jump to navigation

ઈચ્છા-મુક્તિ? માર્ચ 22, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
trackback

mukti_laminated.jpg 

એક દિવસ
એનાથી મુક્ત
થવાની ઈચ્છાએ,
એક ઈચ્છાને મેં
લેમિનેટ કરી દીધી;
પણ રખેને
એ છટકીને
ક્યાંક બહાર
નીકળી જાય તો?!
એ બીકે હવે
હું એને
અહર્નિશ,
નિહાળ્યાં જ કરું છું…

* * * 

ઊર્મિસાગર

*

ટિપ્પણીઓ»

1. Jugalkishor - માર્ચ 22, 2007

ઈચ્છાથી છૂટવાની ઈચ્છાને જેલમાં પૂરી દેવાની કાર્યવાહી કરી દીધી અને એને ફક્ત ઈચ્છા જ રહેવા ન દીધી એ તો જાણે સારું કર્યું. પરંતુ એ એમાંથી નીકળી ન જાય એ માટે જે કાળજી લીધી એનાથી તો એ કાયમ માટે સામે આવીને ઊભી રહી !કે એને ઊભી રાકવામાં આવી જાણી જોઈને !!

ઈ.થી છૂટવાની ઈ.ને લેમીનેટ કરી દેવાની ઈ.થઈ આવી ! એમ કહીએ તો કેવી મઝાક થઈ કહેવાય ! લેમીનેટ કર્યા પછી પણ એની સામે બેસી રહો તો એ તમારાથી કે તમે એનાથી શી રીતે છૂટી શકવાનાં ?!

“ઈચ્છાથી છૂટવાની ઈચ્છાને
કરી દીધી બંધ
લેમીનેટમાં !

એનાથી છૂટવાની
લ્હાયમાં
ભૂલી ગૈ ભીતરની
જન્મોથી વળગેલી
ઝંખના.

હવે–

દીવાલે લટકેલી
એ જ મને અહર્નિશ
તીરછી નજરથી
નિહાળે !!”

આમાં અંત આખો બદલી ગયો છે પણ લોજીકલી વાસ્તવિક બન્યો હોય એમ માનો છૉ ? આ તો એક પ્રયોગ છે. તમે તમારાવાળો જ અંત અકબંધ રાખીને પ્રયત્ન કરો.

2. UrmiSaagar - માર્ચ 22, 2007

મારો મતલબ એ જ છે કાકા… કે જે ઇચ્છાથી મુક્ત થવાની ઇચ્છા થઇ, એ ઇચ્છાને લેમિનેટ તો કરી દીધી… પણ હવે એ કો’ક દી ફરી ઊભી ન થાય એની કાળજી તો લેવી જ રહી… એટલે એને હંમેશા મનમાં/ધ્યાનમાં જ રાખી… જેને લીધે ઇચ્છાથી મુક્તિ તો મળી જ નહિં ને?!!

3. ધવલ - માર્ચ 23, 2007

નાની કવિતા … મોટી વાત.

અનાયાસે વિપિન પારેખની કવિતાઓની યાદ અપાવે એવી સરસ કવિતા બની છે !

4. વિવેક - માર્ચ 23, 2007

સરસ કવિતા પણ મને વાંકદેખાને તો ભૂલ જ દેખાવાની… ‘રખે ને’ લખવાને બદલે ‘નખેને’ ટાઈપ થઈ ગયું છે…

5. Pratik Naik - માર્ચ 23, 2007

સુન્દર કવિતા છે.

6. ઊર્મિસાગર - માર્ચ 23, 2007

ઓહ ગોડ! મેં તો આજ સુધી ‘રખે’ ની જગ્યાએ ‘નખે’ જ બોલ્યે ને લખ્યે રાખ્યું… 🙂
મારી આ કાયમી ભુલને સુધારવા બદલ મિત્રો વિવેક અને ધવલભાઇનો ખુબ ખુબ આભાર!

7. Jugalkishor - માર્ચ 23, 2007

ઈચ્છા-મૂક્તિ ? એવો સવાલ ઈ-મેઈલને ટોડલે તમે ટાંગ્યો હતો. એણે આજે ઉઘડતા દિવસે મને આટલું લખવા ( સીધું જ આ કોમેન્ટ-બોક્સમાં ) પ્રેર્યો :

મારા સમગ્ર અસ્તિત્વને
હચમચાવી મૂકનારી,
એના વિના ડગલું ય ન ભરી શકવાના
મારા ઓશિયાળાપણાને
બહેકાવી મૂકનારી,
ને છતાં
સદાય ને સતત એનામય જ રહેવાના વ્યસનને
આજીવન ચગળતા રહેવાના-
ગમતિલા એવા
જીવનના તદ્દન પાયાના વ્યવહારોમાં જ મને
રમમાણ કરી મૂકનારી,
હે પ્રિયે !
ભવોભવનું ન છૂટનારું તારું બંધન
હા, બંધન, જ
મને તારાથી અલગ થવા
કોઈ એવી તાકાત આપે જે
મને છોડાવે,
તારાથી,
હા, તારાથી જ,
ઈચ્છાડી !!

8. જય - માર્ચ 23, 2007

ચંચળ મન બને છે મુકત ઈચ્છાનો સ્ત્રોત
મધુર તન અર્પે છે સંચિત ઈચ્છાને સ્થાન
હું નહિ માંગુ ઈચ્છા-મુક્તિ એ જ મારો ઉલ્લાસ
જીવનભર નો મળે પ્રેમ એ ઈચ્છાને સથવારે

9. radhika - માર્ચ 24, 2007

very good Urmi

10. સુરેશ જાની - માર્ચ 24, 2007

ઇચ્છા તો રહેવાની જ. લેમીનેટ કરો કે ભડકીયામાં ખંભાતી તાળું વાસીને પૂરી દો તો પણ. મન છે તો માંગશે પણ ખરું જ ને? અને મન છે માટે જ આપણે માનવ છીએ.

પણ ઇચ્છાને એક એવો વળાંક જરૂર આપી શકીએ કે તે માંગલ્યમય બને. તે શ્રેય અને પ્રેય બન્ને બને. અને આ નવી ઇચ્છાની પરિતૃપ્તિમાં જ આપણે રમમાણ બની જઇએ. કો’ક દી તે આપોઆપ ઓસરી જશે, અને ન ઓસરે તો તેનો કોઇ ભાર ન રાખીએ. પ્રકૃતિએ આપેલી આ મહામૂલી ક્ષણ એળે ન જવા દઇએ.
ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઇએ.

રાગ છેડ્યો છે રૂદનનો છતાં હસતાં જઇએ.
– હરીન્દ્ર દવે
જ્યારે જીવન આવું સહજ, ભાર રહિત બને ત્યારે ઇચ્છા કરવાનું મન થશે.
એટલી બધી ઇચ્છા થશે કે ચોવીસ કલાક પણ ઓછા પડશે – તેની પરિતૃપ્તિના ઓડકારમાં .
મારો મનગમતો વિષય છેડ્યો તો કવિતા કરતાં મારું પ્રિય ગદ્યલેખન જ હાથવગું કામ આવી ગયું !

11. જય - માર્ચ 24, 2007

બહુ જ સરસ વાત કરી, દાદા..ભારરહિત જીવન આપણી દરેક ક્ષણ મંગલમય બનાવી શકે અને પુરેપુરા આત્મવિશ્વાસ થી આપણે આપણા જીવનરથ ને પરિતૃપ્તિ તરફ લઈ જઈ શકીએ..અને કદાચ ઈચ્છાની પરિતૃપ્તિમાં જ ‘ઈચ્છા-મુક્તિ’ સમાયેલી છે..અને એમાંથી ઉદ્ભવશે બીજી આશાઓ અને ઈચ્છાઓ..એનાં વગર જીવન ‘જીવન’ રહે ખરૂં? જય

12. Ankit Shah - માર્ચ 30, 2007

too good…..well done URMI……..

13. chirag - માર્ચ 31, 2007

its really nice,

14. pravina Kadakia - માર્ચ 31, 2007

અંકુશ ઈચ્છા ઉપર થાય
ત્યારે મન મંદિર કહેવાય

15. mounraju - એપ્રિલ 4, 2007

એક દિવસ
એનાથી મુક્ત
થવાની ઈચ્છાએ,
એક ઈચ્છાને મેં
લેમિનેટ કરી દીધી

ખરે ખર કોઇની યાદને ભૂલાવવી શકય નથી, ‍દ‍િલની અંદર દફનાવેલ એક એક ઇચ્‍છાઅો જીદગી ભર રદયના રૂઘ‍િર વહેડાવી સતત તેની યાદ તાજી કરતા હોય છે. અને અાજ સાચા પ્રેમની નીસાની છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: