jump to navigation

છાનું રે છપનું કંઇ થાય નઇ -અવિનાશ વ્યાસ જાન્યુઆરી 4, 2007

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

છાનું રે છપનું કંઇ થાય નઇ, થાય નઇ,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નઇ… છાનું રે છપનું…
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નઇ
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નઇ…  છાનું રે છપનું…

આંખો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણોએ મળવું મળાય નઇ…
ઝનકે ના… છાનું રે છપનું…

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લુંટાય નઇ…
ઝનકે ના… છાનું રે છપનું…

 * * *

વ્હાલમની વાતો‘ અને આ ગીત- બંને મને અતિપ્રિય છે… અને બંને એવા મળતા આવે છે કે જ્યારે હું એક ગણગણતી હોઉ છું ત્યારે બીજાની પંક્તિઓ આપમેળે જ ભેગાય જાય છે… અને પછી યાદ કરવું પડે છે કે આખરે કયું ગીત ગણગણતી હતી!

Advertisements

ટિપ્પણીઓ»

1. Jayshree - જાન્યુઆરી 4, 2007

One of My Fav too…!!
You can listen the original song in Asha Bhosle’s voice here :
http://tahuko.com/?p=512

2. mgalib - જાન્યુઆરી 5, 2007

બહુ મઝાનું ગીત !

3. વિવેક - જાન્યુઆરી 5, 2007

છાનું ને છપનું ભલે કંઈ થાતું ન હોય, મજા તો એ કરવાની જ આવે, હોં કે?

4. amitpisavadiya - જાન્યુઆરી 5, 2007

બહુ રૂડુ ગીત છે…

વિવેકભાઇ ની વાત તો ભાઇરે ભૈ… 🙂

5. bansinaad - જાન્યુઆરી 7, 2007

આ ગીત મારું ગમતું ગીત. સાથે સાથે મારાં હાર્દીક અભિનંદન (સર્વશ્રેષ્ઠ ગુજરાતી બ્લોગર 2006 ના ચુનાવ પરિણામ)
-જય

6. Neela Kadakia - જાન્યુઆરી 10, 2007

વાંચતા આશા ભોંસલેનો અવાજ કાનમાં રણકે છે.

7. pravina Avinash kadakia - જાન્યુઆરી 19, 2007

છાનુઁ છપનુઁ કોનાથી?
પ્રિતમથી કે પરણ્યાથી?
ખૂબ જૂનુઁ અતિ સુઁદર ગાયન છે.

8. maurvi vasavada - ઓગસ્ટ 8, 2007

o great ,,, i got it, i got it…i got it…
thanks a lot….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: