jump to navigation

કલ્પના -બેફામ નવેમ્બર 9, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ.
trackback

ઘણી વેળા વિચારું છું, વિચારોને વિકાસ આપું,
કવિ છું તો જરા જગને પરિવર્તનનો પાસ આપું.

પ્રથમ તો આ આભધરતીના તફાવતને મિટાવી દઉં,
કે ફૂલોને ઉજાસ આપું, સિતારાને સુવાસ આપું.

સૂરજ ઉગવા છતાં અંધકારમાં જીવન વીતે છે જ્યાં,
બધાયે એવા દિવસોને હું રાતોની અમાસ આપું.

જુએ છે જે ઉષાના આગમનની વાટ સંધ્યાથી,
હું એના દિપકોને સૂર્યકિરણોનો ઉજાસ આપું.

ભટકવાનું મૂકાવી સૌની પાછળ ભ્રમને ભટકાવું,
કે રણનાં ઝાંઝવાં લઇ લઉં ને એને સૌની પ્યાસ આપું.

સનાતન શોધના હું ફેરવી નાખું બધાં રસ્તા,
બધી વણઝાર અટકાવીને મંઝિલને પ્રવાસ આપું.

સિંચી તદબીરથી તકદીરનાં હું બીજ વાવી દઉં,
મળે માટી મહીં તો પણ ફળે એવા પ્રયાસ આપું.

મજા જે લઇ રહ્યો છે પાપની એ સર્વ જીવોને,
પડે રસ એટલે હું પુણ્યકર્મોનો વિલાસ આપું.

ચીરીને દંભના પરદા હું ઢાંકું નગ્ન સત્યોને,
લૂંટી લઉં લાજ દાનાની, દીવાનાને લિબાસ આપું.

ઉતારી આભને નીચે હું ઘર બાંધું બધાં માટે,
ધરા પર રોજનાં રઝળી પડેલાને નિવાસ આપું.

જગતમાં જીવનારાને હું જન્નતની હવા બક્ષું,
કબરમાં ગૂંગળાતા સર્વ મુરદાને ય શ્વાસ આપું.

ખુદાની સર્વવ્યાપકતા લઇને ગુપ્ત થઇ જાઉં,
અને એકાંત મારા ઘરમાં એને મારો વાસ આપું.

દુ:ખોની વેદનાથી જે કદી ઊંઘી નથી શક્તા,
સદાયે મારા સુખના સ્વપ્નમાં એને સમાસ આપું.

પરંતુ સ્વપ્નમાં સચ્ચાઇનું ગૌરવ નથી હોતું,
કવિની કલ્પનાના હાથમાં વાસ્તવ નથી હોતું.

* * *

અદભૂત કલ્પનાનાં રંગબેરંગી આકાશમાં શબ્દોનાં ઉડનખટોલા પર બેસી ઘણું ઘણું ઉડ્યા પછી છેલ્લા શેરમાં કવિએ વાસ્તવિકતાની ઘરતી પર આવીને પોતાની મર્યાદાને કેવી સહજ રીતે સ્વીકારી લીધી !!

*

બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી

*

ટિપ્પણીઓ»

1. Urmi Saagar - નવેમ્બર 9, 2006

એક સવાલ મનમાં ઊઠ્યો છે કે આખી ગઝલનાં અંતે કેવળ છેલ્લા શેરમાં કવિએ રદીફ અને કફિયાને કેમ સાચવ્યાં ન હશે?? કદાચ પાછળથી શેર ઉમેર્યો હશે??

2. nilam doshi - નવેમ્બર 10, 2006

કલ્પના ના હાથમાં વાસ્તવ હોય તો બીજું શું જોઇએ?

3. સુરેશ જાની - નવેમ્બર 10, 2006

અત્યંત સરસ રચના. કવિનો રોલ બહુ સરસ રીતે વર્ણવ્યો છે. અને વાસ્તવિકતાની ધરતીને પણ અવગણી નથી- કદાચ છેલ્લે મૂકીને સૌથી વધારે મહત્વ આપ્યું છે. બેફામના જીવન વિશે માહીતિ મેળવવી જ રહી.

4. સુરેશ જાની - નવેમ્બર 10, 2006

ઘાયલ યાદ આવી ગયા
જીવન જેવું જીવું છું તે ગઝલમાં ઉતારું છું

ફરક માત્ર એટલોજ જ છે, તારા અને મારામા
તું વિચારીને જીવે છે, હું જીવીને વિચારું છું.

5. વિવેક - નવેમ્બર 12, 2006

ગઝલ સુંદર છે પણ મક્તાના શેર વિશે ઊર્મિએ જાતે જે પ્રશ્ન ઉઠાવ્યો એમાં એની એક અભ્યાસુ તરીકેની કટિબદ્ધતા નજરે ચડે છે. એ માટે ખૂબ અભિનંદન અને ખાસ શુભેચ્છાઓ પણ !

6. મારું વિચારવન - નવેમ્બર 12, 2006

સરસ ગઝલ ….

ચીરીને દંભના પરદા હું ઢાંકું નગ્ન સત્યોને,
લૂંટી લઉં લાજ દાનાની, દીવાનાને લિબાસ આપું.

7. Mahendra Shah - નવેમ્બર 19, 2006
8. ધરતી, ધરા, ભૂમિ « સહિયારું સર્જન - પદ્ય - મે 25, 2007

[…] પ્રથમ તો આ આભ ધરતીના તફાવતને મિટાવી દઉ…- ‘બેફામ’  […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: