jump to navigation

એ પ્રેમ છે! ફેબ્રુવારી 14, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો, મુક્તકો/શેર.
trackback

મારા પ્રેમને અર્પણ…સપ્રેમ !

red_heart3.gif

હું શબ્દોથી જો કહું તને કે પ્રેમ છે, એ પ્રેમ છે?
જે ઊર્મિને મઢવાને શબ્દો કમ પડે એ પ્રેમ છે.

સાથનો અહેસાસ દુરતામાં રહે એ પ્રેમ છે.
મિલનની જો પ્યાસ મિલનમાં રહે એ પ્રેમ છે.

દે ભલે ને, દુ:ખ વિરહનું કાળજે નાશૂર બની,
સ્મિત બનીને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.

અપેક્ષાની છાસને અહર્નિશ વલોવ્યા કરો,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.

મારું નથી, તારું નથી, અસ્તિત્વ તો છે સાથનું,
સમજણ એવી ક્યાંકથી આવી ચડે એ પ્રેમ છે.

પળે પળે ચણાયેલાં આ ભૂતકાળનાં ખંડહરો,
એકાદ પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.

આવે કદી જો ઓટ મારા ઊર્મિના સાગર મહીં,
તુજ યાદની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.

* * *

‘સહિયારું સર્જન’ પર પ્રેમની કાવ્યાત્મક વ્યાખ્યા લખવાનું આમંત્રણ!

* * * 

ઊર્મિસાગર

*

ટિપ્પણીઓ»

1. ઊર્મિસાગર - ફેબ્રુવારી 13, 2007

મિત્ર વિવેકની ‘પ્રેમ છે’ ગઝલ મને ઘણી પ્રિય છે…
એ જ ગઝલથી પ્રેરાઇને આ રચના પણ લખાઇ છે!

2. સુરેશ જાની - ફેબ્રુવારી 14, 2007

બહુ જ સરસ અભિવ્યક્તિ
અપેક્ષાની છાસને અહર્નિશ વલોવ્યા કરો,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.

આ કડીઓ મને બહુ જ ગમી. જીવનમાંથી જો અપેક્ષાઓ વલોવીને માખણ બનાવી શકાય તો જ સાચા પ્રેમનો આવિર્ભાવ થાય- તો જ અંતરની વાણી પ્રગટે. તો જ આપણો સાજન, આપણો સખા – આપણી જાત આપણને મળે.

3. વિશ્વદીપ બારડ ( Vishwadeep Barad) - ફેબ્રુવારી 14, 2007

સુંદર ગઝલ્! અભિનંદન !!

4. Professor Dinesh O. Shah - ફેબ્રુવારી 14, 2007

પ્રિય મીત્રો,

આજની બધી જ કવિતાઓ મને એક પોટલક દીઝટઁ પાટીઁ ની યાદ આપે છે. બધી જ કવીતાઓ પ્રેમની સુંદર વ્યાખ્યાઓ છે.
આજે ઘણી જ વાનગીઓ ખાધી તેનો આનંદ અને સંતોષ છે. આપણા યજમાન , ઊઁમીઁ બેનનો ખુબ ખુબ આભાર. તે પણ ખુબ સારા
કવીયત્રી છે, તેઓને ખુબ ખુબ શુભેછાઓ અને આભાર પાઠવુ છું.

દિનેશ ઓ. શાહ, ગેઇન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ.એ.

5. nilam doshi - ફેબ્રુવારી 14, 2007

સરસ રચના કરી ઉર્મિ, અભિનન્દન.દાદાની વાત સાવ સાચી છે.અપેક્ષાઓ વલોવીને માખણ બનાવી શકાય…. તો જ અંતરની વાણી પ્રગટી શકે.

“કોઇનો સ્નેહ કયારેય ઓછો હોતો જ નથી…આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.”

6. bansinaad - ફેબ્રુવારી 15, 2007

અઝીઝ ટંકારવી લખે છે, ‘જિંદગીના કોઈ વળાંક પર બે હૈયા મળે અને એ પળે જ એમની આંખોમાં મીઠો ઝબકારો થાય, એકબીજાં સાથે હૈયાની આપલે થાય, પછી?’

વાંચો મુકેશ જોશી ના શબ્દોમાં
પૂછ્યા વિના આંખમાં મારી રાત એણે ગુજારી,
મેઘધનુષે જ્યારથી મારી કાળજા લગ કટારી

ઊર્મિ ને મારે એટલું જ કહેવાનું કે બસ આ રીતે જ તારી કલમ અને કવિતાની મૈત્રીનો રસાસ્વાદ હરહમેંશ મળતો રહે અને સાથે સાથે તારા કાવ્યફૂલો એક સુંદર પુસ્તક બની ને આવે જેથી દુનિયાના ગ્રંથાલયો ના બગીચામા એની સુમધુર સુવાસ ચિરંતન પથરાયા કરે. જય

7. Amit pisavadiya - ફેબ્રુવારી 15, 2007

મારું નથી, તારું નથી, અસ્તિત્વ તો છે સાથનું,
સમજણ એવી ક્યાંકથી આવી ચડે એ પ્રેમ છે.

સરસ…

સુંદર રચના…
અભિનંદન…

8. વિવેક - ફેબ્રુવારી 16, 2007

કાફિયા શીખી લીધા… રદીફ જાણી લીધો… પણ છંદ ક્યાં છે?
સારી અભિવ્યક્તિને સારા સ્વરૂપે પેશ ન કરી શકો તો અભિવ્યક્તિ કવિતા કે કળા નહીં બની શકે. ગમે તેટલી સારી વાનગી બનાવી હોય પણ ગંદી ડીશમાં પીરસશો તો કોણ ખાશે? સુરેશભાઈનું ઉદાહરણ નજરની સામે રાખવા જેવું છે. આ ઊંમરે એ ઝડપભેર છંદ શીખી ગયા છે અને નજીવી ભૂલ બાદ કરતાં ગઝલ અને સોનેટ-બંનેના છંદ ખેડવાનું સાહસ કરે છે…

9. UrmiSaagar - ફેબ્રુવારી 16, 2007

‘રસોઇ’ બનાવતા જ હજી તો શીખું છું વિવેક!
પણ આવી રીતે કાન પકડતાં રહેશો તો શક્ય છે કે સારી વાનગીની સાથે સાથે કો’ક દિવસ ડીશ પણ સોનાની થઇ ગઇ હોય!! 🙂


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: