jump to navigation

પડતર સંબંધોના – કેશવ પરમાર જુલાઇ 25, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, કાવ્યો/ગઝલો.
trackback

શીદને નવા નવા ઘડવા ઘડતર સંબંધોના?
પછી કેમ વિભાગ પાડવા, પડતર સંબંધોના?

શોભે નહીં શંકા કદી ગુરુના જ્ઞાન વિશેની,
પણ કંઇ નિશાળે શીખવા, ભણતર સંબંધોના?

દિસે છે દૂરથી સારી, વિશ્વાસની ઇમારત એ,
ધીમે ધીમે પડતા જાય છે, ભલા ચણતર સંબંધોના!!

પૂછો છો તમે એટલે કહું છું, આ દુનિયા કેવી છે?
હજુ પણ ખૂંચે છે પીઠ પર ખંજર સંબંધોના.

કેવો બની ગયો કૈદી બધા નાગપાસોથી!
‘કેશવ’ છોડવા પણ કેટલા? એ નડતર સંબંધોના!!

***

Advertisements

ટિપ્પણીઓ»

1. ધવલ - જુલાઇ 26, 2006

શીદને નવા નવા ઘડવા ઘડતર સંબંધોના?
પછી કેમ વિભાગ પાડવા, પડતર સંબંધોના?

….સો ટકાની વાત !

2. amit pisavadiya - જુલાઇ 26, 2006

દિસે છે દૂરથી સારી, વિશ્વાસની ઇમારત એ,
ધીમે ધીમે પડતા જાય છે, ભલા ચણતર સંબંધોના!!

nice one !!! urmi ji .

3. manvant - જુલાઇ 26, 2006

“હજુ પણ ખૂંચે છે પીઠ પર ખંજર સંબંધોના !”
વાહ ઊર્મિબહેન !કવિ કેશવ મહા મુસીબતો
વેઠીને જ આવા ઉદગારોએ પહોંચ્યા હશે !
કવિ ‘દૂરથી ડુંગર રળિયામણા’કહે છે ને ?

4. Jayshree - જુલાઇ 27, 2006

very nice..

પૂછો છો તમે એટલે કહું છું, આ દુનિયા કેવી છે?
હજુ પણ ખૂંચે છે પીઠ પર ખંજર સંબંધોના.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: