતે મૂકી તો ખરી પણ પ્રથમ પંક્તિમાં સવાલ પૂછીને મૂંઝવણમાંય મૂકી દીધા ! ( કરુણતાય કેવી છે કે એ ‘માત્ર’ પણ ઘણાને તો ‘મંત્ર’ રૂપ હોય છે !)

કવિકર્મ ! ( આજની પરિભાષામાં કવિગીરી !)

8. જય - એપ્રિલ 8, 2007

ઉમ્મર ખય્યામ નો એક શેર જેનો અનુવાદ શૂન્ય પાલનપૂરી એ કર્યો છે

બાવરા થઈ ને કદી દર દર ન ભમવું જોઈએ
ભાગ્ય સારૂં હો કે નરસું મનને ગમવું જોઈએ
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થના
જેમ પડતા જાય પાસા એમ રમવું જોઈએ

Leave a reply to shivshiva જવાબ રદ કરો