jump to navigation

નાનું સર્જન જુલાઇ 1, 2006

Posted by ઊર્મિ in ઊર્મિનો કલરવ, લઘુકાવ્યો.
trackback

shivaganga1.jpg 

તારી યાદ,
વહેતી ગંગા–
મારું હ્રદય,
શંકરની જટા.

*

તારા ઉરમાં સર્જાયેલું
મારી ઉર્મિઓનું લાક્ષાગૃહ —
કયા દુર્યોધને
ભસ્મિભૂત કર્યું?

*

રગરગમાં રેલાય છે જે
તારો અહેસાસ–
આવે છે એ કયા
અક્ષયપાત્રમાંથી?

*

મારા રકતકણો
જેવું જ છે
તારી ઉર્મિઓનું પણ–
કારણ વિના જ
નષ્ટ થયા કરે છે!

*

“ઊર્મિસાગર”

ટિપ્પણીઓ»

1. Urmi Saagar - જુલાઇ 1, 2006

“મારા રકતકણો
જેવું જ છે
તારી ઉર્મિઓનું પણ–
કારણ વિના જ
નષ્ટ થયા કરે છે!”

વિચારું છું કે આપણા અઝીઝ દોસ્ત ડૉ.વિવેકભાઇનો અભિપ્રાય શું હોય શકે આના વિશે???

2. gujarat1 - જુલાઇ 2, 2006

લઘુકવિતાનો કોઈ પણ પ્રકાર અભિવ્યક્તિ માટે પડકાર રૂપ હોય છે. કાવ્યમાં તમારી પાસે મોકળાશ હોય છે, શબ્દોની છૂટ હોય છે; જ્યારે લઘુ સ્વરૂપ તમને મર્યાદામાં બાંધે છે. તેથી સર્જકની પરીક્ષા થાય છે.

અહીં ચોટદાર આલેખન સરળતાથી થયું છે તે કાબિલેતારીફ છે. મને ખરેખર ગમ્યું. આવા નવીન પ્રયત્નોને સૌએ સાથે મળીને બિરદાવવા જોઈએ.

ઊર્મિ! અભિનંદન તથા શુભેચ્છાઓ! … હરીશ દવે

3. gujarat1 - જુલાઇ 2, 2006

એક વાત નોંધું: માઠું ન લગાડવા વિનંતી. ‘ઉર્મિ” કોઈ વિશિષ્ટ હેતુથી લખાતું હોય તો જુદી વાત. પણ ગુજરાતીમાં દીર્ઘ ‘ઊ’ રાખી લખાતી “ઊર્મિ” સાચી જોડણી છે તેવો મને ખ્યાલ છે.. .. હરીશ દવે

4. amit pisavadiya - જુલાઇ 2, 2006

સુંદર !!
રગરગમાં રેલાય છે જે
તારો અહેસાસ–
આવે છે એ કયા
અક્ષયપાત્રમાંથી?

સરસ !!!!

5. Neha - જુલાઇ 2, 2006

“શબ્દો ઓછા ને, સજૅન નાનું”

અને એમાં પણ આપની આ…રચના
“તારી યાદ,
વહેતી ગંગા–
મારું હ્રદય,
શંકરની જટા.” ખરેખર સ્પર્શી ગઇ

Neha

6. SV - જુલાઇ 2, 2006

મારા રકતકણો
જેવું જ છે
તારી ઉર્મિઓનું પણ–
કારણ વિના જ
નષ્ટ થયા કરે છે!

સુંદર! આમા બીજુ શું કહી શકાય?

7. Himanshu - જુલાઇ 3, 2006

simply fantasic..!!!

8. dharmesh - જુલાઇ 4, 2006

hummmmmmmmmmm…. that’s like the real U….
this is ur style..this is Urmi..keep it up..
Dharmesh
deegujju.blogspot.com

9. Vivek - જુલાઇ 4, 2006

‘નાનું સર્જન’- શીર્ષક પચ્યું નહીં. સર્જનમાં માપ શેનું? અને બીજી વાત જે પચી નહીં એ કાવ્યને તિર્યક કવિતા કહેવાની વાત! તિર્યક કાવ્ય એટલે શું? એના વિશે મારું અજ્ઞાન દૂર કરી શકાશે? ધર્મેશે અગાઉ કહેલી વાત વાંચી ખરી પણ એનો કોઈ આધારભૂત સ્ત્રોત ખરો? તિર્યક એટલે વાંકું. એ ન્યાયે તિર્યક કવિતાનો મારી દ્રષ્ટિએ એવો અર્થ થવો ઘટે કે જેમાં વાત સીધી કહેવાને બદલે આડી રીતે કહેવામાં આવી હોય. હરીશભાઈની ‘ઉર્મિ’ની જોડણીવાળી વાત સાથે પણ હું સહમત છું.

બધી જ રચનાઓ સરસ છે. ગંગાવાળી વાત પણ સરસ છે અને લાક્ષાગૃહ પણ ગમ્યું.રક્તકણોની વાતમાં જે વૈજ્ઞાનિક અનુસંધાન છે એ કદાચ બધા સમજી ન પણ શકે.

સરસ રચનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન!

10. ધર્મેશ - જુલાઇ 4, 2006

વિવેક્ભાઈને ચંદ્રકાંત ટોપીવાલા નુ પુસ્તક “દરીયાપારનાં હંસો અને આલ્બાસ્ટ્રોસ” વાંચવા ભલામણ કરું છું..મારી ક્યાંક સમજફેર થઈ હોય શકે..
ધર્મેશ
deegujju.blogspot.com

11. Urmi Saagar - જુલાઇ 4, 2006

“તિર્યક કવિતા” મને પણ જરા ખટકતું હતું… કદાચ એ કાવ્ય પ્રકારની પ્રકૃતિ વિશેની પુરી સમજનાં અભાવે. વિચારતી હતી કે કોઇ બરાબર સમજાવે તો સારું. અત્યારે એનું શિર્ષક બદલી “લઘુ કાવ્યો” કર્યુ છે… જે મારા મતે થોડું જનરલાઇઝ પણ છે.

આભાર વિવેકભાઇ!

12. વિવેક - જુલાઇ 5, 2006

ધર્મેશની વાત કદાચ સાચી જ હશે. વિશ્વમાં દરેક ભાષાના સાહિત્યમાં બે પ્રકારના સાહિત્યકારો જોવા મળવાના. એક, જે કાયમી ઘરેડમાં રહીને સ્થાપિત પ્રકારનું સાહિત્ય સર્જન કરે અને બીજાં, જે નવો ચીલો ચાતરવાની કોશિશ કરે. ચંદ્રકાંત ટોપીવાલા એ આપણી ભાષાના આદરણીય અને ખાસ્સા પ્રયોગશીલ સાહિત્યકાર છે એટલે એમણે ‘તિર્યક કવિતા’ નામના સાહિત્ય પ્રકારનું સર્જન કરવાની કોશિશ પણ કરી હોય. પણ સમયની એરણ પર જે ટકતો નથી એ સાહિત્યપ્રકાર સર્વસ્વીકૃતિ પામતો નથી. એટલે મારા મતે તિર્યક-કવિતા એ ચંદ્રકાંતભાઈનો આવિષ્કાર ખરો પણ ગુજરાતી સાહિત્ય જગતે એ પ્રકારને બીજી ભાષામાંથી આવેલા સૉનેટ, હાઈકુ કે તાન્કાની જેમ કદાચ પૂર્ણપણે સ્વીકાર્યો હોય એમ જણાતું નથી. એવું પણ બની શકે કે મારા અજ્ઞાનના આકાશની પેલે પાર આવી કોઈ ક્ષિતિજ વિક્સી પણ હોય…

13. જયશ્રી - જુલાઇ 8, 2006

થોડા શબ્દોમાં ઘણું ઘણું કહી ગયા તમે..

ખૂબ સુંદર.


Urmi Saagar ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: