jump to navigation

દિલની દીક્ષા છે -બેફામ ઓગસ્ટ 22, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

પડી હો જાણે પગમાં શૃંખલા એવી પ્રતીક્ષા છે,
ભલા આ તે તમારી પ્રીત છે કે કોઇ શિક્ષા છે.

છું તારા માર્ગ પર ને તોય વાગે છે મને કાંટા,
કહે ઓ ઇશ, આ તે મારી કે તારી પરીક્ષા છે?

જીવન જેવું ન હોતે તો ન હોતે ઝંખના જેવું,
દીધું છે દાન તેં જ એજ મારે કાજ ભિક્ષા છે.

વસંત ને પાનખર છે બેયમાં એક જ દશા મારી,
ચમનની માટી જેવી મારા જીવનની તિતિક્ષા છે.

કહે છે પ્રેમ જેને એ ધરમ છે જિન્દગાનીનો,
કહે છે જેને સૌ દીવાનગી એ દિલની દીક્ષા છે.

વિરહની રાતના અરમાન ક્યાં, દિવસો મિલનના ક્યાં?
નવાઇ છે – સિતારાઓને સૂરજની પ્રતીક્ષા છે.

કયામતના દિવસનો અર્થ બીજો કંઇ નથી બેફામ,
વિધાતાનાં લખાણો પર ફરિશ્તાની સમીક્ષા છે.

                              * * *

તિતિક્ષા – સહિષ્ણુતા, સહન કરવાની વૃત્તિ
સમીક્ષા – નિરીક્ષણ, બારીક તપાસ

                                 *

બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી

Advertisements

ટિપ્પણીઓ»

1. Dhaval - ઓગસ્ટ 23, 2006

કયામતના દિવસનો અર્થ બીજો કંઇ નથી બેફામ,
વિધાતાનાં લખાણો પર ફરિશ્તાની સમીક્ષા છે.

બહુ ઊંચી વાત છે !

2. amitpisavadiya - ઓગસ્ટ 23, 2006

સુંદર ગઝલ.
બેફામ ની ગઝલોમાં બહુ જ ગહેરી વાતો ના નિર્દેશ નો અનુભવ થાય છે.

આભાર !

3. Neha - ઓગસ્ટ 25, 2006

“વસંત ને પાનખર છે બેયમાં એક જ દશા મારી,
ચમનની માટી જેવી મારા જીવનની તિતિક્ષા છે.”
ખૂબ જ સુંદર ,,,ખરેખર,’બેફામ’સાહેબ ની દરેક ગઝલો સ્પશી જાય છે. !!

આભાર


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: