jump to navigation

ભવ્ય ઇમારત ડિસેમ્બર 21, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
trackback

wtc.JPG
(Twin towers…WTC, New York)

તારી બેરુખીની ઇંટોથી
ચણાઇને
રોજ વધતી રહે છે-
આપણા અબોલાની
આ ભવ્ય ઇમારત!
અને આ જો તો…!
આજે તો
એ પેલા
વિશાળ ગગનને ય
ભેદી ગઇ છે…!
પરંતુ,
મને ય ખબર છે…
તારા સ્વરની
એકાદ લહેરખી
આવશે ફરી, 
ને થાશે એ ફરી,
કકડભૂઉઉઉસ…!!
…ફરી ચણાવા સ્તો!

* * *

ઊર્મિસાગર

*

ટિપ્પણીઓ»

1. Jayshree - ડિસેમ્બર 21, 2006

અરે વાહ ઊર્મિ..!! પહેલી લીટીથી શરુઆત કરી… ત્યારથી છેલ્લે સુધી વાંચવાની મજા આવી… પરંતુ… છેલ્લે આ ‘ફરી ચણાવા સ્તો..!!’ એ શબ્દો જરા ખટક્યા.!!

મને ખબર છે… દરેક વાતો કંઇ આપણને ગમે એવી નથી હોતી.. છતાં પણ એ હોય જ છે.. !! પણ અહીં કદાચ મને આવું વધારે ગમે.

થોડી ગેરસમજ થી સારું જીવાય છે,
ખુલાસા કરવા થી દુઃખી થવાય છે.
કયારેક બંધ બાજી રમવી સારી,
દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે.

અબોલાની ભવ્ય ઇમારત એક વાર ટુટ્યા પછી ફરીથી નહીં ચણાય.. એ ગેરસમજ હોય તો ગેરસમજ સહી.. કદાચ વધારે સારુ જીવાડી શકે…!!!

2. વિવેક - ડિસેમ્બર 21, 2006

ખયાલ અપના અપના, જયશ્રી… સરસ કવિતા, ઊર્મિ!

3. chetna.K.Bhagat - ડિસેમ્બર 21, 2006

27422732276527262763 27282752 27112753272527232752 2744275027362752 27152759 273027234646269727242750274127392759 273827102752 274527632735 270327412753 2738275027112759 27152759464627302723 2703270927262734 274427362744 2730276527362735275027444646

4. ઊર્મિસાગર - ડિસેમ્બર 22, 2006

હા જયશ્રી, એ ઇમારત વારંવાર ચણાયા કરે એવું આપણે ન ઇચ્છીએ… પરંતુ એ પણ એક સચ્ચાઇ હોય છે ! ખાસ કરીને ઊર્મિ(લાગણી)ની દુનિયાની….

5. Amit pisavadiya - ડિસેમ્બર 24, 2006

સરસ કવિતા…
અભિનંદન ઊર્મિ જી…

6. bansinaad - ડિસેમ્બર 27, 2006

ઊર્મિ,

જયશ્રી ના ‘ટહુકો’ પર ‘હું જ છું મારી શિલ્પી’ પર મેં થોડાક મારાં વિચારો દર્શાવેલાં. (http://tahuko.com/?p=348#comment-1034)

૧. અડગ વિશ્વાસ’, ‘અસ્તિત્વની સુવાસ’, ‘સ્મૃતિઓ’, અને ‘શ્રધ્ધાનો દિવો’ – આ બધાં જ એક બીજાં નાં પૂરક બની ને આપણ ને આપણાં જ શીલ્પી બનાવવાં પ્રેરે છે. કોઈ પણ પરિસ્થિતિ માં ‘શિલ્પ’ ના ધ્યેય ને પ્રેમ પૂર્વક આત્મસાત કરતાં કરતાં અને હમેંશા હકારાત્મક વલણ રાખી આગળ વધતાં આપણી મંઝિલ તરફ ની અવિરત આગેકૂચ જાળવી રાખતાં આપણે આપણાં જીવન ના શિલ્પી અવશ્ય બની શકીશું. ‘ઊર્મિનો સાગર’ ની ‘ભવ્ય ઈમારત’ યાદ આવી ગઈ. શિલ્પ ને કંડારવાની વાત પણ એમણે જ કરી છે ને? જુઓ https://urmi.wordpress.com/

૨. મારી થોડી ગેરસમજ – ઊર્મિનો સાગર’ ની ‘ભવ્ય ઈમારત’ તો ‘આપણા અબોલાની આ ભવ્ય ઇમારત’ હતી. ‘આપણા અબોલાની’ એ મુખ્ય શબ્દો જ ન વાંચતાં મેં શિલ્પી અને ઈમારત ને સરખાવી દીધાં. ‘અબોલાની ઈમારત’ તુટે તો ફરી એકબીજાનાં સંવેદનો સાંભળી કદાચ ‘સંવેદનાની’ઈમારત રચી મૈત્રીનો મિનારો કંડારી શકાય.

બરાબર ધ્યાનપૂર્વક વાંચ્યાં પછી બંને સુંદર રચનાઓ ને માણી શક્યો.
જય

7. shivshiva - ડિસેમ્બર 31, 2006
8. Narendra sinh - એપ્રિલ 23, 2014

khubaj sundar ..bahu mast sahity chhe apni site par …lage raho.
pan tame kya thi chhov a jara janavso pls.

9. mahesh thakkar - જુલાઇ 27, 2014

KAVITA MAST 6,ANE JEM 6 TEM J MAST 6.(JAYSHREEJI….SUNA AAPNE!!)


Leave a reply to Jayshree જવાબ રદ કરો