jump to navigation

અમારે હવે બોલવું નથી… ડિસેમ્બર 5, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, કાવ્યો/ગઝલો.
trackback

sad_face_blue.GIF

અમે આજ લગી બહુ બોલ્યાં, સજન! 
અમારે હવે બોલવું નથી…

લાગણીના પડણોને ચીરી ચીરીને,
આ કાળજું અમારે હવે કોરવું નથી,
અમારે હવે બોલવું નથી…

ઊર્મિ અમારી થઇ ગઇ પાણી પાણી,
એ પાણીને પત્થર પર ઢોળવું નથી,
અમારે હવે બોલવું નથી…

પ્રીતની પળો છો ચાલી અમને છોડી,
અમારે પાછળ એની દોડવું નથી,
અમારે હવે બોલવું નથી…

પ્રેમનું આ દર્દ મારા અંતરનો વૈભવ,
એને વેદનાના ત્રાજવે તોલવું નથી,
અમારે હવે બોલવું નથી…

છોને લુંટાયો મારા ઊરનો ખજાનો,
એની યાદોના તાળાને ખોલવું નથી, 
અમારે હવે બોલવું નથી…

તણાઇ રહ્યા છો આ જગનાં વહેણમાં,
પણ ઝાલવું નથી ને કાંઇ છોડવું નથી,
અમારે હવે બોલવું નથી…

એવા ખોવાયા અમે ઊર્મિનાં સાગરે,
કે ખુદને અમારે હવે ખોળવું નથી,
અમારે હવે બોલવું નથી…

* * *

ઊર્મિસાગર

*

આપણે હવે મળવું નથી ગઝલ સાંભળી સાંભળીને આ ગીત જેવું કંઇક મનમાં સ્ફૂરી ગયું હતું…

*

ટિપ્પણીઓ»

1. Jayshree - ડિસેમ્બર 5, 2006

અરે વાહ…
ઊર્મિ, તમે તો ઘન્નુ સરસ લખો છો.. !!
ખરેખર… વાત ન રસ્તે વળવુ નથી… યાદ આવી ગયું… !!
Great Job..!! Keep it up… !!

2. Amit pisavadiya - ડિસેમ્બર 5, 2006

excellent !!!

પ્રીતની પળો છો ચાલી અમને છોડી,
અમારે પાછળ એની દોડવું નથી,

સુંદર રચના…

3. Ratilal Chandaria - ડિસેમ્બર 5, 2006

ખૌબ સુંદર

પ્રેમનું આ દર્દ મારા અંતરનો વૈભવ,
એને વેદનાના ત્રાજવે તોલવું નથી,
અમારે હવે બોલવું નથી…

રતિલાલ ચંદરયા

4. સુરેશ જાની - ડિસેમ્બર 5, 2006

અમે આજ લગી બહુ બોલ્યાં, સજન!
અમારે હવે બોલવું નથી…

આપ તો સમજીને કંઇ બોલ્યા નહીં
મેં જ બસ બોલ્યા કર્યું , સમજણ વિના. ………. યાદ આવી ગયું

5. chaman - ડિસેમ્બર 5, 2006

I liked it.
Very nice.
All married women should give a copy of this to their husbands to read.
Keep it up.
You have a talent.
With regards,
Chiman Patel “CHAMAN” Houston,Texas. USA

6. રાધીકા - ડિસેમ્બર 6, 2006

i like this one most

તણાઇ રહ્યા છો આ જગનાં વહેણમાં,
પણ ઝાલવું નથી ને કાંઇ છોડવું નથી,
અમારે હવે બોલવું નથી…

and offcourse the starting

અમે આજ લગી બહુ બોલ્યાં, સજન!
અમારે હવે બોલવું નથી…

very good

7. જયદીપ - ડિસેમ્બર 6, 2006

Hey ઊર્મિ,

લાગણીઓને ખૂબ જ સુંદર રીતે અને સરસ શબ્દોમાં અભિવ્યક્ત કરી શકો છો…

–જયદીપ

8. સુરેશ જાની - ડિસેમ્બર 7, 2006

આંખોથી લઇશું કામ હવે બોલવું નથી
રૂપાળું એક નામ હવે બોલવું નથી.

મ.ઉ. એ આ ગઝલ બહુ જ સરસ ઢાળમાં ગાઇ છે. જૂના આલ્બમો ફંફોસવા પડશે.

9. shivshiva - ડિસેમ્બર 8, 2006

ઉર્મિ
નામ પ્રમાણે સાકાર છો.

10. vijayshah - ડિસેમ્બર 10, 2006

પ્રેમનું આ દર્દ મારા અંતરનો વૈભવ,
એને વેદનાના ત્રાજવે તોલવું નથી,
અમારે હવે બોલવું નથી…

બહુ જ સુન્દર વાત મનમાં સ્ફુરે અને સુંદર ચિત્ર સાથે બ્લોગ ઉપર આવે એ ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે.

11. chetu - ડિસેમ્બર 10, 2006

i hv no words to write abt this …!!!really its very nice…heart touchable ..!!!..congrats..!!

12. pari - જાન્યુઆરી 5, 2007

hi its lovly poem its such feeligs full pari

13. pravinash1 - માર્ચ 19, 2007

તમે બોલાવો ને હું આવુ હડી કાઢી
નયનો મળે ત્યારે કાંઈ બોલવું નથી


Leave a reply to chetu જવાબ રદ કરો