jump to navigation

નાનકડી પરીને ઉડવા કને પાંખો જોઇએ છે! – Help Save Nirali ઓગસ્ટ 23, 2006

Posted by ઊર્મિ in અન્ય.
trackback

nirali111.jpg

-: Nirali Naik :-
A Leukemia patient and is in desperate need of a bone-marrow!! 

*

તારા જ મંદિરના દિપકની એક નાનકડી જ્યોતિ છું હું,
પ્રભુ! તારી કૃપાના તેલથી મને કાયમ સળગતી રાખ તું!

તારા જ આંગણાના છોડની એક નાનકડી કળી છું હું,
પ્રભુ! તારા હેતના પવનથી મને કાયમ મહેંકતી રાખ તું!

તારા જ અંતરના આકાશનું એક નાનકડું પંખી છું હું,
પ્રભુ! તારી અમીદ્રષ્ટિથી મને કાયમ ચહેકતી રાખ તું!
 

“ઊર્મિસાગર”

* * *

આમ તો નિરાલી અને એના માતા-પિતા સાથે મારે કોઇ અંગત ઓળખાણ નથી અને હું એમને કદી મળી પણ નથી. પરંતુ જ્યારથી મને એક ઇ-મેઇલ દ્વારા નિરાલીની બિમારી વિશે ખબર પડી અને આ વેબ સાઇટ પર નિરાલીની વિગત વાંચી ત્યારથી જાણે હ્રદયમાં એક શૂળ જેવું કશુંક ચુભી ગયું હોય એવું લાગ્યું.  નિરાલી જેવી નિરાળી અને નિર્દોષ એવી પોતાના જ બગીચાની એક સુંદર સુકોમળ કળીને પ્રભુ આમ તે કંઇ કરમાવા દેતા હશે?!… કે પછી આ આપણા સૌની પણ એક પરીક્ષા હશે?!!

ચાલો, આપણે પણ નિરાલી માટે કંઇક કરવાના પ્રયત્નો કરીએ…
તમારી સ્વેચ્છાએ તમે બ્લડ ટેસ્ટ કરાવો. જો તમારો બોન-મેરો મેચ થાય અને તમારે ડોનેટ કરવો હોય તો એની વિધિ અને વધુ વિગતો માટે
અહીં વાંચો.

નિરાલીનાં માતા-પિતાની અપીલ…  

Our 18-month old daughter Nirali Naik has been diagnosed with a rare type of Acute Lymphoblast Leukemia and needs a marrow transplant to be treated.

She needs a bone marrow donation from a Indian/South Asian donor. Since Indians are a minority race in USA, in the national marrow registry, there aren’t as many Indians registered and as a result, the possibility of a match is much less for patients of Indian origin. There’s no organized marrow registry in India either that we can look for a match in.

Nirali is going through chemotherapy treatment right now but this type of ALL has a great chance of relapse if not treated with a bone marrow transplant.

We urge you please pray for Nirali and register for bone marrow donation to see if you can save her life. Bone marrow donation has no long term side effect at all. The test for marrow match is very simple – just a blood draw or even simpler – an oral swab!. And it is absolutely FREE for minority races.

Read more about Nirali’s medical condition on http://savenirali.com/nirali/

May God bless Nirali with long and healthy life!!

nirali.jpg 

* * *

ટિપ્પણીઓ»

1. Dilip Patel - ઓગસ્ટ 26, 2006

નિરાલી માટે બોનમેરો મેચીંગની સંભાવના વધે એ માટે અમેરિકામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં તારીખ 27 મી ઑગષ્ટના રોજ 2 પીએમ થી 7 પીએમ દરમિયાન બોનમેરો ડોનેશન ડ્રાઈવ્સ સમર ( South Asian Marrow Association of Recruiters (SAMAR) ) રાખવામાં આવેલ છે તો આ સેવાના કામમાં સહભાગી થવા ખાસ વિનંતી છે.

નિરાલીના સુસ્વાસ્થ્ય માટે અંતરતમની પ્રાર્થના

2. nilam doshi - ઓગસ્ટ 31, 2006

શુભ કાર્યમાં દરેકનો સાથ મળી જ રહે .નિરાલીનું જીવન પુષ્પ પણ મહેકી જ ઉઠશે,એ વિશ્વાસ છે. અંતરની પ્રાર્થના એના માટે કરીએ છીએ.

3. nilam doshi - સપ્ટેમ્બર 2, 2006

હેલ્લો ઉર્મિબેન,ખૂબ સરસ પંક્તિ.નિરાલી વિષે જણાવતા રહેશો.આપના બ્લોગ ની રચના માણવાની મજા આવે છે.આભાર

4. Rajendra Trivedi,M.D. - સપ્ટેમ્બર 10, 2006

HOPE NRALI WILL GET THE BEST HELP.
OUR PEOPLE FROM INDIAN ARE THERE TO GIVE THE BONE MARROW WHICH WILL BE THE MATCH FOR HER. THANKS TO ALL AND THOSE WHO CAME FOR HELP.GREAT SERVICE OF BPPS AND OTHER ORGANISATIONS.
RAJENDRA TRIVEDI,M.D.

5. fidali keshvani - ઓક્ટોબર 9, 2006

prayer have the power to both destroy and heal,when words are both true and kind,they can change our life.
god bless you.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: