jump to navigation

મુક્તપંચિકા: મનની અટકળ નવેમ્બર 19, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, મુક્તપંચિકા/હાઇકુ.
trackback

રે થાક્યું મન,
અટક હવે!
લે, લઇ લે ચરણ
મારા, દઉં છું
હું દાન તને!

*

બોલાઇ ગયુ
કૈંક, પણ શેં
પાછું ખેંચી શકું હું?!
લાવ, બીજો કો’
શબ્દ ઉમેરું!

*

શબ્દોનાં તીર
હૈયાને છેદી
કરતાં છિન્નભિન્ન,
મુજ હસ્તિને
દફનાવું હું!

*

ગેરસમજ
જો સમજી લે
સૌ સમજણથી,
રહે ન કોઇ
ગેરસમજ!

*

પ્રથમ ઘર,
પિતાનું હતું,
પતિનું ઘર પણ
પુત્રનું થશે,
મારું ક્યાં હશે?!

* * *

ઊર્મિસાગર

*

ટિપ્પણીઓ»

1. Amit pisavadiya - નવેમ્બર 19, 2006

વિવિધ વિચારો સાથે સુંદર મુક્તપંચિકા.

2. chetu - નવેમ્બર 19, 2006

વાહ …સરસ મજા ના શબ્દો મા દિલ ની વાત કહી છે..

3. chetu - નવેમ્બર 19, 2006

very nice..!!

4. vijayshah - નવેમ્બર 19, 2006

ગેરસમજ
જો સમજી લે
સૌ સમજણથી,
રહે ન કોઇ
ગેરસમજ!

bahu saras!

5. સુરેશ જાની - નવેમ્બર 19, 2006

પ્રથમ ઘર,
પિતાનું હતું,
પતિનું ઘર પણ
પુત્રનું થશે,
મારું ક્યાં હશે?!

સમાજની એ રીત રહી છે કે સ્ત્રીને ઘર બદલવું પડે છે. પણ હવે જમાનો ગયો કે, સ્ત્રીનું પોતાનું ઘર્ નથી હોતું. કદાચ હવેની સ્ત્રીઓ સાસરે જાય ત્યારે ખાસ શિખામણ આપવી પદશે કે, તે ઘરને તારું જ માનજે.
જે રીતે ન્યુક્લીયર કુટુ મ્બોમાં પણ વિચ્છેદ પડતા જાય છે, તે જોતાં પુરુષના પ્રશ્નોને વાચા આપતી કવિતા હવે લખાવી જોઇએ. અને વાંક પુરુશનો જ હોય છે તે વાત હવે માત્ર ઇતિહાસ છે.

6. ઊર્મિસાગર - નવેમ્બર 19, 2006

સુરેશદાદા, જમાનો હવે બદલાયો છે એ વાત બિલકુલ સાચી… હંમેશા પુરુષનો વાંક નથી હોતો એ વાત પણ સાચી… પરંતુ અહીં વાત કોઇના વાંકની નથી…. વાત છે થોડી (બધી નહીં) સ્ત્રીઓની વેદનાની… આપણા આ કહેવાતા શિક્ષિત સમાજમાં સ્ત્રીની આ વેદનાની સચ્ચાઇ ઘણી જગ્યાએ હજીયે અકબંધ છે અને મેં એને નજરો નજર નિહાળી પણ છે. (જોકે મારા માટે આ વાત બિલકુલ લાગુ નથી પડતી, એ વાતની ખુશી જરૂર છે!)

7. Kiritkumar G. Bhakta - નવેમ્બર 20, 2006

ઊર્મિ.
વાત સાચી છે.
ફક્ત કપડા અને ભાષા જ બદલાય છે.
બાકી તો,અંદરખાને તો તે નું તે જ છે.
એની વે,આ મનની અટકળો ન હોય શકે.
સાચુ કહેજો,
મનનું કામ તરવૈયાનું છે,
મરજીવાનું નહી.

8. હરીશ દવે - નવેમ્બર 20, 2006

Congratulations, urmi, once again for the expressions through the MUKTAPANCHIKA. …. Harish Dave Ahmedabad

9. Urmi Saagar - નવેમ્બર 20, 2006

અરે, કિરિટભાઇ… આ જો માત્ર મારા મનની અટકળો ન હોય તો મારાથી અહીં આવું લખાય પણ નહીં હોં! આ બધી રચનાઓ તો મારા હની પણ રેગ્યુલર વાંચે છે! અને નીલમબેન કહે તેમ બધુ જો અનુભવેલુ જ લખાતુ હોત તો તો ખૂનની વાર્તા લખવા ખૂન પણ કરવું પડે… 🙂

અને જ્યાં સુધી મન માત્ર તરવૈયો જ બની રહે અને મરજીવો નહીં બને ત્યાં સુધી કોઇ મોતી પણ હાથ નહીં લાગેને?!!!!!

10. વિવેક - નવેમ્બર 20, 2006

કવિતા કવિની જિંદગીમાંથી જ આવે છે એ વાત સાચી… પણ કવિની જિંદગી એટલે શું? એના પોતાના શ્વાસોને જે ખભા પર લઈને એ ફરે છે એ જ માત્ર? કવિ એ આપણામાંથી જ આવતો સામાન્ય માણસ છે, એ અસામાન્ય બને છે એના વિલક્ષણ અવલોકનથી અને એ અવલોકનને આત્મસાત્ કરી શબ્દોના કલેવર પહેરાવવાની આવડતથી…

કવિ માત્ર એના એકલાના મનના દરિયામાંથી મોતી નથી લાવતો… એ તો રસ્તે મળતા દરેક દરિયામાં ઝંપલાવે છે અને એથી જ વાચકને ઘણીવાર કવિતાઓમાં પોતાનું જ પ્રતિબિંબ દેખાય છે, જે કવિકર્મની સાર્થકતા છે…

11. dhavalrajgeera - નવેમ્બર 21, 2006

ONE WRITES BY LIVING
ONE WRITES BY SEEING
ONE WRITES BY LISTENING
ONE WRITES BY THINKING
ONE WRITES BYFEELING THE SELF
AND ONE WRITES BY FEELING OTHERS.
YOUR WRTING I ENJOY READING.
KEEP WRITING….FOR YOU AND US TO READ IN GUJARATI.

12. Mehul Shah - નવેમ્બર 21, 2006

ખૂબ જ સુંદર ઊર્મિ !
વાંચ્યા પછી લાગ્યું કે, ઊર્મિ સાગરમાં આવેલી પૂનમની ભરતીમાં હું પલળી ગયો !

અને તમારાં ‘સહિયારું સર્જન’ બ્લોગમાં મારો બ્લોગ ઉમેરવાં માટે આભાર !

13. पंकज बेंग़ाणी - નવેમ્બર 22, 2006

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: