jump to navigation

આવી ગયો હઇશ! -જવાહર બક્ષી જાન્યુઆરી 12, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

જ્યારે હું તારા ખ્યાલમાં આવી ગયો હઇશ,
દુનિયાથી દૂર, આપમાં આવી ગયો હઇશ.

આપું નહીં હું આમ કદી કોઇને વચન,
નક્કી હું તારી વાતમાં આવી ગયો હઇશ.

સાચે જ તારી સૂક્ષ્મ નજર હોવી જોઇએ,
અમથો શું તારી આંખમાં આવી ગયો હઇશ!

લાગે છે દૂરતા સમી આત્મીયતા હવે,
લાગે છે પાછો ભાનમાં આવી ગયો હઇશ.

મારા વિષે તને ઘણા પ્રશ્નો થતા હશે,
એ માનીને જવાબમાં આવી ગયો હઇશ.

* * *

કવિ શ્રી જવાહર બક્ષીની જીવનઝાંખી

*

Advertisements

ટિપ્પણીઓ»

1. વિવેક - જાન્યુઆરી 12, 2007

જવાહર બક્ષીની ગઝલો વાંચવી એ એક લ્હાવો છે… સુંદર ગઝલ…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: