jump to navigation

વિદાય વખતે – સૈફ પાલનપુરી જુલાઇ 18, 2006

Posted by ઊર્મિ in ઊર્મિની પસંદ, નઝમ.
trackback

વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી 
                            મેં એક નિશાની માંગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી…
                            મેં એક નિશાની માંગી…

મેં કરી વિનંતી
કે જાગતો રહીશ હું કયાં સુધી મને કોઇ હાલરડું આપો,
બાળક મનને રમવા માટે એક રમકડું આપો;
ઝુલ્ફની ખુશ્બો; સ્મિતની રોનક, નયનની મસ્તી આપો,
જતાં જતાં મારા સૂના મનને કંઇક તો વસ્તી આપો.

વિરહની રાતો પોતે જેને જીવની જેમ સંભાળે,
આપો એક વચન કંઇ એવું લાખ વરસ જે ચાલે.
પાયલ પહેર્યા બાદ પડયાં જે તે સૌ પગલાં આપો,
                             મેં એક નિશાની માંગી…

સૂણી વિનંતી બોલ્યા તેઓ નજરને નીચી રાખી,
‘દિલ જ્યાં આપ્યું પછી કહો શું આપવા જેવું બાકી?’
મારી યાદ હશે જો દિલમાં ને જો સૂરજ ઢળશે,
પ્રેમના સોગંદ રણમાંથી પણ તમને પનઘટ મળશે.
ઝુલ્ફની ખુશ્બો, સ્મિતની રોનક, નયનની મસ્તી મળશે,
ક્ષણભર યાદ કરી જો લેશો વસ્તી વસ્તી મળશે.

બાકી જેને ભૂલી જવું હો એ જ કહાની માંગે,
પ્રીતમ જેના મનમાં શંકા – એ જ નિશાની માંગે.
કેવો પ્રીતભર્યો આ ઠપકો, કેવી શીખ મજાની,
આથી બહેતર “સૈફ” શું મળતે બીજી કોઇ નિશાની!

— “સૈફ” પાલનપુરી

ટિપ્પણીઓ»

1. અમિત પિસાવાડિયા - જુલાઇ 19, 2006

સૂણી વિનંતી બોલ્યા તેઓ નજરને નીચી રાખી,
‘દિલ જ્યાં આપ્યું પછી કહો શું આપવા જેવું બાકી?’ વાહ !!!
સુંદર ! આભાર ઊર્મિ જી.

સૈફ ની એક પંક્તિ
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઇ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.

2. સુરેશ જાની - જુલાઇ 19, 2006

પહેલીજ વાર ‘સૈફ’ની આ નઝમ વાંચીએ. અદભૂત.

મારી યાદ હશે જો દિલમાં ને જો સૂરજ ઢળશે,
પ્રેમના સોગંદ રણમાંથી પણ તમને પનઘટ મળશે.

આપણા હૃદીયામાં રહેલા રામની સાથે સાચી પ્રિત હશે તો જીવનના રણ માં ય પનઘ્ટ મળશે. પણ કમભાગ્યે આપણે આપણને પોતાને પણ ઓળખતા નથી.

‘સૈફ’ ની બીજી નઝમ પણ હળવા ભાવની યાદ આવી ગઇ.

સહેજ હસીને તેઓ બોલ્યા “આપનો બહુ ઉપકાર થયો.
મારા શિર ઉપરથી આજે બહુ એક મોટો ભાર ગયો.”

3. સુરેશ જાની - જુલાઇ 19, 2006

મારી કોમેન્ટ ની પહેલી લીટીમાઅં ભૂલ છે –
‘વાંચીએ’ નહીં પણ ‘વાંચી’ વાંચજો !!

4. જયશ્રી - જુલાઇ 19, 2006

વાહ… ખરેખર ઘણી મઝા આવી.

પ્રેમના સોગંદ રણમાંથી પણ તમને પનઘટ મળશે.
ક્ષણભર યાદ કરી જો લેશો વસ્તી વસ્તી મળશે.

આભાર, ઊર્મિ.

5. vijay - જુલાઇ 20, 2006

Abhar Urmi

Ghanij saras panktiao vaNchava mali

Vijay Shah

6. Hardik - જુલાઇ 20, 2006

Hi Urmi,

I liked this so much, after a long time i read such a good poem. 🙂 Thanks for that and keep up the good work.

Hardik Dave

7. વિવેક - જુલાઇ 20, 2006

પ્રિય ઊર્મિ,

આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે બદલવા વિનંતી છે:

શબ્દો છે શ્વાસ મારાં
http://www.vmtailor.com

વિવેક

8. manvant - જુલાઇ 25, 2006

“દિલ જ્યાં આપ્યું :પછી કહો શું આપવા જેવું
બાકી ?”સમર્થ પંક્તિઓ નથી ?ઊર્મિએ
શૂન્યમાં ઘણું સારું શોધ્યું છે ! આભાર !

9. rajeshwari - સપ્ટેમ્બર 11, 2006

Excellent Urmiben,
11th september…after hearing bbc news …about wtc,,,,,but I opened your blog ,read all these in the mirning ……and very pleased…Thanks.

10. kaushik (@rathod_kk) - જાન્યુઆરી 15, 2017

urmiji,
kavita saras chhe.
vanchi ne annad thayo


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: