jump to navigation

મુક્તપંચિકા: કન્હૈયો જાન્યુઆરી 17, 2007

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.
trackback

ba83.jpg

*

કરે તું મને
પગપ્રહાર,
બનાવે જો સુંદર
ફરી, તો બનું
હું પણ કુબ્જા! 

*

રાધા રિસાઇ
કુંજગલીમાં,
ને કાનો મથુરામાં,
મનાવે હવે
કોણ? કોને? ક્યાં?

*

હે રણછોડ!
બતાવ મને-
આ જીવનરણેથી
ભાગી હું, કઇ
દ્વારીકે જાઉં?

* * *

ઊર્મિસાગર

*

ટિપ્પણીઓ»

1. Jayshree - જાન્યુઆરી 17, 2007

Vaah Umri….

I really liked this one.

રાધા રિસાઇ
કુંજગલીમાં,
ને કાનો મથુરામાં,
મનાવે હવે
કોણ? કોને? ક્યાં?

2. Dinesh O. Shah - જાન્યુઆરી 17, 2007

બહુ સુંદર વિચારો છે. રમેશ પટેલ, (પ્રેમોર્મિ)અને તમારા ગીતોમાં રાધા- ક્રુષ્ણના પ્રેમના ધબકારા છે.
દિનેશ ઓ. શાહ, ગેઇન્સવીલ,ફ્લૉરીડા, યુ.એસ્.એ

3. Pravina Avinash Kadakia - જાન્યુઆરી 17, 2007

રાધા ઢૂઁઢી રહી કે નયનોએ કિશન નિરખ્યા
અઁગ અઁગ ફૂલી ઉઠી ને ઝાઁઝર રણકી ઉઠ્યા

4. હરીશ દવે - જાન્યુઆરી 18, 2007

બાળ કાનુડાની લીલા મુક્તપંચિકામાં અને રાધા-શ્યામ પણ ……

વાહ ! ઊર્મિબહેન! તમે સૌ વાચકોને માર્ગ બતાવો છો કે અનેકવિધ વિષયો પર સૌ કોઈ માટે મુક્તપંચિકા સુલભ છે.
….. … .. .. .. .. .. .. .. .. .. હરીશ દવે અમદાવાદ

5. Kiritkumar G. Bhakta - જાન્યુઆરી 18, 2007

શાબાશ ઉર્મિ,
‘કરે તું નહીં
મને સુંદર
પરંતુ જો ચંદન
ધરે મારું તો
રહુ હું કુબજા’

6. bansinaad - જાન્યુઆરી 18, 2007

રાધા-કૃષ્ણ, ગોપીઓ સાથે રાસ રમતાં શ્રીકૃષ્ણ, કુબ્જાપતિ, અને રાધાપતિ – આ બધાં માં જ કોઈ અનન્ય, અલૌકીક અને હ્ર્દય ના સુમધુર ભાવો ને ઝણઝણાવતો રોમાંચીત ભક્તિભાવ દ્રશ્યમાન થાય છે.કાના ની કોઈ કોઈ વાર મને ખુબ અદેખાઈ આવે છે ત્યારે …બસ હું ભુલી જાવું છું કે આ તો એની જ માયા છે અને એ માયા માં મને ખોવાડી ને નટખટ કાનો એની લીલા બતાવી રહ્યો છે..

જયભિખ્ખુની ‘પ્રેમભક્તકવિ જયદેવ’ માંથી: (પૃ: ૪૪)

‘હે ભગવાન્, પ્રેમમળ્યાં પંખીઓને હવે શી રીતે જુદાં કરું? સાથે ઊડવાંના શોખીન એ પારેવાંની પાંખો કયાં હાથે કાપું? કૃષ્ણને, કુબ્જાપતિને, રાધાપતિને ભજનારો, નિર્મળ દિવ્ય પ્રેમ ના ધારકને અન્યાય કે આપી શકે?
અરે, જેના શ્વાસોશ્વાસમાં પવિત્રતા વહે છે, એને દુન્યવી નીતિ-ન્યાયોની શી પરવા? જેનો આત્મા સ્વયં સંબુદ્ધ છે, અએ ને આત્મનિરીક્ષણ ની કેવી જરૂર? જેની નસોમાં વિકારનો વેગ, વાસનાનું ઝેર ને કામ ને ગંધ નથી, એનું કાર્ય સંસાર ને ગમે તવું લાગે, પણ તેની પ્ર્ત્યેક અવસ્થા પવિત્ર છે. જે આ જન્મ અવિકારી છે, એને સ્ત્રીપ્રેમથી દૂર ભાગવાની કે સંયમ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી સ્ત્રી પોતે – વિષય પોતે એને સ્પર્શી ને પવિત્ર બને છે. શ્રીકૃષ્ણની લીલા સમજનારે આટલી કેળવણી લેવી જ પડશે…’
જય

7. વિવેક - જાન્યુઆરી 18, 2007

સુંદર રચનાઓ… કુબ્જા અને રિસામણું બંને ગમ્યા…

8. Sarjeet - જાન્યુઆરી 20, 2007

આ રસ કરૂણ છે ખરો પણ એટલો જ મધુર છે એની ઉત્કટ લાગણી ના લીધે…ભાવો કદી લાંબા કે ટુંક નથી હોતા. વિરમું છું.

9. Neela Kadakia - જાન્યુઆરી 20, 2007

ના રિસાઓ તમે રાધારાણી
કુંજ કુંજ ગલી પોકારશે
બંસીનો નાદ શું અવગણી
શકશો તમે રાધિકે રાણી?

10. જય - જાન્યુઆરી 22, 2007

ગઈ કાલે આશિત દેસાઈ ના સ્વર માં સૂર-શૃંગાર માં આ ગીત સાંભળ્યું .

કેમ કરી ગીત તમે રચશો રાધાનું, એમાં એક એક અક્ષરમાં કાનો એક એક અક્ષરમાં કાનો…
કૃષ્ણ એ જ શબ્દ છે, એ જ લય છે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ…

આખું સાંભળી નહિ શક્યો, એટ્લે શરૂઆત ક્યાંથી છે ખબર નથી. આખું મળી જાય તો વાંચવાની કે સાંભળવાની મજા પડી જાય.

જય


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: